First Phase Voting Percentage UP: ઉત્તરપ્રદેશમાં પૂર્ણ થયું પહેલા તબક્કાનું મતદાન, સાંજે 6 વાગ્યા સુધી થયું 60.17 ટકા મતદાન
પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન આગ્રામાં નકલી મતદાનના અહેવાલો પણ સામે આવ્યા હતા. નકલી મતદાનને લઈને સપા અને ભાજપ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 11 જિલ્લાની 58 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી 60.17 ટકા મતદાન નોંધાયું હતું. પ્રથમ તબક્કાના મતદાનમાં (First Phase Voting) મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન યુવાનોની સાથે સાથે વૃદ્ધોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વડીલો મતદાન કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા.
તે જ સમયે, સપાએ પણ મતદાનને લઈને ભાજપ પર ઘણા આરોપો લગાવ્યા છે. સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો કે ગાઝિયાબાદના લોની વિધાનસભા મતવિસ્તારના મુસ્તફાબાદના વોર્ડ નંબર 93, 94, 95માં વહીવટીતંત્રે ખૂબ જ ધીમી ગતિએ મતદાન કરાવ્યું હતું. જેના કારણે મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવાથી વંચિત રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, સાંજે 5 વાગ્યા સુધી ગૌતમ બુદ્ધ નગરમાં 53.48 ટકા અને નોઈડામાં 48 ટકા, દાદરીમાં 56 ટકા અને જેવરમાં 60.3 ટકા મતદાન નોંધાયું હતું.તો સાંજે 6 વાગ્યા સુધીમાં મથુરામાં પણ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું હતું. . આશ્ચર્યની વાત એ છે કે આરએલડી પ્રમુખ જયંત ચૌધરીએ પોતાનો મત આપ્યો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ મતદાનનો સમય પૂરો થયો એટલે કે સાંજે 6 વાગ્યા સુધી મતદાન મથકે પહોંચ્યા ન હતા.
જયંત ચૌધરીએ પોતાનો મત આપ્યો ન હતો
યુપીના 11 જિલ્લાઓમાં 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધી 57.79 ટકા મતદાન નોંધાયું હતું. સાંજે 5 વાગ્યા સુધી બાગપતમાં 61.30 ટકા અને મથુરામાં 58.12 ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ આરએલડીના વડા જયંત ચૌધરી વોટ આપવા પહોંચી શક્યા ન હતા. મતદાન દરમિયાન શામલીમાં નકલી મતદાનને લઈને હંગામો થયો હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. સમાચાર મુજબ ગઠબંધનના ઉમેદવાર પ્રસન્ના ચૌધરી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગઠબંધનના ઉમેદવાર સહિત બે લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે મહિલાઓની નકલી સ્લિપ દ્વારા મતદાન કરવાનો આરોપ હતો.
નકલી મતદાનને લઈને સપા અને ભાજપ વચ્ચે વિવાદ
પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન આગ્રામાં નકલી મતદાનના સમાચાર પણ સામે આવ્યા હતા. નકલી મતદાનને લઈને સપા અને ભાજપ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સમાચાર અનુસાર, જ્યારે સપાના કાર્યકરોએ નકલી મતદારને રોક્યા તો બીજેપી ઉમેદવારના સમર્થકોએ ગુંડાગીરી શરૂ કરી દીધી. આરોપ છે કે યુવક નકલી આધાર કાર્ડથી પોતાનો મત આપવા જઈ રહ્યો હતો. આ ઘટના બાહ નગરની પૂર્વ માધ્યમિક શાળા જુનિયર હાઈસ્કૂલની જણાવવામાં આવી રહી છે.
ઢોલ-નગારા સાથે મતદારોનું કરવામાં આવ્યું સ્વાગત
પ્રથમ તબક્કાના મતદાન માટે ગાઝિયાબાદ જિલ્લામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદારોને તેમના મતાધિકારથી વાકેફ કરવા માટે મતદાન મથકો પર ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે જ સમયે, નોઈડા સેક્ટર 119 માં એક મતદાન મથક પર એક રેત કલાકારે મતદારોને જાગૃત કરવા માટે ખાસ પ્રયાસ કર્યો. કલાકાર રૂપેશ સિંહના કહેવા પ્રમાણે, ગત ચૂંટણીમાં પણ તેમણે મતદાર જાગૃતિ અભિયાનમાં ખૂબ જ મહેનત કરી હતી. આ ચૂંટણી માટે પણ આખી રાત મહેનત કરીને રેતીથી શિલ્પ તૈયાર કર્યું હતું.
આ પણ વાંચો : Health: ફક્ત સૂંઘીને જ જાણી શકાશે કે વિટામિન ડીની ઉણપ છે કે નહીં?