AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Election 2022: પ્રોપર્ટી માટે માતાને કરી બેઘર- Navjot Singh Sidhu પર NRI બહેનના ગંભીર આરોપ

સુમન તૂરે કહ્યું કે નવજોત સિદ્ધુ ખૂબ જ ક્રૂર છે. તેણે કહ્યું કે 1986માં જ્યારે તેના પિતા ભગવંત સિદ્ધુનો ભોગ સમારોહ યોજાયો હતો, ત્યારે સિદ્ધુએ તેને અને તેમની માતાને તરત જ ઘરની બહાર કાઢી મૂક્યા હતા.

Punjab Election 2022: પ્રોપર્ટી માટે માતાને કરી બેઘર- Navjot Singh Sidhu પર NRI બહેનના ગંભીર આરોપ
Navjot Singh Sidhu(File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 4:20 PM
Share

પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Elections 2022) પહેલા કોંગ્રેસના (Congress) પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) વિવાદમાં ફસાયા છે. અમેરિકામાં રહેતા સિદ્ધુની બહેન ડૉ.સુમન તૂરે (Suman Tur) તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે પિતા ભગવંત સિદ્ધુના મૃત્યુ બાદ ભાઈ સિદ્ધુએ માતા નિર્મલ ભગવંત અને બહેનોને ઘરમાંથી કાઢી મૂકી હતી. સિદ્ધુએ લોકોને ખોટું કહ્યું કે જ્યારે તે (સિદ્ધુ) બે વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. સુમન તૂરે કહ્યું કે તેની માતાનું દિલ્હી રેલ્વે સ્ટેશન પર લાવારસ હાલતમાં મૃત્યુ થયું હતું. સુમન તૂરે કહ્યું કે તે આ મુદ્દે નવજોત સિદ્ધુને તેમના અમૃતસરના ઘરે મળવા ગઈ હતી પરંતુ તેણે ગેટ ખોલ્યો ન હતો. તેમને વોટ્સએપ પર પણ બ્લોક કરી દીધા.

સુમન તૂરે કહ્યું કે નવજોત સિદ્ધુ ખૂબ જ ક્રૂર છે. તેણે કહ્યું કે 1986માં જ્યારે તેના પિતા ભગવંત સિદ્ધુનો ભોગ સમારોહ યોજાયો હતો, ત્યારે સિદ્ધુએ તેને અને તેમની માતાને તરત જ ઘરની બહાર કાઢી મૂક્યા હતા. સુમને કહ્યું કે તેની માતાએ પોતાની છબી બચાવવા માટે દિલ્હીના ચક્કર લગાવ્યા અને અંતે તે દિલ્હી રેલ્વે સ્ટેશન પર લાવારિસની જેમ મૃત્યુ પામી. સુમન તૂરે કહ્યું કે સિદ્ધુએ આ બધું પ્રોપર્ટી માટે કર્યું હતું.

પિતાના મૃત્યુ બાદ સિદ્ધુએ માતાને ઘરમાંથી કાઢી મૂકી હતી

NRI બહેને વધુમાં કહ્યું કે નવજોત સિદ્ધુની સાસુ જસવીર કૌરે અમારું ઘર બરબાદ કર્યું છે. હું ક્યારેય મારા પૈતૃક ઘરે પાછી જઈ શકી નહીં. અમેરિકાના ન્યુયોર્કમાં રહેતી નવજોત સિદ્ધુની બહેન સુમન તૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે આટલા વર્ષો પછી ચૂંટણી સમયે તે આક્ષેપો કેમ કરી રહી છે, તો તેણે કહ્યું કે હું આ લેખ એકત્રિત કરવા માંગતી હતી, જેમાં નવજોત સિદ્ધુએ મારા માતા અને પિતા અલગ થવાનું નિવેદન આપવામાં આવ્યું છે.

તેણે કહ્યું કે સિદ્ધુએ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. હવે જ્યારે તેને તે લેખ મળ્યો ત્યારે તેણે પહેલા સિદ્ધુને મળવાનું કહ્યું. તે સિદ્ધુને તેની માતા વિશે કહેલી વાતો માટે જાહેરમાં માફી માંગવા માંગતી હતી, પરંતુ તેણે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. નવજોત સિંહ સિદ્ધુ પર તેમની બહેન સુમન દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર સિદ્ધુની પત્ની નવજોત કૌરે કહ્યું કે સિદ્ધુના પિતાના બે લગ્ન છે અને તેમની પહેલી પત્નીથી તેમને 2 દીકરીઓ હતી. તેઓ અને સિદ્ધુ તેમના વિશે કશું જાણતા નથી.

આ પણ વાંચો:

Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ

આ પણ વાંચો:

UP Assembly Election 2022: CM યોગી આદિત્યનાથે કોને કહ્યું જિન્નાના પૂજક ? કહ્યું- પાકિસ્તાન તેમને વહાલું છે.

g clip-path="url(#clip0_868_265)">