Assembly Elections: 2022ના ચૂંટણી ઢંઢેરા માટે ભાજપે જનતા પાસેથી માંગ્યા સૂચનો, કહ્યું- જરૂરિયાતોને સમજવામાં કરશે મદદ
ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે લોકોના સૂચનો લીધા હતા. પાર્ટી ફરી એકવાર એ જ રણનીતિ અપનાવી રહી છે. પાર્ટીએ 2017 માં 403 સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 300 થી વધુ બેઠકો જીતી હતી અને સંપૂર્ણ બહુમતી સરકાર બનાવી હતી.
દરેક પક્ષ પોતાના સ્તરે આગામી વિધાનસભાની ચૂંટણીની (Assembly Election) તૈયારીમાં વ્યસ્ત છે. મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરા) માટે સામાન્ય જનતા પાસેથી સૂચનો લેવાનું શરૂ કર્યું છે અને આ માટે પાર્ટીના નેતાઓ પોસ્ટકાર્ડ અને ટોલ ફ્રી નંબર સાથે યુપીને નંબર વન બનાવવા માટે કામ કરી રહ્યા છે. પાર્ટીના સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી છે.
‘સંકલ્પ પત્ર’ માટે સૂચનો લેવાનું શરૂ
યુપીમાં (Uttar Pradesh) ભાજપના સૂત્રોનું કહેવું છે કે, પાર્ટીએ ‘સંકલ્પ પત્ર’ માટે સૂચનો લેવાનું શરૂ કરી દીધું છે, નેતાઓ સમાજના વર્ગોને મળી રહ્યા છે. વધુમાં, સ્વયંસેવકો તેમના સૂચનો લેવા માટે પોસ્ટ કાર્ડ (Post Card) સાથે દરેક ઘરે જશે અને જો કોઈને મૌખિક રીતે સૂચનો આપવા હોય, તો તેઓ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરી શકે છે. આ સૂચનો ભાજપને લોકોની જરૂરિયાતને સમજવામાં મદદ કરશે અને સમાજના તમામ વર્ગો માટે મેનિફેસ્ટો બનાવવામાં પાર્ટીને મદદ કરશે.
પોસ્ટ કાર્ડમાં લખ્યું હતું કે, તમારા સૂચન આપવા માટે આ પત્ર દ્વારા અમારો સંપર્ક કરો અથવા અમને 7505403403 પર મિસ્ડ કૉલ આપો. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે લોકોના સૂચનો લીધા હતા. પાર્ટી ફરી એકવાર એ જ રણનીતિ અપનાવી રહી છે. પાર્ટીએ 2017 માં 403 સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 300 થી વધુ બેઠકો જીતી હતી અને સંપૂર્ણ બહુમતી સરકાર બનાવી હતી.
ભાજપનો દાવો, 2022માં પણ સફળતા મળશે
ભાજપની ચૂંટણી ઢંઢેરાની સમિતિના સભ્ય ડૉ. પુષ્કર મિશ્રાએ જણાવ્યું હતું કે, પક્ષને લોકોની અપેક્ષાઓના આધારે વિવિધ વર્ગો તરફથી લાખો સૂચનો મળ્યા છે. તેમણે કહ્યું, અમને 2017માં નવીન મેનિફેસ્ટો બનાવીને મોટી સફળતા મળી હતી. અમે આશા રાખીએ છીએ કે અમે 2022માં પણ સફળતા હાંસલ કરીશું કારણ કે ભાજપ લોકોની અપેક્ષાઓ પર આધારિત તેનું ‘સંકલ્પ પત્ર’ તૈયાર કરી રહ્યું છે.
અત્યાર સુધીમાં અમને વિવિધ વિભાગો તરફથી લાખો સૂચનો મળ્યા છે. ઉત્તર પ્રદેશને વિકાસના ધોરણે પ્રથમ સ્થાને લઈ જવા માટે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા 15મી ડિસેમ્બરના રોજ “ઉત્તર પ્રદેશ નંબર 1, સૂચન આપકા, સંકલ્પ હમારા” વિષય પર રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સૂચનો આપવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 403માંથી 312 બેઠકો મળી હતી. સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ને અનુક્રમે 47 અને 19 બેઠકો મળી છે. કોંગ્રેસ માત્ર 7 બેઠકો જીતવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો : UP Assembly Election: યુપી ચૂંટણીમાં શ્રી કૃષ્ણ બાદ હવે મામા કંસની એન્ટ્રી, સીએમ યોગીએ કહ્યું- એસપી કંસના ઉપાસક
આ પણ વાંચો : Telangana: હૈદરાબાદ પહોંચ્યા બાદ રેલીની પરવાનગી ન મળતા જેપી નડ્ડાએ કહ્યું- આ લોકશાહીની વિરુદ્ધ