Punjab Assembly Election 2022: કોંગ્રેસ આજે પંજાબના મુખ્યમંત્રી ચહેરાની કરશે જાહેરાત, સિદ્ધુએ કહ્યું- એક પ્રામાણિક અને દૂરંદેશી નેતાને મુખ્યમંત્રી બનાવો
કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે તેની જાહેરાત આજે થશે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ તરફથી વર્તમાન સીએમ ચરણજીત સિંહ ચન્નીને (Charanjit Singh Channi) મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસના પંજાબ એકમના અધ્યક્ષ અને વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Assembly Election 2022) માટે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર નવજોત સિંહ સિદ્ધુએ શનિવારે કહ્યું કે કોંગ્રેસ જેનું નામ મુખ્યમંત્રી પદ માટે ફાઈનલ કરશે તેમની પાસે જ સંપૂર્ણ શક્તિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેના પર લોકોને વધુ વિશ્વાસ હશે તે 117 સભ્યોની વિધાનસભા બેઠકોમાંથી 60 પર ધારાસભ્યોને નિશ્ચિત કરી શકશે. સિદ્ધુએ કહ્યું કે મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરશે કે 60 ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટાય છે કે નહીં.
સિદ્ધુ 20 ફેબ્રુઆરી અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી માટે પાર્ટીના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરી તેના એક દિવસ પહેલા જ તેમનું નિવેદન આવ્યું છે. સિદ્ધુએ અમૃતસરમાં એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું, “ચૂંટાયેલા નેતા પાસે સંપૂર્ણ સત્તા હશે. રાજ્ય પિરામિડ જેવું છે. એક સારો નેતા તેને ટોચ પર લાવશે યાદ રાખો, જો ચોરોને ટોચ પર મૂકવામાં આવશે, તો રાજ્ય નાદાર થઈ જશે. તેથી આ વખતે એક પ્રામાણિક અને દૂરંદેશી નેતાને મુખ્યમંત્રી બનાવો.
‘ક્યારેય સત્તાનો ઉપાસક નથી રહ્યો’ – સિદ્ધુ
તેમણે એમ પણ કહ્યું કે એ જ વ્યક્તિ 60 ઉમેદવારોને ધારાસભ્ય તરીકે ચૂંટવાની ખાતરી આપી શકે છે. જેની પાસે પંજાબ માટે રોડમેપ છે અને લોકો જેના પર વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું કે તેઓ ક્યારેય સત્તાના ઉપાસક નથી. સિદ્ધુએ કહ્યું, ‘પરંતુ આજે પંજાબે એક મોટી વાત નક્કી કરવાની છે. જો 60 ધારાસભ્યો હશે તો એક વ્યક્તિ મુખ્યમંત્રી બનશે. 60 ધારાસભ્યોની વાત કોઈ કરતું નથી. સરકાર કયા રોડમેપ પર બનશે તેની વાત કોઈ કરતું નથી.
કોંગ્રેસના સીએમ ચહેરાની આજે જાહેરાત થશે
તેમણે પુનરોચ્ચાર કર્યો કે તેમનું મોડેલ રાજ્યને આગળ લઈ જઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “આ સિદ્ધુનું મોડલ નથી પરંતુ રાજ્યનું મોડલ છે અને જો કોઈની પાસે આનાથી વધુ સારું મોડલ હશે તો તે સ્વીકારશે.” સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ તરફથી વર્તમાન સીએમ ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે.
આ પણ વાંચો : Goa Election: ચૂંટણી પ્રચાર માટે નીકળેલી સ્મૃતિ ઈરાનીની છલકાઈ ઉઠી માનવતા, એક્સીડેંટમાં ઘાયલ છોકરીને હોસ્પિટલ પહોંચાડી
આ પણ વાંચો : Gorakhpur: લેડી ડોને CM યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને ઉડાવી દેવાની આપી ધમકી, પોલીસ તપાસમાં લાગી