Punjab Assembly Election: જો પંજાબમાં ‘આમ આદમી પાર્ટી’ની સરકાર બની, તો હરપાલ સિંહ ચીમાને મળી શકે છે ડેપ્યુટી સીએમ પદ

|

Mar 10, 2022 | 9:18 AM

Harpal Singh Cheema: પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે. જો રાજ્યમાં AAPની સરકાર બને છે તો હરપાલ સિંહ ચીમાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે.

Punjab Assembly Election: જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની, તો હરપાલ સિંહ ચીમાને મળી શકે છે ડેપ્યુટી સીએમ પદ
punjab assembly election results 2022

Follow us on

પંજાબ એસેમ્બલી (Punjab Assembly Election Results 2022) ની 117 સીટો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજકીય પક્ષોએ પણ સવારથી જ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) નેતા હરપાલ સિંહ ચીમા (Harpal Singh Cheema) ચર્ચામાં છે. જો પંજાબમાં AAPની સરકાર બને છે, તો ચીમાને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવી શકે છે. પરિણામો જાહેર થતાં પહેલાં તેમણે કહ્યું કે, AAP રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે અને એક્ઝિટ પોલ પર શંકા કરવાનું કોઈ કારણ નથી.

આમ આદમી પાર્ટીના નેતા હરપાલ સિંહ ચીમા પંજાબ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે અને સિંગુર જિલ્લાના દિરબા વિધાનસભા (Dirba Assembly constituency) મતવિસ્તારના ધારાસભ્ય છે. ચીમા 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા AAPમાં જોડાયા હતા. ત્યારબાદ 2017ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે દિરબા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. તે પ્રખ્યાત પંજાબી કબડ્ડી ખેલાડી ગુલઝાર સિંહ મૂનક સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. મૂનક શિરોમણિ અકાલી દળની ટિકિટ પર ચૂંટણી લડી હતી.

એકવાર ફરી દિરબાથી લડી રહ્યા છે ચૂંટણી

હરપાલ સિંહ ચીમાએ આ બેઠક પર મૂનક અને કોંગ્રેસના નેતા અજાયબ સિંહ રોટલાનને હરાવીને જીત મેળવી હતી. હવે તેઓ ફરી એકવાર એ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચીમા વ્યવસાયે વકીલ છે. ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા ચીમાએ પંજાબમાં આમ આદમી પાર્ટીને સત્તામાં આવતા રોકવા માટે વિરોધી પક્ષો પર હાથ મિલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કેપ્ટન અમરિંદર સિંહ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બેઠકને પંજાબ સાથેની છેતરપિંડી ગણાવી

હરપાલ સિંહ ચીમાએ શાહ સાથે આ બંને નેતાઓની મુલાકાતને પંજાબ સાથે વિશ્વાસઘાત ગણાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, આવી બેઠકોનો એક જ એજન્ડા હોય છે, આમ આદમી પાર્ટીને સત્તામાં આવતા રોકવાનો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું, ‘એક્ઝિટ પોલના પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે પંજાબમાં AAPની સરકાર બનવા જઈ રહી છે. પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ એકબીજાને મળી રહ્યા છે. તેમનો એક જ હેતુ છે, અને તે છે AAPને સત્તામાં આવતા રોકવાનો.

આ પણ વાંચો: Punjab Election 2022: પંજાબમાં 66 જગ્યાએ થશે મતગણતરી,આ છ દિગ્ગજ નેતાઓના ભાવિનો થશે ફેંસલો

આ પણ વાંચો: Punjab Election Exit Poll Result 2022: દિલ્હી બાદ આમ આદમી પાર્ટી પંજાબમાં કરશે કમાલ ? જાણો કોંગ્રેસ અને ભાજપને મળશે કેટલી સીટ

Next Article