AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar pradesh assembly election 2022: અખિલેશ યાદવ લડશે ચૂંટણી, આઝમગઢની ગોપાલપુર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમગઢના ગોપાલપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે. અખિલેશ યાદવ હજુ પણ આઝમગઢથી સાંસદ છે.

Uttar pradesh assembly election 2022: અખિલેશ યાદવ લડશે ચૂંટણી, આઝમગઢની ગોપાલપુર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં
Akhilesh yadav (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 10:01 AM
Share

Uttar pradesh assembly election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022(Uttar Pradesh Assembly elections)માં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (Akhilesh Yadav) પણ લડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમગઢના ગોપાલપુર વિધાનસભા મતવિસ્તાર(Gopalpur Legislative Constituency)થી ચૂંટણી લડશે. હાલ અખિલેશ યાદવ આઝમગઢ(Azamgarh)થી સાંસદ છે. જો કે આ પહેલા 1 નવેમ્બરના રોજ અખિલેશ યાદવે પોતે મીડિયા સામે નિવેદન આપ્યું હતું કે તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ત્યારે અખિલેશ યાદવની જાહેરાતે બધાને ચોંકાવી દીધા હતા. 

હવે આ દરમિયાન, ANIએ સમાજવાદી પાર્ટીના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સપાના વડા અખિલેશ યાદવ આઝમગઢની ગોપાલપુર બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે, અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તે અંગે સમાજવાદી પાર્ટી તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

અખિલેશે વિધાનસભાની ચૂંટણી લડવા માટે લોકસભાનું સભ્યપદ છોડવું પડશે

જો સપાના વડા અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તો તેમણે લોકસભાનું સભ્યપદ છોડવું પડશે. અખિલેશ યાદવ હાલમાં આઝમગઢ સીટથી લોકસભાના સાંસદ છે. અગાઉ, ચૂંટણી મેદાનમાં ઉતરવાના પ્રશ્ન પર અખિલેશ યાદવ કહેતા રહ્યા છે કે તેઓ પાર્ટીના નિર્ણય પર ચૂંટણી મેદાનમાં ઉતરશે. યુપીમાં કુલ 403 સીટો છે. અહીં સાત તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કાઓ હેઠળ 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">