Breaking News: કોંગ્રેસને વધુ એક ઝટકો, આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં જોડાયા
કિરણ કુમાર રેડ્ડી શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. રેડ્ડી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. દરમિયાન પાર્ટીના નેતા પ્રહલાદ જોશીએ કહ્યું કે કિરણ કુમાર રેડ્ડીના નેતૃત્વમાં આંધ્રમાં ભાજપ વધુ મજબૂત બનશે.
કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને અવિભાજિત આંધ્રપ્રદેશના છેલ્લા મુખ્યપ્રધાન એન. કિરણ કુમાર રેડ્ડી શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. રેડ્ડી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. દરમિયાન પાર્ટીના નેતા પ્રહલાદ જોશીએ કહ્યું કે કિરણ કુમાર રેડ્ડીના નેતૃત્વમાં આંધ્રમાં ભાજપ વધુ મજબૂત બનશે. ત્રણ પેઢી કોંગ્રેસમાં કામ કરતી રહી. તેમના પિતા 3 વખત ધારાસભ્ય અને મંત્રી રહ્યા. કિરણ કુમાર રેડ્ડી મુખ્યમંત્રી હતા. 4 વખત ધારાસભ્ય ચૂંટાયા.
માર્ચ 2014 સુધી અવિભાજિત આંધ્રપ્રદેશના 16માં મુખ્યપ્રધાન રહ્યા હતા
આ વર્ષે માર્ચમાં રેડ્ડીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. સપ્ટેમ્બર 1959 માં જન્મેલા, રેડ્ડીએ 25 નવેમ્બર 2010 થી 01 માર્ચ 2014 સુધી અવિભાજિત આંધ્રપ્રદેશના 16માં મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. 2 જૂન, 2014ના રોજ તેલંગાણા રાજ્યની રચના પહેલા તેઓ સંયુક્ત આંધ્રપ્રદેશના છેલ્લા મુખ્યમંત્રી હતા.
#WATCH | Kiran Kumar Reddy, who served as the CM of united Andhra Pradesh, joins Bharatiya Janata Party in Delhi pic.twitter.com/WrlGjG5Uwr
— ANI (@ANI) April 7, 2023
આ પણ વાંચો : Amritpal Singh : બૈસાખી પર આત્મસમર્પણ કરી શકે છે અમૃતપાલ, પંજાબમાં હાઈ એલર્ટ, પોલીસ અધિકારીઓની રજા પણ રદ
બીજેપીમાં જોડાયા બાદ કિરણે કહ્યું કે તેણે રાજ્યના વિકાસ માટે આ પગલું ભર્યું છે. કોંગ્રેસના પૂર્વ નેતા કિરણ કુમાર રેડ્ડીએ દિલ્હીમાં ભાજપમાં જોડાયા બાદ કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે કોંગ્રેસ છોડવી પડશે. રાહુલ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે એક કહેવત છે કે, મારો રાજા ખૂબ જ બુદ્ધિશાળી છે, તે પોતાના વિશે વિચારતો નથી, તે કોઈની સલાહ સાંભળતો નથી.
કિરણ ભ્રષ્ટાચાર સામેની અમારી લડાઈને વધુ મજબૂત બનાવશે: પ્રહલાદ જોશી
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, કિરણ કુમાર રેડ્ડીના પરિવારના ઘણા સભ્યો કોંગ્રેસમાં છે. થોડા સમય પહેલા જ્યારે હું તેમને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું કે તેઓ પીએમ મોદીથી પ્રભાવિત છે, તેથી જ તેઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કિરણ ભ્રષ્ટાચાર સામેની અમારી લડાઈને વધુ મજબૂત બનાવશે કારણ કે ધારાસભ્ય અને મંત્રી તરીકે તેમની ખૂબ જ સ્વચ્છ છબી છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…