UP Election 2022 : ‘સાયકલનું બટન દબાવતા કમળની કાપલી નીકળે છે’, સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને કરી ફરિયાદ

સમાજવાદી પાર્ટી (Samajwadi Party) તરફથી કહેવામાં આવ્યું છે કે બેહટ વિધાનસભાના બૂથ પર તૈનાત અધિકારીઓ પોતે જ મતદાન કરતા હતા. આ સાથે પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ મહિલા મતદારોને બૂથ નંબર 403 પર એમ કહીને પાછા મોકલવામાં આવ્યા હતા કે તેમનો વોટ નાખી દેવામાં આવ્યો છે.

UP Election 2022 : 'સાયકલનું બટન દબાવતા કમળની કાપલી નીકળે છે', સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
UP Assembly Election Phase-2 Voters Queue (Photo PTI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 9:34 PM

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party) વોટિંગમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે મતદાન દરમિયાન સાયકલનું બટન દબાવવાથી કમળની કાપલી નીકળી રહી હતી. સપાએ મુરાદાબાદના એક મતદારનો વીડિયો શેર કર્યો છે. પાર્ટીએ આ મામલે ચૂંટણી પંચ (Election Commission) પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

ટ્વિટર પર મુરાદાબાદનો એક વીડિયો શેર કરતા સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વોટિંગ દરમિયાન સાઈકલનું બટન દબાવવા પર કમળની સ્લિપ નીકળી રહી હતી. તેમણે ચૂંટણી પંચ (Election Commission) પાસે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, ‘મુરાદાબાદ ગ્રામીણ વિધાનસભા 27, બૂથ નંબર – 417, સાઇકલના નિશાન પર મતદાન કર્યા પછી, કમળની કાપલી બહાર આવી રહી છે. ગંભીર આરોપ છે કે, ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને ન્યાયી, પારદર્શક અને ભયમુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરે. સાથે જ સમાજવાદી પાર્ટીએ રામપુરમાં બૂથ કેપ્ચરિંગનો પણ આરોપ લગાવ્યો છે. અગાઉ, એસપીએ આરોપ લગાવ્યો હતો કે સહારનપુર જિલ્લાના બેહટ વિધાનસભાના બૂથ નંબર 170 પર સાયકલ બટન દબાવવા પર VVPATમાંથી કમળની સ્લિપ નીકળી રહી હતી.

‘બૂથ પરના અધિકારીઓ પોતે જ મતદાન કર્યાનો આક્ષેપ’ સમાજવાદી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે બેહટ વિધાનસભાના બૂથ પર તૈનાત અધિકારીઓ પોતે જ મતદાન કરી રહ્યા છે. આ સાથે પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ મહિલા મતદારોને બૂથ નંબર 403 પર એમ કહીને પરત મોકલવામાં આવ્યા હતા કે તેમનો વોટ નાખી દેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી. સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ બરેલી જિલ્લાના નવાબગંજ વિધાનસભા-121ના બૂથ નંબર-8 પર પણ ગરબડનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપના લોકો બોગસ વોટિંગ કરી રહ્યા છે, તેની સાથે ચૂંટણી પંચે આ મામલાની નોંધ લઈને નિષ્પક્ષ મતદાનની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ

Assembly Election 2022: ત્રણેય રાજ્યોમાં મતદાન પૂર્ણ, ગોવામાં બમ્પર 75 ટકા મતદાન, જાણો ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સ્થિતિ

આ પણ વાંચોઃ

UP Election: ‘SP-BSP અને કોંગ્રેસ મુસ્લિમ મહિલાઓને વોટિંગ કરવાથી રોકે છે’, મુખ્તાર અબ્બાસ નકવીએ ચૂંટણી પંચને કરી ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">