AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Local Train દ્વારા મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, રવિવારે સેન્ટ્રલ અને હાર્બર લાઇન પર રહેશે મેગા બ્લોક

સવારે 10.55 થી બપોરે 3.55 સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યા વિહાર સુધીના સ્લો ટ્રેક પર મેગા બ્લોક રહેશે. સવારે 10.48 થી 3.49 સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યાવિહાર સુધીની ડાઉન લોકલના સ્લો ટ્રેક પર પણ મેગા બ્લોક રહેશે. આ દરમિયાન આ રૂટની ધીમી લોકલ ફાસ્ટ લોકલ ટ્રેક પર દોડાવવામાં આવશે.

Mumbai Local Train દ્વારા મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, રવિવારે સેન્ટ્રલ અને હાર્બર લાઇન પર રહેશે મેગા બ્લોક
Mumbai Railway Mega Block (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 12:11 AM
Share

મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai local train) મુસાફરી કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. મધ્ય રેલવે તરફથી રવિવારે (27 ફેબ્રુઆરી) મધ્ય અને હાર્બર લાઇન પર મેગા બ્લોક રહેશે. મધ્ય રેલવેના મુંબઈ વિભાગે રવિવારે વિવિધ એન્જિનિયરિંગ અને સમારકામના કામો માટે મેગા બ્લોક રાખવાનો નિર્ણય લીધો હતો. આ મેગા બ્લોક ઉપનગરીય રેલ સેવા માટે રાખવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યા વિહાર સુધીના સ્લો ટ્રેક પર સવારે 10.55 થી બપોરે 3.55 સુધી મેગા બ્લોક રહેશે. સવારે 10.48 થી 3.49 સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યાવિહાર સુધીની ડાઉન લોકલના સ્લો ટ્રેક પર પણ મેગા બ્લોક રહેશે. આ દરમિયાન આ રૂટની ધીમી લોકલ ફાસ્ટ લોકલ ટ્રેક પર દોડાવવામાં આવશે. આવી સ્થિતિમાં, આ ટ્રેનો રવિવારે મસ્જિદ બંદર, સેન્ડહર્સ્ટ રોડ, ચિંચપોકલી, કરી રોડ, વિદ્યાવિહાર સ્ટેશનો પર રોકાશે નહીં. તેમની આગળના સ્ટેશનો પર, તે નિર્ધારિત રીતે રોકાશે.

સવારે 10.41 થી બપોરે 3.52 વાગ્યા સુધી ઘાટકોપર સ્ટેશનથી ઉપડતી અપ સ્લો લોકલ ટ્રેનો વિદ્યાવિહારથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે ફાસ્ટ ટ્રેક પર મુસાફરી કરશે. આ લોકલ ટ્રેનો વિદ્યાવિહાર, કરી રોડ, ચિંચપોકલી, સેન્ડહર્સ્ટ રોડ અને મસ્જિદ બંદર પર રોકાશે નહીં.

હાર્બર લાઇન પર પણ રહેશે મેગા બ્લોક

સેન્ટ્રલ લાઇનની જેમ રવિવારે હાર્બર લાઇન પર પણ મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. પનવેલ-વાશી અપ અને ડાઉન હાર્બર લાઇન પરની સેવાઓ સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી પ્રભાવિત થશે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે થાણે-વાશી/નેરુલ અને બેલાપુર/નેરુલ-ખારકોપર સેવાઓને કોઈ અસર થશે નહીં. પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી અપ ટ્રેક પરની સેવા સવારે 10.33 થી બપોરે 3.49 સુધી રદ રહેશે. ઉપરાંત, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ/બેલાપુર તરફની ડાઉન સેવા સવારે 9.45 થી બપોરે 3.12 સુધી રદ રહેશે. પનવેલથી થાણે તરફના અપ ટ્રાન્સ હાર્બર ટ્રેક પર સવારે 11.02 વાગ્યાથી બપોરે 3.53 વાગ્યા સુધીની સેવા રદ રહેશે. તેવી જ રીતે, પનવેલથી થાણે સુધીની ટ્રાન્સ હાર્બર લાઇનની સવારે 10.01 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધીની સેવા પણ રદ રહેશે.

હાર્બર લાઇન પર આ સેવાઓને અસર થશે નહીં

મેગા બ્લોક દરમિયાન, બેલાપુર અને ખારકોપર/નેરુલ વચ્ચેની ઉપનગરીય રેલવે સેવા સમયપત્રક મુજબ ચાલશે. બ્લોક દરમિયાન થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે ટ્રાન્સ હાર્બર લાઇનની સેવા ચાલુ રહેશે. આ દરમિયાન, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને વાશી વચ્ચે વિશેષ ઉપનગરીય ટ્રેનો દોડશે. આ મેગા બ્લોક માળખાકીય સુવિધાઓની જાળવણી અને સુરક્ષા માટે જરૂરી છે. મધ્ય રેલવેએ મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો :  Russia-Ukraine Crisis: યુક્રેનમાંથી 219 ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ મુંબઈ પહોંચી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કર્યું સ્વાગત

માઉન્ટ આબુ બન્યું કાશ્મીર ! શિયાળાના આરંભે નોંધાયું 0 ડિગ્રી તાપમાન
માઉન્ટ આબુ બન્યું કાશ્મીર ! શિયાળાના આરંભે નોંધાયું 0 ડિગ્રી તાપમાન
આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ ! આરોપી પોલીસ સકંજામાં
આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ ! આરોપી પોલીસ સકંજામાં
100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત
100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત
કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !
કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !
વડોદરાની ‘તાજ ગાર્ડન’ રેસ્ટોરન્ટમાં બળીને ખાખ
વડોદરાની ‘તાજ ગાર્ડન’ રેસ્ટોરન્ટમાં બળીને ખાખ
કેબિનેટ બેઠકમાં કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
કેબિનેટ બેઠકમાં કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
g clip-path="url(#clip0_868_265)">