ચીની કંપનીના રોકાણના કારણે Zomato ના IPO સામે સંકટના વાદળ ઘેરાયા , જાણો શું છે મામલો
ભારતીય શેર માર્કેટ(Share Market)માં આવનારી ફૂડ ડિલીવરી એપ ઝોમેટોનો આઈપીઓ(Zomato IPO) પર સંકટના વાદળ ઘેરાયા છે.
ભારતીય શેર માર્કેટ(Share Market)માં આવનારી ફૂડ ડિલીવરી એપ ઝોમેટોનો આઈપીઓ(Zomato IPO) પર સંકટના વાદળ ઘેરાયા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ઝોમેટોના આઈપીઓ ડ્રાફ્ટની સમીક્ષા હાથ ધરી છે. ઝોમેટો પર કોનું નિયંત્રણ છે અને તેનું સ્વરૂપ કેવું છે? તેની સેબીએ તપાસ શરૂ કરી છે.
ચીનના અબજોપતિ ઉદ્યોગપતિ જેક માના એન્ટ ગ્રુપનો તેમાં 23 ટકા હિસ્સો છે. એમ પણ જાણવા પ્રયાસ કરાઈ રહ્યો છે કે શેરનાલિસ્ટિંગ પછી એન્ટ ગ્રુપને કેટલા બોનસ શેર અથવા રાઇટ ઇશ્યૂ આપવામાં આવશે. ચીનના સંબંધમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) નિયમ હેઠળ તેને મંજૂરીની જરૂર પડશે કે નહીં?
સેબીએ તપાસ શરૂ કરી સૂત્રોના જણાવ્યા અનુસાર સેબી એ તપાસી રહી છે કે શું ઝોમેટોનું નિયંત્રણ ચીનના રોકાણકારોના હાથમાં તો નથી. વિદેશી રોકાણને કારણે તે જોવામાં આવી રહ્યું છે કે તેને વર્તમાન સિસ્ટમ હેઠળ પરવાનગીની જરૂર છે કે નહિ? ઝોમેટો તરફથી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી. ભારતીય કંપનીઓમાં પડોશી દેશોના FDI રોકાણોને રોકવાના સરકારના પગલાઓને ધ્યાનમાં રાખીને આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. હકીકતમાં કોરોના મહામારી દરમિયાન સ્થાનિક કંપનીઓના મૂલ્યાંકનમાં ઘટાડાની તકનો લાભ લઈને કંપનીઓના સંપાદનને રોકવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. કોરોના પછી 7 પડોશી દેશોના રોકાણનું પ્રથમ મૂલ્યાંકન કરવામાં આવે છે.
જોકે કોઈ નિશ્ચિત મર્યાદા નથી તેમ છતાં ચીની કંપનીઓ ભારતમાં લિસ્ટેડ કંપનીઓમાં હજી 10 ટકા હિસ્સો ખરીદી શકે છે. પરંતુ ચીન સહિત સાત દેશોના આવા રોકાણનું મૂલ્યાંકન સરકાર પહેલા કરશે. એફડીઆઇ નિયમન વાણિજ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવે છે જ્યારે વિદેશી પોર્ટફોલિયોના રોકાણને સેબી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
જેક મા નું એન્ટ ગ્રુપ ઝોમેટોનો બીજો સૌથી મોટો રોકાણકાર એન્ટ ફાયનાન્શીયલ યર 2018 થી ઝોમેટોમાં રોકાણકાર છે. તે ઝોમાટોમાં બીજા ક્રમે સૌથી મોટા રોકાણકાર છે. કંપનીમાં તેનું આશરે 3,243 કરોડ રૂપિયાનું રોકાણ છે. 2018 માં તેણે ઝોમોટોમાં 14.7 ટકા હિસ્સો ખરીદ્યો હતો બાદમાં તેનો હિસ્સો વધીને 23 ટકા થયો છે. જાન્યુઆરી 2020 માં ઝોમાટોએ એન્ટથી ૧૫ કરોડ ડોલર એકત્રિત કર્યા હતા.
ઝોમેટોનો IPO 8250 કરોડ રૂપિયાનો છે ઝોમાટો આઇપીઓ દ્વારા રૂ8,250 કરોડ એકત્ર કરવાની યોજના છે. તે દેશનું પ્રથમ ગ્રાહક આધારિત ઇન્ટરનેટ સ્ટાર્ટઅપ છે જે લિસ્ટિંગની તૈયારી કરી રહ્યું છે. આ આઈપીઓમાં 7500 કરોડના નવા ઇક્વિટી શેરની ઓફર કરવામાં આવશે. બીજી તરફ ઇન્ફો એજ (ઇન્ડિયા) લિમિટેડ તરફથી 750 કરોડ રૂપિયાની વેચાણ ઓફર મળશે. કંપનીએ જણાવ્યું હતું કે ફ્રેશ શેરના વેચાણથી મળેલી રકમ એક્વિઝિશન સહિતના વિસ્તરણ યોજનાઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.