મુખ્યમંત્રી પદ માટે આજે શપથ ગ્રહણ કરશે મમતા, પરંતુ 6 મહિનામાં ના થયું આ કામ તો છોડવું પડશે પદ

2 મેના રોજ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ જ સાદગી સાથે શપથ લેવાના કાર્યક્રમની ઘોષણા કરી હતી. એ મુજબ મમતા બેનર્જીની આજે શપથવિધિ યોજાવાની છે.

  • tv9 webdesk37
  • Published On - 9:27 AM, 5 May 2021
મુખ્યમંત્રી પદ માટે આજે શપથ ગ્રહણ કરશે મમતા, પરંતુ 6 મહિનામાં ના થયું આ કામ તો છોડવું પડશે પદ
મમતા બેનર્જી

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સુપ્રીમો મમતા બેનર્જી 5 મે એટલે કે આજે સવારે રાજભવન ખાતે એક નાના સમારોહ દરમિયાન મુખ્યમંત્રી પદના શપથ લેશે. એક અહેવાલ અનુસાર એક સરકારી અધિકારીએ માહિતી આપી છે કે કે રાજ્યમાં વધી રહેલા કોરોનાના કારણે શાપત વિધિનો સમારોહ સાદાઈથી કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ મમતા બેનર્જી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. 2 મેના રોજ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ જ સાદગી સાથે શપથ લેવાના કાર્યક્રમની ઘોષણા કરી હતી.

અધિકારીએ મંગળવારે કહ્યું કે આ સમારોહ માટે પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, વિપક્ષી નેતા અબ્દુલ મન્નાન અને સીપીઆઈ-એમના દિગ્ગજ નેતા બિમાન બોઝને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. તેમજ ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઈ અધ્યક્ષ સૌરભ ગાંગુલીને પણ આમંત્રણ અપાયું છે. સવારે 10.45 વાગ્યે શરૂ થતાં આ સમારોહ માટે અન્ય રાજ્યના મુખ્ય પ્રધાન અને રાજકારણીને કોરોના રોગચાળાના કારણે આમંત્રિત કરવામાં આવ્યા નથી.

અધિકારીએ કહ્યું કે બુધવારે માત્ર મમતા બેનર્જી ટીએમસી વતી શપથ લેશે. તેમના મંત્રીમંડળના અન્ય પ્રધાનો પછીથી શપથ લેશે. ટીએમસી સૂત્રોએ જણાવ્યું હતું કે, સમારોહમાં મમતાના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને ટીએમસી નેતા ફિરહદ હકીમ પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શપથ લીધા પછી તરત જ મમતા બેનર્જી રાજ્ય સચિવાલય જશે, જ્યાં તેમને કોલકાતા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

ચૂંટણી હારીને પણ બની શકાય છે મુખ્યમંત્રી? શું છે નિયમ?

તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે મમતા ચૂંટણી હારી ગયા બાદ કઈ રીતે મુખ્યમંત્રી બની શકે એમ છે. મુખ્યમંત્રી બનવા માટે વિધાનસભા અથવા ધારાસભાના સભ્યના સભ્ય હોવું જરૂરી છે. પરંતુ જો વિધાનસભા અથવા વિધાનમંડળના સભ્ય ન હોય તો, શપથ લીધાના છ મહિનાની અંદર સભ્ય બનવું જરૂરી છે. નિયમો અનુસાર ધારાસભ્ય વિના મુખ્યમંત્રીના શપથ લઈ શકાય છે.

આ પછી મુખ્ય પ્રધાનને છ મહિનાનો સમય મળે છે. તેમના માટે આ નિયત સમયમર્યાદામાં વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું ફરજિયાત છે. એટલે મમતાએ છ મહિનામાં વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું પડશે. જો આમ નહીં થાય તો મુખ્યમંત્રી પદ છોડવું પડશે.

 

આ પણ વાંચો: PM Kisan : કેમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ રકમ , જાણો શું છે કારણ

આ પણ વાંચો: ચીની કંપનીના રોકાણના કારણે Zomato ના IPO સામે સંકટના વાદળ ઘેરાયા , જાણો શું છે મામલો