AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visavadar Election Result 2022 LIVE Updates : વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર ભુપત ભાયાણીની જીત

Visavadar MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati:  આ બેઠક ઉપરથી 2017માં રીબડીયા હર્ષદકુમાર માધવજીભાઈને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે કોંગ્રેસના ધારાસભ્ય છે.

Visavadar Election Result 2022 LIVE Updates : વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર ભુપત ભાયાણીની જીત
Image Credit source: TV9 GFX
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 4:13 PM
Share

ગુજરાતની વિસાવદર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election  જૂનાગઢની વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર ભુપત ભાયાણીની જીત થઈ છે. આ બેઠક પર રસાકસીનો જંગ જામ્યો હતો. આપના ઉમેદવાર ભુપત ભાયાણીએ ભાજપ હર્ષદ રિબડિયા અને કોંગ્રેસના ઉમેદવાર કરશન વડોદરિયા સામે ભવ્ય જીત મેળવી છે. મોદી મેજિક સામે પણ તેઓ પોતાના પક્ષ માટે બેઠક જીતવામાં સફળ રહ્યા હતા.

આ વખતની ટર્મમાં કોંગ્રેસે કરશન વડોદરિયાને વિસાવદરથી ટિકિટ આપી છે. તેમની જંગમ મિલકત 3084181 છે. તેમને ધોરણ BA LLB સુધીનો અભ્યાસ કર્યો હતી. ત્યારે ભાજપે હર્ષદ રિબડિયાને ટિકિટ આપી હતી અને ઉમેદવાર બનાવ્યા હતા. તેમની પાસે રૂપિયા 13,29,985ની જંગમ મિલકત છે. તેમને SSC સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ભૂપેન્દ્રભાઈ ભાયાણીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 982524.58ની જંગમ મિલકત છે. તેમને SSC સુધીનો અભ્યાસ કર્યો છે.

કેટલા છે મતદારો?

આ બેઠક પર અંદાજીત કુલ 2,58,104 મતદારો છે. જેમાં અંદાજે 1,34,870 પૂરૂષ મતદારો છે, જ્યારે 1,23,232 સ્ત્રી મતદારો છે. આ બેઠક પર 1,35,000 પાટીદાર મતદારો છે. જ્યારે 21,000 દલિત મતદારો, 20,000 કોળી મતદારો, 12,000 મુસ્લિમ મતદારો છે.

વિસાવદર બેઠકનું જાતિગત સમીકરણ

આ બેઠક પર અંદાજે સવા લાખ પાટીદાર મતદારો છે. જેથી છેલ્લા કેટલાક વર્ષોમાં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે કોંગ્રેસને માત્ર વિસાવદર બેઠક પર જ નહીં, પરંતુ જૂનાગઢ જીલ્લાની અન્ય બેઠકોમાં પણ લાભ થયો હતો. ઉલ્લેખનીય છે કે, સંત અને શૂરા માટે જાણીતી સોરઠની ભૂમિ પરના જ્ઞાતિના કોયડા ઉકેલવા એ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો માટે હંમેશા અઘરા રહ્યા છે. અહીં ભાજપે 1995થી 2007 સુધી સતત ચાર ટર્મ રાજ કર્યુ હતું.

શું છે આ બેઠક પર જનતાની માંગ?

વિસાવદર બેઠક પર અનેક પાયાની જરૂરિયાતોનો અભાવ જનતામાં રોષનું કારણ છે. લોકોને પૂરતી આરોગ્ય સુવિધા ન મળતા રાજકોટ-અમદાવાદ કે દૂર દૂર સુધી સારવાર માટે જવું પડે છે. સરકારી હોસ્પિટલોની સુવિધાઓને પણ ખાનગી હોસ્પિટલો જેટલી સરળ અને ઝડપી બનાવવાની માંગ લોકોમાં મુખ્ય છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">