ચૂંટણી મોકૂફ રાખવી એ કોર્ટનું કામ નથી: આ રાજ્યની હાઈકોર્ટે વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવાનો કર્યો ઈન્કાર

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ચૂંટણી મુલતવી રાખવા કરવામાં આવેલી અરજી પર ઉત્તરાખંડ હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ચૂંટણી મોકૂફ રાખવી એ કોર્ટનું કામ નથી:  આ રાજ્યની હાઈકોર્ટે વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવાનો કર્યો ઈન્કાર
Uttarakhand High Court (File Photo)

Uttarakhand Election 2022 : હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કુમાર મિશ્રા (Sanjay Kumar Mishra) અને જસ્ટિસ એનએસ ધાનિકની ડિવિઝન બેન્ચ દ્વારા આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ કહ્યુ કે, “ચૂંટણી(Uttarakhand Assembly Election)  મોકૂફ રાખવી એ કોર્ટનું કામ નથી… ભારતીય ચૂંટણી પંચ (ECI) એ પહેલાથી જ અમુક નિર્દેશો આપ્યા છે. ચૂંટણી પંચ પ્રશંસનીય કામ કરી રહી છે.”

ECI વતી હાજર રહેલા એડવોકેટ શોભિત સહરિયાએ કરી આ દલીલ

તમને જણાવી દઈએ કે, ભારતીય ચૂંટણી પંચ વતી હાજર રહેલા એડવોકેટ શોભિત સહરિયાએ કોર્ટમાં (Uttarakhand High Court )કહ્યુ હતુ કે,ચૂંટણી માટેના રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધી જાહેર રેલીઓ પર પહેલાથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને ECI દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વધુ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.

વધુમાં તેણે દલીલ કરી હતી કે,  ભીડને નિયંત્રિત કરવા માટે અન્ય કેટલાક પગલાઓ સાથે સ્ટાર પ્રચારકોની સંખ્યા પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 14 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે,હાલ તમામ રાજકીય પક્ષોએ પ્રચારના શ્રી ગણેશ પણ કરી દીધા છે.

અરજદારે અરજીમાં કરી હતી આ માંગ

તમને જણાવી દઈએ કે, એડવોકેટ શિવ ભટ્ટ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેણે કોવિડ-19ના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી હતી. ઉતરાખંડ હાઈકોર્ટે આ મામલે 29 ડિસેમ્બર ના રોજ ચૂંટણી પંચને નોટિસ મોકલી હતી.અરજીમાં અરજદારે જણાવ્યુ હતુ કે,કોરોનાના વધતા કેસ અને નવા વેરિઅન્ટ ઓમિક્રોનની દહેશતને ધ્યાનમાં રાખીને લોકોના જીવનને બચાવવા માટે ચૂંટણી રેલીઓ જેવા મોટા મેળાવડાને ટાળવા જોઈએ અને આ ચૂંટણીને પણ સ્થગિત કરી દેવી જોઈએ.

વિધાનસભાની ચૂંટણી ક્યાંક સુપર સ્પ્રેડર સાબિત ન થાય

દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. એવા દેશમાં જ્યાં સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરાવવું એક પડકાર છે.આવી સ્થિતિમાં કોરોના સંક્રમણના વધતા સંક્રમણને જોતા વિધાનસભાની ચૂંટણી લોકો માટે સુપર સ્પ્રેડર  સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : શું વિધાનસભા ચૂંટણી કોવિડ-19 માટે સુપર સ્પ્રેડર સાબિત થશે? પાંચ ચૂંટણી રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ, જાણો હાલની સ્થિતિ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati