Punjab Assembly Election 2022: CM Channiના ભાઈને ન મળી કોંગ્રેસની ટિકિટ, હવે પાર્ટી વિરુદ્ધ માંડશે મોરચો
સીએમના ભાઈને ન મળી ટિકિટ: કોંગ્રેસે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નાના ભાઈ ડૉ. મનોહર સિંહને ટિકિટ આપવાનો ઈનકાર કર્યો છે. જે બાદ મુખ્યમંત્રીના નાના ભાઈ, ડૉ મનોહર સિંહે જાહેરાત કરી કે તેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
Punjab Assembly Elections 2022: કોંગ્રેસે (Congress) પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના (Charanjit Singh Channi) નાના ભાઈ ડૉ.મનોહર સિંહને ટિકિટ આપવાનો ઈનકાર કર્યો છે. આ પછી મુખ્યમંત્રીના નાના ભાઈ, ડૉ.મનોહર સિંહે (Dr Mahohar Singh) જાહેરાત કરી કે તેઓ બસ્સી પઠાણા મતવિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી પ્રથમ યાદીમાં કોંગ્રેસે ફતેહગઢ સાહિબ જિલ્લાના બસ્સી પઠાણાના(Bassi Pathana) વર્તમાન ધારાસભ્ય ગુરપ્રીત સિંહ જીપીને ઉમેદવાર જાહેર કર્યા. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ એક પરિવારના એક જ સભ્યને ચૂંટણી ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.
સીએમ ચન્નીના નાના ભાઈ મનોહરે કેટલીક પંજાબી વેબ ચેનલોને જણાવ્યું કે ચન્નીએ તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે. પરંતુ મનોહરે કહ્યું ‘હું આજે સવારે (રવિવારે) મારા ભાઈ (CM Channi)ને મળ્યો હતો. મેં તેમને કહ્યું કે મારે જનતા સાથે જવું છે અને તેઓ ઈચ્છે છે કે હું અપક્ષ ચૂંટણી લડું. પરિવારનું કોઈ દબાણ નથી. મારો નિર્ણય માત્ર લોકોની ઈચ્છા અને લોકોની સેવા કરવાનો છે. જણાવી દઈએ કે ડો. મનોહર સિંહ મોહાલીની ખરર સિવિલ હોસ્પિટલમાં વરિષ્ઠ મેડિકલ ઓફિસર (SMO) તરીકે તૈનાત હતા, પરંતુ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
હું અપક્ષ તરીકે ચૂંટણી લડીશ – ડૉ.મનોહર સિંહ
ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભાઈ ડૉક્ટર મનોહર સિંહે કહ્યું કે, હું બસ્સી પઠાણા સીટ માટે દાવેદાર હતો, પરંતુ પાર્ટી (કોંગ્રેસ)એ ટિકિટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ, મે આવું 2007માં પણ કર્યું અને ચૂંટણી જીતી હતી.
Punjab | I was a contender for the Bassi Pathana seat, but the party(Congress) has denied the ticket. I will contest the election as an independent candidate, I did the same in 2007 and won the election: Dr Manohar Singh Bassi, brother of Punjab CM Charanjit Singh Channi pic.twitter.com/XuzQIXQolI
— ANI (@ANI) January 16, 2022
કોંગ્રેસે 86 બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 86 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ (SC)થી ચૂંટણી લડશે, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી ચૂંટણી લડશે.
ઉમેદવારોની યાદીમાં સુખજિન્દર રંધાવા, પ્રતાપ બાજવા સહિત અનેક દિગ્ગજોના નામ સામેલ છે. મોગાથી ધારાસભ્ય હરજોત કમલની જગ્યાએ સોનુ સૂદ (Sonu Sood)ની બહેન માલવિકા સૂદને (Malvika Sood) ટિકિટ આપવામાં આવી છે જે બાદ હરજોત કમલે (Harjot Kamal) તરત જ પાર્ટી સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં સામેલ થઈ ગયા.
આ પણ વાંચો: Republic Day 2022: હવે 23 જાન્યુઆરીથી શરૂ થશે ગણતંત્ર દિવસની ઉજવણી, જાણો કારણ