ત્રિપુરામાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, સેંકડો કોંગ્રેસીઓને કોમ્યુનિસ્ટોએ માર્યા, આજે તેઓ તેમની સાથે ગઠબંધન કર્યું

અંબાસામાં એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે ત્રિપુરામાં ફરીથી ભાજપની સરકાર બનશે. અહીં ડબલ એન્જિન સરકાર રચાશે. તેમણે કહ્યું કે પહેલા ત્રિપુરામાં માત્ર એક જ શબ્દ 'ચંદા' સાંભળવામાં આવતો હતો. તેમણે ત્રણ દાયકા સુધી દાનના નામે લૂંટ ચલાવી હતી જો કે તેઓને લૂંટ ચલાવવાનું લાયસન્સ મળી ગયું હતુ.

ત્રિપુરામાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, સેંકડો કોંગ્રેસીઓને કોમ્યુનિસ્ટોએ માર્યા, આજે તેઓ તેમની સાથે ગઠબંધન કર્યું
Amit ShahImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 4:00 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધી હતી. આ રેલીઓમાં અમિત શાહે ડાબેરીઓ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ચાંદીપુરની રેલીમાં અમિત શાહે કહ્યું કે, ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. ગઠબંધનની રચના થતા જ ડાબેરીઓએ સ્વીકાર્યું કે તે એકલા ભાજપ સામે લડી શકે તેમ નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસની તો શું વાત કરવી, જે સામ્યવાદીઓએ સેંકડો કોંગ્રેસીઓને માર્યા, તે કોંગ્રેસ તેમની સાથે આજે ઇલુ ઇલુ કરી રહી છે.

અમિત શાહે કહ્યું, તમે કોંગ્રેસનું શાસન જોયું છે. તેમણે ત્રિપુરાના કોઈ વિકાસ કર્યો નથી. પહેલા બિપ્લબ દેબ પછી માણિક શાહે ત્રિપુરાના વિકાસને આગળ વધાર્યો. ભાજપે ત્રિપુરાના વિકાસ માટે ગરીબ મધ્યમ વર્ગના યુવાનોને જોડવાનું કામ કર્યું છે. જ્યારે કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓનું કલ્યાણ કર્યું નથી.

આ પણ વાચો: વડાપ્રધાન મોદી બાદ અમિત શાહ મહારાષ્ટ્ર પ્રવાસે, 3 દિવસ સુધી પેટાચૂંટણીમાં ભાજપની રણનીતિ પર કરશે ચર્ચા

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

ગઠબંધન કરતાની સાથે જ હારી જવાના છે

દરેકને સમાન અધિકારની તક કોઈએ આપી તો મોદી સરકારે આપી છે. સામ્યવાદીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરતાની સાથે જ હારી જવાના છે. તે ભાજપ સામે એકલા જીતી શકે નહીં.

ભાજપના 5 વર્ષમાં ત્રિપુરામાં વિકાસ પહોંચ્યો- અમિત શાહ

ઉનાકોટી રેલીમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, શરમ કરો જેણે તમારા કેડરને માર્યા તેની (ડાબેરી) સાથે ઉભા રહો છો. તેમણે કહ્યું, જો ત્રિપુરામાં વિકાસ થયો છે, તો માત્ર અને માત્ર ભાજપના 5 વર્ષમાં વિકાસ થયો છે.

વર્ષ 2025 સુધીમાં ગરીબોને ઘર આપીશું- અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, ત્રિપુરામાં આજે ગુનાખોરીમાં 30 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2025 સુધીમાં અમે ગરીબોને ઘર આપીશું. કોલેજના વિદ્યાર્થીઓને ફ્રી સ્કૂટી આપશે. ભાજપ જે કહે છે તે કરે છે. ભાજપ સરકાર બન્યા બાદ ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. અમે વાંસની ખેતીને આગળ વધારીશુ.

વિપક્ષીઓએ વિકાસ અટકાવ્યો- પીએમ મોદી

અંબાસામાં એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે ત્રિપુરામાં ફરીથી ભાજપની સરકાર બનશે. અહીં ડબલ એન્જિન સરકાર રચાશે. તેમણે કહ્યું કે પહેલા ત્રિપુરામાં માત્ર એક જ શબ્દ ‘ચંદા’ સાંભળવામાં આવતો હતો. તેમણે ત્રણ દાયકા સુધી દાનના નામે લૂંટ ચલાવી હતી જો કે તેઓને લૂંટ ચલાવવાનું લાયસન્સ મળી ગયું હતુ. અમે ત્રિપુરાના લોકોને તેવા લોકોથી મુક્ત કર્યા છે. પીએમએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓએ અહીં વિકાસ અટકાવ્યો હતો. ત્યારે હવે ત્રિપુરામાં ફરીથી ભાજપની સરકાર બનશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">