AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Exclusive : જો હું પહેલા દિવસથી લોક-અપની અંદર હોત, તો મુનવ્વર આજે મારી જગ્યાએ બહાર હોત: વિનીત કક્કર

વિનીત કક્કરે (Vinit Kakar) ભૂતકાળમાં પણ રિયાલિટી શો અને ટીવી સિરિયલોમાં દર્શકોનું મનોરંજન કર્યું છે, પરંતુ કંગના રનૌત (Kangana Ranaut) ના રિયાલિટી શો 'લોક અપ'માં દર્શકોને એક અલગ જ લુક જોવા મળ્યો.

TV9 Exclusive : જો હું પહેલા દિવસથી લોક-અપની અંદર હોત, તો મુનવ્વર આજે મારી જગ્યાએ બહાર હોત: વિનીત કક્કર
Vinit Kakar - File PhotoImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 7:23 PM
Share

Tv9 Exclusive :પ્રિન્સ નરુલા (Prince Narula) અલી મર્ચન્ટ અને આઝમ ફલાહની જેમ ટીવી એક્ટર વિનીત કક્કર પણ એકતા કપૂરના શો ‘લોક અપ’માં ‘વાઈલ્ડ કાર્ડ’ તરીકે જોડાયા હતા. શોમાં આવ્યાના એક દિવસ બાદ તેણે કરણવીર બોહરા (Karanvir Bohra) જેવા મજબૂત ખેલાડીને શોમાંથી બહાર કરી દીધો હતો. વિનીત (Vinit Kakar) એક એવો ખેલાડી હતો જેણે શરૂઆતથી જ કહ્યું હતું કે હું મુનાવર ફારુકીને નિશાન બનાવવાનો છું. TV9 Bharatvarsh સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં, વિનીતે કહ્યું હતું કે, જો હું પહેલા દિવસથી શોમાં હોત તો આજે મારી જગ્યાએ મુનવ્વર શોમાંથી બહાર થઈ ગયો હોત.

બે મોટા ખેલાડીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા

વિનીતે કહ્યું કે શરૂઆતથી, આ રમતમાં મારા બે જ લક્ષ્ય હતા, એક કરણવીર બોહરા અને બીજું મુનાવર ફારૂકી. કારણ કે બંનેને ફેન્સનો ઘણો સપોર્ટ મળ્યો હતો. પરંતુ અમે તેને તરત જ શોમાંથી બહાર ન કાઢી શક્યા, તે માટે એક પ્રક્રિયા હતી, જે મેં શરૂ કરી. હું કરણવીર બોહરાને આઉટ કરવામાં પણ સફળ રહ્યો હતો પરંતુ મુનવ્વરને આઉટ કરવા માટે મારી પાસે બહુ ઓછો સમય હતો.

વિનીત આ પહેલા પણ રિયાલિટી શો કરી ચુક્યો છે

વાઇલ્ડ કાર્ડ તરીકે ‘લોક અપ’માં જોડાયેલા વિનીતને અફસોસ છે કે શા માટે તે પહેલા દિવસથી શોમાં દેખાયો નહીં. આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે જો હું પહેલા દિવસથી જ આ શોમાં ગયો હોત તો આજે તમે મારી જગ્યાએ મુનવ્વર ફારૂકીનો ઈન્ટરવ્યુ લેતા હોત. મેં મારી કારકિર્દીની શરૂઆત પણ એક રિયાલિટી શોથી કરી હતી અને તે શોમાં હું ફિનાલે સુધી પહોંચ્યો હતો. હું મારા મોઢેથી મારી પ્રશંસા કરવા માંગતો નથી

કોમેડિયન મુનવ્વર ફારૂકીએ સ્ટ્રેટેજી બનાવી છે

વિનીત કહે છે કે, મુનવ્વરની લોકપ્રિયતા પાછળ તેની પીઆર ટીમ છે. તેમણે કહ્યું કે, મુનવ્વરને લોકો સમક્ષ હીરો તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમની ટીમના લગભગ 20 લોકો તેમના માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો :

રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદી પર મોટો હુમલો, કહ્યું- PMના માસ્ટર સ્ટ્રોકથી 45 કરોડ લોકોએ નોકરીની આશા છોડી

g clip-path="url(#clip0_868_265)">