AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand Election: ચૂંટણી ફરજ પરથી પરત ફરી રહેલા કર્મચારીઓનો અકસ્માત, 200 ફૂટ ઉંડી ખીણમાં પડતા એકનું મોત, 3 ઘાયલ

સોમવારે ઉત્તરાખંડની તમામ 70 બેઠકો માટે મતદાન થયું હતું. આ દરમિયાન શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની ચૂંટણીમાં ફરજ બજાવવામાં આવી હતી.

Uttarakhand Election: ચૂંટણી ફરજ પરથી પરત ફરી રહેલા કર્મચારીઓનો અકસ્માત, 200 ફૂટ ઉંડી ખીણમાં પડતા એકનું મોત, 3 ઘાયલ
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 7:09 PM
Share

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી (Uttarakhand Election) માં ફરજ પરથી પરત ફરી રહેલા મતદાન કાર્યકરો માર્ગ અકસ્માતનો શિકાર બન્યા હતા. મંગળવારે વહેલી સવારે એટલે કે આજે સવારે તેમની કાર ક્રેશ થઈ ગઈ હતી. મતદાન કર્મચારીઓનું વાહન અથડાઈને ઉંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માત (Accident) વિજય કુમાર જોગદંડેએ જણાવ્યું હતું કે સોમવારે વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાન કર્મચારીઓએ 11 વાગ્યે EVM જમા કરાવ્યા હતા. જે બાદ તેઓ મંગળવારે સવારે 5.30 વાગ્યે તેમના ખાનગી વાહનમાં દેહરાદૂન સ્થિત તેમના ઘરે જવા રવાના થયા હતા.

પૌડીના ડીએમએ જણાવ્યું કે, રસ્તામાં પૌડી-દેવપ્રયાગ રોડ પર ઢોલાચોરી નજીક ભટકોટમાં મતદાન કર્મચારીઓની કાર લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. તેમણે જણાવ્યું કે આ દર્દનાક અકસ્માતમાં 50 વર્ષીય રણવીર સિંહ નેગીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 54 વર્ષીય જયસિંહ, 54 વર્ષીય સુરેન્દ્ર સિંહ રાવત અને 45 વર્ષીય નરેન્દ્ર ગુસૈન ગંભીર રીતે ઘાયલ થયા હતા. બે ઇજાગ્રસ્તો પૈકી એકની હાલત ગંભીર હોવાથી તેમને ઉચ્ચ આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા હતા.

મતદાન કર્મચારીઓની કાર અકસ્માત

પૌડીના ડીએમએ જણાવ્યું કે એક કર્મચારીની સારવાર હજુ પણ જિલ્લા હોસ્પિટલમાં જ ચાલી રહી છે. જણાવી દઈએ કે અકસ્માતનો ભોગ બનેલા તમામ મતદાન કર્મચારીઓ શિક્ષણ વિભાગમાં તૈનાત છે. જણાવી દઈએ કે સોમવારે ઉત્તરાખંડની તમામ 70 સીટો માટે મતદાન થયું હતું. આ દરમિયાન શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની ચૂંટણીમાં ફરજ બજાવવામાં આવી હતી. ઈવીએમ જમા કરાવ્યા બાદ આ કર્મચારીઓ પોતાની કારમાંથી દેહરાદૂન સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આજે સવારે તેમની કાર સાથે દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

કર્મચારીઓની ફરજ ચૂંટણીમાં લાગી હતી

14 ફેબ્રુઆરીએ યોજાનારી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે સોમવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. 70 સભ્યોની વિધાનસભા બેઠકો માટે સવારે 11 વાગ્યા સુધી 18.97 ટકા મતદાન નોંધાયું હતું. વૃદ્ધો, દિવ્યાંગો અને દૃષ્ટિહીન લોકોમાં પણ મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદાન કર્મચારીઓ ફરજ પર મુકાયા હતા.

આ પણ વાંચો: Assembly Election 2022 Voting Highlights: ત્રણેય રાજ્યોમાં મતદાન પૂર્ણ, ગોવામાં 75.29%, ઉત્તર પ્રદેશમાં 60.44% અને ઉત્તરાખંડમાં 59.37% મતદાન થયું

આ પણ વાંચો: Uttarakhand Assembly Election : 14મી ફેબ્રુઆરીએ તમામે તમામ 70 બેઠકો માટે ચૂંટણી, હિમવર્ષાવાળા વિસ્તારમાં 18 કલાક ચાલીને મતદાન મથકે પહોચ્યા ચૂંટણી અધિકારીઓ

g clip-path="url(#clip0_868_265)">