AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan : કેમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ રકમ , જાણો શું છે કારણ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM Kisan Yojana)નો હપ્તો સામાન્ય રીતે 20 એપ્રિલ સુધીમાં આવે છે પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે.

PM Kisan : કેમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ રકમ , જાણો શું છે કારણ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
| Updated on: May 05, 2021 | 8:33 AM
Share

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM Kisan Yojana)નો હપ્તો સામાન્ય રીતે 20 એપ્રિલ સુધીમાં આવે છે પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે. આપને જણાવી દઈએ કે ટૂંક સમયમાં સરકાર તમારા ખાતાઓમાં 2000 રૂપિયા ક્રેડિટ કરવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. ૮ માં હપ્તા માટે પૈસા ટૂંક સમયમાં મળશે. જો કે આ હપતા મોકલવામાં મોડુ થઈ ગયું છે. માહિતી મળી રહી છે કે આ હપ્તાની રકમ ચાલુ મહિનામાં મળી શકે છે.

કેમ પૈસા મળવામાં મોડું થયું છે ? કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કોરોના કટોકટીના કારણે આ વખતે હપ્તામાં વિલંબ થઈ રહ્યો છે આ સિવાય તેનો લાભ મેળવનારા અયોગ્ય ખેડૂતો પાસેથી પૈસા વસૂલવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી લગભગ 19,000 કરોડની રકમ પ્રથમ હપ્તા તરીકે લગભગ 9.5 કરોડ ખેડુતોને આપવામાં આવશે.

ક્યારે ખાતામાં પૈસા આવશે? 8 માં હપ્તાની રકમ પહેલી એપ્રિલથી મળવાની શરૂઆત થવાની હતી પરંતુ હજી સુધી તે ખેડૂતોના ખાતામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 10 મે સુધીમાં ખેડૂતોના ખાતામાં જોવા મળી શકાશે. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

લિસ્ટમાં આ પ્રમાણે તમારું નામ તપાસો 1. સૌ પ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે.

2. તેના હોમપેજ પર તમે Farmers Cornerનો વિકલ્પ જોશો.

3. Farmers Corner વિભાગની અંદર તમારે Beneficiaries Listના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

4. પછી તમારે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરવું પડશે.

5 . આ પછી તમારે Get Report પર ક્લિક કરવું પડશે. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ લિસ્ટ દેખાશે જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

યોજનાનો લાભ લેવા આ રીતે નોંધણી કરો 1. સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લો

2. હવે Farmers Corner પર જાઓ.

3. અહીં તમે’New Farmer Registration’ પર ક્લિક કરો

4. આધાર નંબર દાખલ કરો

5. કેપ્ચા કોડ દાખલ કરીને રાજ્યની પસંદગી કરવાની રહેશે અને ત્યારબાદ પ્રક્રિયા આગળ વધારવી પડશે.

6. તમારી વ્યક્તિગત માહિતી ભરવી પડશે.

7. બેંક ખાતાની વિગતો અને ફાર્મથી સંબંધિત માહિતી ભરવાની રહેશે.

8. હવે તમે ફોર્મ સબમિટ કરી શકો છો.

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">