UP Election 2022 : ચૂંટણી પ્રચારમાંથી પરત ફરી રહેલા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર ફાયરિંગ
હૈદરાબાદના સાંસદ અને AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી UP માં ભાગીદારી પરિવર્તન મોરચા સાથે મળીને ચૂંટણી લડી રહી છે.
UP Election 2022 : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) દાવો કર્યો છે કે તેમના પર યુપીના પિલખુવા પાસે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ઓવૈસીએ જણાવ્યુ કે, થોડા સમય પહેલા છિઝરસી ટોલ ગેટ પર મારી કાર પર ગોળી ચલાવવામાં આવી હતી. જેમાં 3-4 લોકો દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવાનો તેમણે દાવો કર્યો છે.ત્યારે હાલ ચૂંટણી પહેલા ઉતરપ્રદેશનુ રાજકારણ ગરમાયુ છે.
I was leaving for Delhi after a poll event in Kithaur, Meerut (UP). 3-4 rounds of bullets were fired upon my vehicle by 2 people near Chhajarsi toll plaza; they were a total of 3-4 people. Tyres of my vehicle (in pic) punctured, I left on another vehicle: Asaduddin Owaisi to ANI pic.twitter.com/ksV6OWb57h
— ANI (@ANI) February 3, 2022
કોઈ ગોળી ચલાવવામાં આવી નથી : ટોલ કર્મચારીઓ
ઓવૈસીની કાર પર થયેલા ફાયરિંગ બાદ IG મેરઠનુ કહેવુ છે કે, પીલખુવા પ્લાઝામાં ફાયરિંગ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, અમે હાલ CCTVની તપાસ કરી રહ્યા છીએ.વધુમાં તેમણે કહ્યુ છે કે, ઓવૈસીનો કાફલો આ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો, કેટલાક લોકો વચ્ચે પરસ્પર વિવાદ થયો, એટલી માહિતી મળી છે. જો કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.ઉપરાંત તેમણે કહ્યુ હતુ કે, CCTV તપાસ બાદ જ ફાયરિંગ થયુ છે કે નહી તે અંગેની પુષ્ટિ થશે. બીજી તરફ ટોલ કર્મચારીઓનું કહેવું છે કે કોઈ ગોળી ચલાવવામાં આવી નથી.
આ પાર્ટી સાથે મળીને AIMIM લડશે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના સાંસદ અને AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી યુપીમાં ભાગીદારી પરિવર્તન મોરચા સાથે મળીને ચૂંટણી લડી રહી છે.
ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં થશે મતદાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમમાં કહેવામા આવ્યુ છે કે યુપીમાં (UP Election) પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ, બીજા તબક્કાનું 14 ફેબ્રુઆરીએ, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરીએ, જ્યારે 23 ફેબ્રુઆરીએ ચોથો તબક્કો, 27 ફેબ્રુઆરીએ પાંચમો તબક્કો, 3 માર્ચે છઠ્ઠો તબક્કો અને 7મી માર્ચે સાતમા ચરણનું મતદાન થશે.
આ પણ વાંચો : Road Rage Case: નવજોત સિંહ સિદ્ધુને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી 25 ફેબ્રુઆરી સુધી ટાળી