રાજસ્થાનમાં ભાજપ નવા ચહેરાને આપશે નેતૃત્વ ? જાણો કોણ કોણ છે CM પદની રેસમાં
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં એક તરફ વસુંધરા રાજેનું નામ ચાલી રહ્યુ છે. બીજી તરફ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી અને ગજેન્દ્ર સિંહ શેખાવત, અશ્વિની વૈશ્નવના નામ આગળ છે. સુત્રો જણાવે છે કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ લોકસભાની ચૂંટણી પહેલા નવા ચહેરા પર દાવ લગાવવાના મૂડમાં છે. ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકુમારી દિયા કુમારીને મહત્વ આપ્યું હતું અને કહ્યું હતું કે પાર્ટીને રાજસ્થાનમાં વસુંધરા રાજે માટે ઉમેદવાર મળી ગયો છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યુ છે. ચૂંટણીમાં 74 ટકાનું બમ્પર વોટિંગ થયુ હતુ. ત્યારે જ રાજસ્થાનમાં પાંચ વર્ષ પછી સરકાર બદલવાની પરંપરા ચાલુ રહેવાના સંકેત મળી ગયા હતા. ભાજપે પહેલેથી જ વિધાનસભાની ચૂંટણીમાં ઘણા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે અને સંકેત આપ્યો છે કે રાજસ્થાનને દસ વર્ષ પછી નવું નેતૃત્વ મળી શકે છે.
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં એક તરફ વસુંધરા રાજેનું નામ ચાલી રહ્યું છે. બીજી તરફ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી અને ગજેન્દ્ર સિંહ શેખાવત, અશ્વિની વૈષ્ણવના નામ આગળ છે. સુત્રો જણાવે છે કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ લોકસભાની ચૂંટણી પહેલા નવા ચહેરા પર દાવ લગાવવાના મૂડમાં છે. ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકુમારી દિયા કુમારીને મહત્વ આપ્યું હતું અને કહ્યું હતું કે પાર્ટીને રાજસ્થાનમાં ઉમેદવાર મળી ગયો છે.
તો ભાજપ નવા નવા બદલાવ કરવા માટે જાણીતુ છે. તેમણે અગાઉ અશ્વિની વૈષ્ણવ રાજકારણી ન હોવા છતા તેમને મંત્રી પદ આપ્યુ હતુ. તો અન્ય ઘણી કિસ્સાઓ પણ છે કે કોઇ દાવેદાર તરીકે જ ન હોય છતા પણ તેમને પદ આપ્યુ હોય, ત્યારે રાજસ્થાનમાં પણ આવુ જ કઇક થવાના સંકેત જોવા મળી રહ્યા છે.
રાજસ્થાનમાં ભાજપને નવું નેતૃત્વ કેમ જોઈએ છે?
ભાજપના નેતાઓનું કહેવું છે કે પાર્ટી માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક નવું નેતૃત્વ સ્થાપિત કરવા માગે છે, જે આગામી 25 વર્ષ સુધી નેતૃત્વ કરી શકે. 2024ની લોકસભા ચૂંટણી પછી ભાજપને રાજ્યોમાં મજબૂત નેતૃત્વની જરૂર પડશે, તેથી યુવા નેતાઓમાં શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. ભૈરો સિંહ શેખાવતે પણ 76 વર્ષની ઉંમરે રાજસ્થાનની જવાબદારી યુવા નેતાઓને સોંપી હતી. જ્યારે વસુંધરા રાજેએ કમાન સંભાળી ત્યારે તેઓ લગભગ 51 વર્ષના હતા. હવે તે 71 વર્ષના છે અને ફરી વાર રાજસ્થાનમાં યુવા નેતૃત્વને કમાન સોંપવાનો વારો આવ્યો છે.
દિયા કુમારી અને રાજ્યવર્ધન સિંહ રાઠોડ એવા યુવા ચહેરા છે જે ભવિષ્ય માટે વચન બતાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે RSS પણ ભાજપમાં યુવા ચહેરાઓને આગળ લાવવાના પક્ષમાં છે. સવાલ એ છે કે જો રાજસ્થાનમાં 3 ડિસેમ્બર પછી સરકાર બદલાશે તો વસુંધરા રાજેને શું ભૂમિકા મળશે? પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાના સમર્થન વિના સરકાર કેવી રીતે ચાલશે? વસુંધરાને સંગઠનમાં મોટી જવાબદારી આપીને સંતોષ થશે તેવી ચર્ચા છે. તેઓ 2024ની લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ કરી શકે છે.
વસુધરા CMના ચહેરા તરીકે પહેલી પસંદ કેમ નહીં ?
2013ની વિધાનસભા ચૂંટણી દરમિયાન વસુંધરા રાજે અને નરેન્દ્ર મોદી વચ્ચે અંતર વધવા લાગ્યું હતુ. 2013ની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત બાદ સમર્થકોએ વસુંધરાને જીત અપાવી હતી. જ્યારે તે ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો જાદુ કામ કરી ગયો હતો. મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોના નેતાઓ જીતનો શ્રેય નરેન્દ્ર મોદીને આપી રહ્યા હતા.
જો કે 2014માં વસુંધરા રાજેએ ફરી એક ભૂલ કરી. લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનની તમામ 25 લોકસભા બેઠકો જીતી હતી. જ્યારે મોદી લહેરમાં મોટી જીતનો અર્થ સમજાવવામાં આવ્યો ત્યારે વસુંધરા રાજેએ તેનો શ્રેય સામૂહિક નેતૃત્વને આપ્યો હતો.તેમણે જીતનો શ્રેય નરેન્દ્ર મોદીને આપવાનું ટાળ્યું હતું. એવું કહેવાય છે કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી કેબિનેટની રચના કરી રહ્યા હતા, ત્યારે વસુંધરા રાજેએ તેમને તેમના સમર્થકોના નામ મોકલ્યા હતા. ત્યારબાદ તેમણે નરેન્દ્ર મોદી પર તેમના સમર્થકોને કેન્દ્રમાં મંત્રી બનાવવા માટે દબાણ કર્યું હતુ.
આ પણ વાંચો- ભાજપના ઉમેદવાર અને રાજવી પરિવારના દિયા કુમારીની કેવી રહી જીવન સફર, જુઓ ફોટો
જ્યારે વસુંધરા શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી ન હતી અને દિલ્હીના બિકાનેર હાઉસમાં બેસી રહી હતી, ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. આ પછી બંને નેતાઓ વચ્ચે મતભેદ શરૂ થયો. આમ છતાં વસુંધરા જે મક્કમ રહી અને લડતી રહી. તેના સમર્થનના આધારને કારણે રાજસ્થાનમાં સુસંગત રહી.
