કોલકાતામાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને પોલીસે રેલીની મંજુરી ના આપી
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે દરેક પાર્ટી એમના પચાર માટે જોર લગાવી રહી છે ત્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ને પોલીસે રેલી માટે મંજુરી આપવાની ના કહી દીધી છે.
ગુરુવારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં એઆઈએમઆઈએમ (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસીની રેલીને પોલીસે મજુરી ના આપી. મંજુરી ના મળવાના કારણે રેલી બાદમાં રદ કરવામાં આવી.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ઓવૈસી બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રેલી કાઢવાના હતા. આ રેલી દ્વારા લઘુમતી પ્રભાવિત મેટાબ્રીજ વિસ્તારમાં પાર્ટીના પ્રચારની શરૂઆત કરવાના હતા. એઆઈએમઆઈએમના (AIMIM) રાજ્ય સચિવ જમીર-ઉલ-હસને કહ્યું કે પોલીસે તેમને રેલી માટે મંજૂરી આપી નથી.
હસને કહ્યું, ‘અમે 10 દિવસ પહેલા પરવાનગી માટે અરજી કરી હતી, પરંતુ આજે પોલીસે અમને જાણ કરી કે તેઓ અમને રેલી કરવા દેશે નહીં. અમે ટીએમસીની આવી રણનીતિ સામે ઝૂકીશું નહીં. અમે પ્રોગ્રામની નવી તારીખ અંગે ચર્ચા કરીશું અને ટૂંક સમયમાં જાહેર કરીશું.’
કોલકાતા પોલીસે આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. પોલીસે કોઈ ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સાંસદ સૌગત રોયે રેલી માટે ઓવૈસીને મંજૂરી ન મળવા પાછાળ તેની પાર્ટીની ભૂમિકાને નકારી કાઢી દીધી હતી.