IND vs WI: ડેબ્યૂ કરનારા લેગ સ્પિનર પર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફીદા, એક જ મેચના અનુભવને જોઇ કહ્યુ તેનુ ભવિષ્ય ઉજ્જળ

રવિ બિશ્નોઇ (Ravi Bishnoi) ના શાનદાર પ્રદર્શનને લઇને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ પણ મેચ બાદ તેના ખૂબ વખાણ કર્યા હતા.

IND vs WI: ડેબ્યૂ કરનારા લેગ સ્પિનર પર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફીદા, એક જ મેચના અનુભવને જોઇ કહ્યુ તેનુ ભવિષ્ય ઉજ્જળ
Ravi Bishnoi ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન થી મેન ઓફ ધ મેચ પસંદ થયો હતો (Photo-PTI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 8:03 AM

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાએ સરળતાથી જીત મેળવી લીધી હતી. ભારતે 6 વિકકેટ થી કેરેબિયન ટીમ સામે જીત મેળવી હતી. આ જીતમાં મહત્વની ભૂમિકા રાજસ્થાનથી આવતા લેગ સ્પિનર રવિ બિશ્નોઇ (Ravi Bishnoi) એ ભજવી હતી. તેણે ડેબ્યૂ મેચમાં જ 17 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આમ વેસ્ટ ઇન્ડિઝની ટીમ પર તેણે ગાળીયો કસવાનુ કામ કર્યુ હતુ. તેના આ શાનદાર પ્રદર્શનને લઇને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ પણ મેચ બાદ તેના ખૂબ વખાણ કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટીંગ ઇનીંગ રમતા 157 રન કર્યા હતા. જ્યારે જવાબમાં 18.5 ઓવરમાં જ ભારતે મેચને જીતી લીધી હતી.

રોહિત શર્માએ મેચ બાદ રવિ બિશ્નોઇને ખૂબ જ પ્રતિભાશાળી ગણાવ્યો હતો. અને તેનામાં ટીમને કંઇક અલગ જ જોવા મળ્યુ હોવાનુ કહ્યુ હતુ. કેપ્ટન રોહિતે કહ્યુ, બિશ્નોઇ ખૂબ જ પ્રતિભાશાળી છે અને એટલા માટે જ અમે તેને સિધો જ સ્ક્વોડમાં સામેલ કરી લીધો હતો. અમને તેનામાં કંઇક અલગ જોવા મળી રહ્યુ છે.

આગળ પણ રોહિત શર્માએ કહ્યુ હતુ કે, બિશ્નોઇની બોલીંગને લઇને ટીમને અનેક પ્રકારના વિકલ્પ મળી રહ્યા છે. તેણે કહ્યુ, તેની પાસે અનેક પ્રકારની વિવિધતાઓ અને કાબેલીયત છે. તે કોઇપણ સ્થિતીમાં બોલીંગ કરી શકે છે અને જેનાથી અમને બાકીના બોલરને બદલવા માટે અનેક પ્રકારના વિકલ્પ મળે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એ પણ સ્પષ્ટ કર્યું કે સારી પ્રતિભા હોવા છતાં ટીમે તેનો વધુ સારો ઉપયોગ કરવાની જરૂર છે. કેપ્ટનના જણાવ્યા અનુસાર, “ભારત માટે તેની પ્રથમ મેચથી હું ખૂબ જ ખુશ છું અને તેનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ છે અને હવે તે આપણા પર નિર્ભર છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ.”

આવી રહી હતી મેચ

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ 20 ઓવરમાં 157 રન કરી શકી હતી. વિન્ડીઝ તરફથી નિકોલસ પુરને સૌથી વધુ 43 બોલમાં 61 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેપ્ટન કિરોન પોલાર્ડે 19 બોલમાં અણનમ 24 રન કર્યા હતા. ભારત તરફથી ડેબ્યુ કરનાર રવિ બિશ્નોઇ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમે ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 6 વિકેટે મેચ જીતી લીધી હતી. વેંકટેશન અય્યરે છગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 40 રન જોડ્યા હતા. સુર્યકુમાર યાદવે 18 બોલમાં અણનમ 34 રન અને વેંકટેશ અય્યરે 13 બોલમાં અણનમ 24 રનની ઇનિંગ રમી હતી. શ્રેણીની બીજી ટી20 મેચ 18 ફેબ્રુઆરીના રોજ રમાશે. ડેબ્યુ કરનાર અને મેચમાં 2 વિકેટ લેનાર રવિ બિશ્નોઇને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Sabarkantha: ટ્રેકટર વેચવા આવતો સેલ્સમેન ખેડૂતના ટ્રેલરને ચોરી જતો અનોખો ચોર ઝડપાયો

આ પણ વાંચોઃ BCCI એ શાનદાર બોલીંગ આક્રમણ તૈયાર કરવા માટે ઘડ્યો પ્લાન, ટીમ ઇન્ડિયાને મળશે જબરદસ્ત બોલર

g clip-path="url(#clip0_868_265)">