Tv9 Opinion Poll Survey : ગુજરાતમાં ભાજપના ગઢના કાંગરા પણ કોંગ્રેસ નહીં ખેરવી શકે

|

Apr 16, 2024 | 6:54 PM

Tv9, Peoples Insight, Polstrat દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ફરી મોટી સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. સર્વે મુજબ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ નહીં ખોલાવી શકે.

Tv9 Opinion Poll Survey : ગુજરાતમાં ભાજપના ગઢના કાંગરા પણ કોંગ્રેસ નહીં ખેરવી શકે
PM Narendra Modi

Follow us on

દેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે પહેલા હાથ ધરાયેલા ઓપિનિયન પોલ સર્વેમાં, ભારતીય જનતા પાર્ટી (BJP)ની મોટી જીતનો થઈ શકે છે. જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી નહીં શકે. Tv9, Peoples Insight, Polstrat દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં 25 લાખ લોકોના સેમ્પલ સાઈઝ લેવામાં આવ્યા છે.

જો આપણે ગુજરાતના સર્વે પર નજર કરીએ તો અહીં પીએમ નરેન્દ્ર મોદીનો પ્રભાવ યથાવત રહેવા પામ્યો છે અને ભાજપ તેમના ગૃહ રાજ્યની તમામ 26 બેઠકો પર કબજો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી રહી છે, પરંતુ તેનો ફાયદો થતો દેખાતો નથી. સર્વેના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ અને AAP બંનેના ખાતા પણ ખુલશે નહીં.

સર્વેમાં 25 લાખ લોકોના સેમ્પલ સાઈઝ

ટીવી 9 અને પોલસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલ સર્વેમાં ગુજરાતમાં વોટ શેર પર નજર કરીએ તો ભાજપના નેતૃત્વમાં એનડીએને જંગી વોટ મળી રહ્યા છે. સર્વે મુજબ ગુજરાતમાં NDAને 62.62 ટકા વોટ મળવા જઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ભારત ગઠબંધનને માત્ર 24.74 ટકા વોટ મળવાની શક્યતા છે. જ્યારે 12.64 મતોની સ્થિતિ સ્પષ્ટ નથી.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

18મી લોકસભા માટે મતદાન પહેલા Tv9, Peoples Insight, Polstrat એ દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ સર્વે હાથ ધર્યો છે. ઓપિનિયન પોલમાં દેશની તમામ 543 લોકસભા સીટોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં 25 લાખ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ઓપિનિયન પોલ માટે, કોમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિફોન ઈન્ટરવ્યુઈંગ દ્વારા લોકોના અભિપ્રાય જાણવામાં આવ્યા છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 2014થી સતત હારી રહી છે

2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળી હતી. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે, ગુજરાત રાજ્યની તમામે તમામ 26 બેઠકો કબજો કરી લીધો હતો. જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું ન હતું. 2014ની ચૂંટણીમાં પણ ભાજપને મોટી જીત હાંસલ કરવામાં સફળતા મળી હતી. ત્યારબાદ મોદી પહેલીવાર કેન્દ્રીય રાજકારણમાં આવ્યા અને પાર્ટીએ તેમના નામે ચૂંટણી લડી.

જનતાએ મોદીને મોટી જીત અપાવવાની સાથે તમામ 26 બેઠકો પર ભાજપને જીત અપાવી. આ રીતે ભાજપ છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં ક્લીન સ્વીપ કરી રહ્યું છે. જો આ વખતના ઓપિનિયન પોલ સર્વેને જીતનો આધાર માનવામાં આવે તો કોંગ્રેસ ફરી એકવાર અહીં 0 પર રહેવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તેમણે ત્રીજીવાર ચૂંટણીમાં જીત્યા વિના રહેવું પડશે.

Next Article