UP Election 2022: આજે પાંચમાં તબક્કા માટે મતદાન, 12 જિલ્લાની 61 બેઠકો માટે મતદારો તૈયાર, વાંચો – VIP બેઠકોની શું છે સ્થિતિ?
તમામ પાર્ટીઓએ પોત-પોતાના દિગ્ગજ મેદાનમાં ઉતારી દીધા છે. પાંચમાં તબક્કામાં તમામ પાર્ટીના દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.
ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)માં આજે પાંચમાં તબક્કાનું મતદાન કરવામાં આવશે. આ તબક્કામાં અવધ અને પૂર્વાચલના 12 જિલ્લાની 61 સીટો દાવ પર છે. આ 12 જિલ્લા અમેઠી, સુલ્તાનપુર, ચિત્રકુટ, પ્રતાપગઢ, રાયબરેલી, કૌશાંબી, પ્રયાગરાજ, બારાબંકી, અયોધ્યા, બહરાઈચ, શ્રાવસ્તી અને ગોંડા છે. આ 12 જિલ્લામાં ભગવાન રામની નગરી અયોધ્યા (Ayodhya) પણ સામેલ છે. જ્યાં રામમંદિરનું નિર્માણ એક મોટો મુદ્દો છે. અહીં ભાજપ માટે જીતનો પડકાર રહેશે. છેલ્લી ચૂંટણીમાં તમામ સીટો પર ભાજપનો કબ્જો રહ્યો હતો.
અયોધ્યાને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. 2017માં ભાજપે અહીં ભારે બહુમત મેળવ્યો હતો. ભાજપની સામે એક વાર ફરી પોતાનું પ્રદર્શન રિપીટ કરવાનો પડકાર છે. ત્યારે બાકી પાર્ટી પોતાના જુના પ્રદર્શનને વધારે સારૂ કરવા માટે લડી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીઓએ પોત-પોતાના દિગ્ગજ મેદાનમાં ઉતારી દીધા છે. પાંચમાં તબક્કામાં તમામ પાર્ટીના દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ જિલ્લા પર 2017ના પરિણામ આ પ્રકારે છે.
જાણો 2017માં કોને કેટલી સીટ મળી
અમેઠીમાં ભાજપના 3 અને સપાના 1 ઉમેદવારે 4 બેઠકો જીતી છે. સુલતાનપુરમાં 5 સીટમાંથી ભાજપને 4 અને સપાને 1 સીટ મળી છે. ચિત્રકૂટમાં ભાજપને 2 બેઠકો મળી હતી. પ્રતાપગઢની કુલ 7 બેઠકોમાંથી ભાજપે 2, AD(S) 2, કોંગ્રેસ 1 અને IND 2 બેઠકો જીતી હતી. કૌશામ્બીમાં ભાજપે કુલ 3 સીટો પર જીત મેળવી હતી. પ્રયાગરાજની 12 બેઠકોમાંથી ભાજપને 8, બસપાને 2, SPને 1 અને AD(S)ને 1 બેઠક મળી. બારાબંકીની કુલ 6 બેઠકોમાં ભાજપને 5 અને સપાને 1 બેઠક મળી છે. અયોધ્યામાં ભાજપે કુલ 5 બેઠકો જીતી હતી. બહરાઈચમાં કુલ 7 બેઠકોમાંથી ભાજપને 6 અને સપાને 1 બેઠક મળી છે. શ્રાવસ્તીની કુલ 2 બેઠકોમાંથી ભાજપને 1 અને બસપાને 1 બેઠક મળી હતી. ગોંડામાં ભાજપે 7 બેઠકો જીતી હતી.
કયા મુખ્ય ચેહરાઓ છે મેદાનમાં?
પાંચમા તબક્કામાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય તેમના ગૃહ જિલ્લા કૌશામ્બીના સિરાથુ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર છે, જેમની સામે સમાજવાદી પાર્ટીએ અપના દળ (સામ્યવાદી) નેતા પલ્લવી પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પલ્લવી પટેલની બહેન અને કેન્દ્ર સરકારના મંત્રી અનુપ્રિયા પટેલ કેશવ પ્રસાદ મૌર્યની તરફેણમાં પ્રચાર કરી રહી છે, જ્યારે અનુપ્રિયા પટેલની માતા કૃષ્ણા પટેલ પ્રતાપગઢ સદરમાંથી સમાજવાદી જોડાણના ઉમેદવાર તરીકે ભાજપ તરફથી ચૂંટણી લડી રહી છે તો તે જ સમયે રઘુરાજ પ્રતાપ સિંહ, જે 1993થી પ્રતાપગઢ જિલ્લાના કુંડાથી ચૂંટણી જીતી રહ્યા છે, તેઓ આ વખતે તેમના દ્વારા રચિત જનસત્તા પાર્ટી તરફથી પરંપરાગત બેઠક પર ચૂંટણી મેદાનમાં છે.
પાંચમા તબક્કામાં 692 ઉમેદવારો
પાંચમા તબક્કામાં 692 ઉમેદવારો મેદાનમાં છે, જેમના રાજકીય ભાવિનો નિર્ણય લગભગ 2.24 કરોડ મતદારો કરી રહ્યા છે. આ તબક્કો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ ચૂંટણીમાં ભગવાન શ્રી રામના શહેર અયોધ્યાથી લઈને પ્રયાગરાજ અને ચિત્રકૂટ જેવા ધાર્મિક સ્થળો સુધી ચૂંટણી યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દાની સાથે આસ્થાની કસોટી, અમેઠીમાં ગાંધી પરિવારની રાજનીતિ અને પ્રતાપગઢમાં રાજા ભૈયાની તાકાતની પરીક્ષા પણ આ તબક્કામાં છે.
આ પણ વાંચો: મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત