AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Election: ‘કરપ્શન રેટ કાર્ડ’ની જાહેરાત કોંગ્રેસને પડી મોંઘી, ભાજપની ફરિયાદ પર ચૂંટણી પંચે ફટકારી નોટિસ

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે 'ભ્રષ્ટાચાર રેટ કાર્ડ'ને લઈને ભાજપ સરકાર વિરુદ્ધ અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી હતી. જેના પર ભાજપે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. સાથે જ આ મામલે ભાજપે માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે.

Karnataka Election: 'કરપ્શન રેટ કાર્ડ'ની જાહેરાત કોંગ્રેસને પડી મોંઘી, ભાજપની ફરિયાદ પર ચૂંટણી પંચે ફટકારી નોટિસ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 10:13 PM
Share

Karnataka Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. આ સાથે જ ચૂંટણી પંચે કોંગ્રેસને લીગલ લીગલ નોટિસ મોકલી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રદેશ કોંગ્રેસ સમિતિએ એક જાહેરાત આપી હતી જેના પર ભાજપે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ગાંધી, ડીકે શિવકુમાર, સિદ્ધારમૈયાને આ મામલે કાયદાકીય નોટિસ મળી છે. આ મામલે ચૂંટણી પંચે કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે ‘ભ્રષ્ટાચાર રેટ કાર્ડ’ને લઈને ભાજપ સરકાર વિરુદ્ધ અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી હતી. જેના પર ભાજપે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. સાથે જ આ મામલે ભાજપે માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. ભાજપની ફરિયાદ પર ચૂંટણી પંચે કોંગ્રેસને નોટિસ આપી છે અને રવિવાર એટલે કે આવતીકાલ સુધીમાં આરોપો સાબિત કરવા પુરાવા આપવા જણાવ્યું છે.

આ પણ વાંચો: Karnataka Elections: કોંગ્રેસ જૂની આદતો નહીં છોડે, તુષ્ટિકરણ અને ગાળોને ચૂંટણીનો મુદ્દો બનાવશે: PM મોદી

જો પુરાવા હોય તો રજૂ કરો: ચૂંટણી પંચ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો કોંગ્રેસ આવતીકાલ સુધી પુરાવા સાથે જવાબ ના આપી શકે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ તેના અનુસાર આરોપો પર કાયદાકીય કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર હશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર તેણે 2 મેના રોજ તમામ પક્ષોને સલાહ આપી હતી. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. ઉપરાંત, રાજકીય નિવેદનબાજીના સમયે સંવાદની ગરિમા જાળવો અને વાતાવરણને બગાડવાનો પ્રયાસ ન કરો.

પીએમ મોદીએ તેમની સરકારના કામોની યાદી આપી

કર્ણાટકમાં તેમની સરકારના કામની ગણના કરતા પીએમ મોદીએ કહ્યું કે અમે દેશના તમામ ટૂરિસ્ટ સર્કિટના નિર્માણ અને મજબૂતીકરણ માટે કામ કરી રહ્યા છીએ. આનાથી રોજગારીની અપાર તકોનું સર્જન થઈ રહ્યું છે. 2014 પહેલા ઈન્ટરનેટ ડેટાની કિંમત લગભગ રૂ. 300 પ્રતિ GB હતી, આજે તે ઘટીને રૂ.10 આસપાસ થઈ ગઈ છે. ભાજપે દેશમાં મજબૂત કનેક્ટિવિટી અને ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કર્યું છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">