AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Election 2023: કર્ણાટકમાં કોંગ્રેસને મળી સંપૂર્ણ બહુમતી, જાણો ક્યાં એક્ઝિટ પોલ પડયા સાચા?

Karnataka election results 2023 : કર્ણાટકમાં 2615 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થયું હતું. ભાજપે દરેક સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે 221 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. JDSએ 208 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.

Karnataka Election 2023: કર્ણાટકમાં કોંગ્રેસને મળી સંપૂર્ણ બહુમતી, જાણો ક્યાં એક્ઝિટ પોલ પડયા સાચા?
karnataka election results 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 11:35 PM
Share

કર્ણાટક રાજ્ય માટે આજે મહત્વનો દિવસ હતો. 10 મેના રોજ રેકોર્ડતોડ 73.19 ટકા મતદાન થયા બાદ આજે 13 મેના રોજ 38 વર્ષ બાદ સત્તાનું પુનરાવર્તન થયું નથી. ચૂંટણી પરિણામો અનુસાર કોંગ્રેસ પાર્ટીને બહુમત મળ્યું છે. આ વર્ષે કોંગ્રેસને 136 બેઠક, ભાજપને 65 બેઠક, જનતા દલને 19 બેઠક અને અન્ય પાર્ટીઓને 4 બેઠક મળી હતી. ચાલો જાણીએ કે 10 મેના દિવસે આવેલા એક્ઝિટ પોલના આંકડા કેટલા સાચા પડયા છે.

કર્ણાટકમાં 2615 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થયું હતું. ભાજપે દરેક સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે 221 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. JDSએ 208 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. કોઈપણ એક્ઝિટ પોલના આંકડા સરખા જોવા મળ્યા નથી. જોકે તમામ એક્ઝિટ પોલે કોંગ્રેસને વધારે બેઠક મળશે તેની આગાહી કરી હતી.

 TV9 કન્નડ-Cનું એક્ઝિટ પોલ

મતદાન પૂર્ણ થતા જ TV9 કન્નડ-C વોટરના Exit Poll સામે આવ્યો હતા, જેમાં ભાજપને 83 થઈ લઈને 95 સીટ મળવાની સંભાવના હતી, જ્યારે કોંગ્રેસને 100થી 112 બેઠકો મળવાની શક્યતા હતી, જ્યારે JDSને 21થી 29 બેઠક મળવાની સંભાવના હતી અને અન્યને 02થી 06 સીટ મળવાની શક્યતા હતી. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 113 સીટોની જરૂર હતી.

TV9 Bharatvarsh-POLSTRATનું એક્ઝિટ પોલ

TV9 Bharatvarsh-POLSTRATના એક્ઝિટ પોલ સર્વેમાં કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટીનો તાજ કોંગ્રેસના માથે ચઢતો જોવા મળી રહ્યો હતો.  રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષને બહુમતી મળી રહી ન હતી. એક્ઝિટ પોલના ડેટા અનુસાર BJP- 88-98, કોંગ્રેસ- 99-109, JDS- 21-26 અને અન્યને 0થી 4 સીટ મળતી જોવા મળી રહી હતી.

પોલ ઓફ પોલ્સ અનુસાર

  • પોલ ઓફ પોલ્સ મુજબ ભાજપને 91, કોંગ્રેસને 108, જેડીએસને 22 અને અન્યને 3 સીટ મળવાની ધારણા હતી.
  • ઈન્ડિયા-ટુડે એક્સિસ પોલમાં કોંગ્રેસને 122 થી 140 બેઠકો અને ભાજપને માત્ર 62-80 બેઠકો મળતાં સૌથી નિર્ણાયક જનાદેશની આગાહી કરવામાં આવી હતી. ટાઈમ્સ નાઉ ETG પોલે કોંગ્રેસને 113 સીટો આપી હતી, જે બહુમતી માટે ઓછામાં ઓછી જરૂરી હતી અને ભાજપને 85.
  • ધ ન્યૂઝ24-ટુડેઝ ચાણક્ય પોલે સીટની આગાહીની વિશાળ શ્રેણી આપી હતી. તેમાં કોંગ્રેસને 120 અને ભાજપને 92 બેઠકો સૂચવવામાં આવી હતી.
  • ઝી ન્યૂઝ-મેટ્રિઝ પોલે કોંગ્રેસને 103 થી 118 બેઠકો આપી હતી જ્યારે ABC-CVoter પોલમાં પાર્ટી માટે 100-112 બેઠકોની આગાહી કરવામાં આવી હતી.

કર્ણાટકમાં 38 વર્ષથી સત્તાનું પુનરાવર્તન થયું નથી

રાજ્યમાં 38 વર્ષથી સત્તાનું પુનરાવર્તન થયું નથી. છેલ્લી વખત રામકૃષ્ણ હેગડેની આગેવાની હેઠળની જનતા પાર્ટી 1985માં સત્તા પર હતી ત્યારે ચૂંટણી જીતી હતી. એ જ સમયે છેલ્લી પાંચ ચૂંટણી (1999, 2004, 2008, 2013 અને 2018)માંથી એક પક્ષને માત્ર બે વાર (1999, 2013) બહુમતી મળી. 2004, 2008, 2018માં ભાજપ સૌથી મોટી પાર્ટી બની. તેમણે બહારના સમર્થનથી સરકાર બનાવી.

કર્ણાટક ચૂંટણી સંબંધિત તથ્યો

  • કુલ ઉમેદવારો- 2615
  • કોંગ્રેસ- 221
  • ભાજપ- 224
  • જેડીએસ- 208
  • આમ આદમી પાર્ટી – 208
  • બસપા- 127
  • એસપી- 14
  • NCP – 09
  • સ્વતંત્ર – 901
  • અન્ય રાજકીય પક્ષો – 669

કર્ણાટકમાં  કેટલા મતદારો હતા

  • કુલ મતદારો- 5,30,85,566
  • પુરુષ – 2,66,82,156
  • સ્ત્રી – 2,63,98,483
  • અન્ય – 4,927

કર્ણાટકના મતદાતાઓ એ પોતાના માટે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. કર્ણાટક ચૂંટણી 2023 માટે અંતિમ મતદાન 73.19 ટકા થયુ હતુ. જે હમણા સુધીનું સૌથી ઊંચુ મતદાન છે. વર્ષ 2018 અને 2013 માં અનુક્રમે 72.36% અને 71.83%  મતદાન થયું હતું.

મોટા નેતાઓ કેટલા સફળ રહ્યા  ?

  • વડાપ્રધાન મોદીએ 44 એસેમ્બલી કવર કરી હતી. જેમાંથી 17 પર ભાજપે, 24 પર કોંગ્રેસે જીતનો ઝંડો લહેરાવ્યો છે. જ્યારે જેડીએસને 3 બેઠકો મળી છે. પીએમ મોદીનો સ્ટ્રાઈક રેટ 39 ટકા રહ્યો છે.
  • ગૃહ પ્રધાન અમિત શાહ 36 એસેમ્બલીઓને આવરી લીધી હતી. જેમાંથી ભાજપે 10 ​​અને કોંગ્રેસે 23 બેઠકો જીતી છે. જ્યારે જેડીએસને 3 બેઠકો મળી છે. તે મુજબ તેમની સ્ટ્રાઈક રેટ 28 ટકા રહ્યો છે.
  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 11 વિધાનસભા સીટો પર પ્રચાર કર્યો. જેમાંથી ભાજપે 3 અને કોંગ્રેસે 7 બેઠકો જીતી છે. યોગી આદિત્યનાથની સ્ટ્રાઈક રેટ 27 ટકા હતી.
  • રાહુલ ગાંધીએ 26 વિધાનસભાઓમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો. જેમાંથી તેમણે 17 સીટો પર પોતાની પાર્ટીને જીત અપાવી છે. જેમાંથી 8 પર ભાજપ અને એક સીટ પર જેડીએસનો વિજય થયો છે. તે મુજબ રાહુલ ગાંધીની સ્ટ્રાઈક રેટ 65 ટકા છે
  • પ્રિયંકા ગાંધીએ પણ 26 વિધાનસભાને આવરી લીધી હતી. જેમાં કોંગ્રેસે 16 બેઠકો પર પોતાનો ઝંડો ફરકાવ્યો છે. ભાજપે 9 અને JDSએ એક સીટ જીતી છે.
  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 28 વિધાનસભાઓમાં પ્રચાર કર્યો હતો જેમાં કોંગ્રેસે 16 બેઠકો જીતી છે અને ભાજપે 9 બેઠકો જીતી છે. જ્યારે જેડીએસને 3 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં મલ્લિકાર્જુન ખડગેની સ્ટ્રાઈક રેટ 57 ટકા રહ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">