AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદી પર મોટો હુમલો, કહ્યું- PMના માસ્ટર સ્ટ્રોકથી 45 કરોડ લોકોએ નોકરીની આશા છોડી

તેમણે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે 2017 અને 2022 ની વચ્ચે, એકંદર શ્રમ ભાગીદારી દર 46 ટકાથી ઘટીને 40 ટકા થઈ ગયો, લગભગ 2.1 કરોડ કામદારોએ કામ છોડી દીધું અને માત્ર 9 ટકા લાયક વસ્તીને રોજગાર મળ્યો.

રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદી પર મોટો હુમલો, કહ્યું- PMના માસ્ટર સ્ટ્રોકથી 45 કરોડ લોકોએ નોકરીની આશા છોડી
Rahul Gandhi - File PhotoImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 4:55 PM
Share

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) મંગળવારે એક સમાચારને ટાંકીને આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) માસ્ટર સ્ટ્રોકને કારણે દેશના 45 કરોડ લોકોએ નોકરીની આશા છોડી દીધી છે. તેમણે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે 2017 અને 2022 ની વચ્ચે, એકંદર શ્રમ ભાગીદારી દર 46 ટકાથી ઘટીને 40 ટકા થઈ ગયો, લગભગ 2.1 કરોડ કામદારોએ કામ છોડી દીધું અને માત્ર 9 ટકા લાયક વસ્તીને રોજગાર મળ્યો.

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં 90 કરોડ લોકો રોજગાર માટે લાયક છે, જેમાંથી 45 કરોડથી વધુ લોકોએ કામની શોધ છોડી દીધી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ન્યૂ ઈન્ડિયાનું નવું સૂત્રઃ હર-ઘર બેરોજગારી, ઘર-ઘર બેરોજગારી. મોદીજી 75 વર્ષમાં દેશના પહેલા એવા વડાપ્રધાન છે જેમના માસ્ટર સ્ટ્રોકના કારણે 45 કરોડથી વધુ લોકોને નોકરી મળવાની આશા બંધ થઈ ગઈ છે.

ન્યુ ઈન્ડિયાનું નવું સૂત્ર: હર-ઘર બેરોજગારી

પ્રિયંકા ગાંધીએ પણ કટાક્ષ કર્યો હતો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ અહેવાલને લઈને સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે યુવાનોના ભવિષ્ય માટે તેનાથી મોટો કોઈ ખતરો નથી. તેમણે ટ્વીટ કર્યું કે, સૌથી વધુ યુવા વસ્તી ધરાવતા દેશમાં જો સરકાર આશાને બદલે નિરાશાના બીજ વાવી રહી હોય તો દેશ અને યુવાનોના ભવિષ્ય માટે તેનાથી મોટો કોઈ ખતરો નથી. આજના સમયમાં આ આપણી સૌથી મોટી ચિંતા હોવી જોઈએ.

આ પહેલા રાહુલ ગાંધીએ વધતી મોંઘવારી માટે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મોંઘવારી દર અને ઘટતા ફિક્સ ડિપોઝિટ અથવા એફડી વ્યાજ દરનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે પીએમ મોદીના ‘માસ્ટરસ્ટ્રોક’એ તમારી મહેનતની કમાણીનો નાશ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, FD વ્યાજ દર ઘટીને 5 ટકા થયો છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું કે વર્ષ 2022માં 2 લાખ રૂપિયા ફિક્સ કરવાથી 11,437 રૂપિયા મળે છે, જ્યારે વર્ષ 2012માં 19,152 રૂપિયા હતા. રાહુલ ગાંધીએ તેને જન ધન લૂંટ યોજના ગણાવી છે.

આ પણ વાંચો : પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય, સુરજેવાલાએ ટ્વીટ કરીને આપી માહિતી

આ પણ વાંચો : Indian Railways: ટ્રેનોના લાલ અને વાદળી કોચ વચ્ચે શું હોય છે તફાવત, દરેક રંગની એક અલગ છે ખાસ વાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">