AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવંત માન પંજાબમાં AAPના મુખ્ય પ્રધાનપદનો ચહેરો હશે, અરવિંદ કેજરીવાલે લોકોના સૂચનો પછી કરી જાહેરાત

Punjab Assembly Election: ભગવંત માન પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. અરવિંદ કેજરીવાલે તેમના નામની જાહેરાત કરી છે.

ભગવંત માન પંજાબમાં AAPના મુખ્ય પ્રધાનપદનો ચહેરો હશે, અરવિંદ કેજરીવાલે લોકોના સૂચનો પછી કરી જાહેરાત
Bhagwat Maan (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 2:49 PM
Share

આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબના મુખ્યમંત્રી (Punjab Elections) પદના ઉમેદવાર તરીકે ભગવંત માનનું (Bhagwant Mann) નામ પસંદ કર્યું. મોહાલીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) લોકો દ્વારા કરવામાં આવેલા કુલ વોટિંગના આધારે જાહેર કરાયેલા નંબર હેઠળ ભગવંત માનના નામ પર મહોર લગાવી હતી. પંજાબમાં 21 લાખ લોકોએ ફોન અને વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ ટેલિવોટમાં ભગવંત માનના નામ પર મહત્તમ લોકોએ સહમતિ દર્શાવી હતી. તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રથમ પસંદગી હતા.

સૌથી વધુ અભિપ્રાય માન માટે

અહીં નોંધનીય બાબત એ છે કે કુલ 21 લાખ 59 હજાર 437 લોકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આમાંથી કેટલાક લોકોએ અરવિંદ કેજરીવાલના નામ પર પોતાની પસંદગીની નોંધણી પણ કરાવી હતી, પરંતુ તે મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. બાકીના 93 ટકા લોકોએ ભગવંત માનનું નામ પસંદ કર્યું. 3.6 ટકા લોકોએ નવજોત સિંહ સિદ્ધુનું નામ પસંદ કર્યું.

ટેલિવોટિંગ માટે જાહેર કરાયેલા નંબર પર કોઈના નામનો વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. જો કોઈ વ્યક્તિએ તેમની પસંદગીની નોંધણી કરાવવી હોય તેમણે, તેણે કૉલ પર બીપ પછી, એસએમએસ દ્વારા અથવા વોટ્સએપ પર મેસેજ કરીને નામ જણાવવુ પડતું હતું. આ રીતે મળેલા ડેટા દ્વારા સીએમના ચહેરાની જાહેરાત કરવામાં આવી છે.

પંજાબમાં  એકમાત્ર AAP દ્વારા  મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત  અરવિંદ કેજરીવાલે કહ્યું કે તે સ્પષ્ટ છે કે AAP પંજાબની ચૂંટણી જીતશે. એક રીતે, મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કરાયેલ વ્યક્તિ પંજાબના આગામી મુખ્યમંત્રી હશે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત બાદ AAPનો ઉત્સાહ બેવડાયો છે. 48 વર્ષીય ભગવંત માન સંગરુરથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે અને પાર્ટીના રાજ્ય એકમના વડા છે. ખરેખર, AAPના ‘જનતા ચૂંટશે આપના સીએમ’ અભિયાન હેઠળ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષોમાં, AAP એકમાત્ર સંગઠન છે જેણે તેના મુખ્ય પ્રધાનપદના ચહેરાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ

Punjab Elections: આ સમુદાય 22 સીટો પર જીત અને હાર વચ્ચે ઉભો છે જેના કારણે પંજાબની ચૂંટણીની તારીખ બદલાઈ ગઈ

આ પણ વાંચોઃ

Punjab Assembly Election 2022: શું ચન્ની બનશે પંજાબના સીએમ? કોંગ્રેસે સોનુ સૂદનો વીડિયો પોસ્ટ કરીને આપ્યો મોટો સંકેત

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">