વડોદરા: વાઘોડિયાથી ટિકિટ ન મળતા મધુ શ્રીવાસ્તવની અપક્ષ કે કોઈ પાર્ટી સાથે લડવાની કરી જાહેરાત

Vadodara: વડોદરાના વાઘોડિયાથી ટિકિટ ન મળતા મધુ શ્રીવાસ્તવની નારાજગી સામે આવી છે. મધુ શ્રીવાસ્તવે અપક્ષ કે કોઈ પાર્ટી સાથ આપે તો તે પાર્ટી સાથે લડવાની જાહેરાત કરી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 9:21 PM

વડોદરાના વાઘોડિયા બેઠક પરથી રિપીટ ન કરાતા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે અને હવે અપક્ષ અથવા તો અન્ય કોઈ પક્ષ સાથે તે ઈલેક્શન લડી શકે છે. અપક્ષ તરીકે લડવુ કે અન્ય કોઈ પક્ષના બેનર હેઠળ લડવુ તે અંગે તેઓ આવતીકાલે જાહેરાત કરશે. સવારે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની ટિકિટ જાહેર થયા બાદ તેમણે જણાવ્યુ હતુ કે કાર્યકર્તાઓ સાથે મળીને નિર્ણય કરશે.  મધુ શ્રીવાસ્તવે TV9 ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ કે કાર્યકરોની લાગણી છે કે મધુભાઈ તમે આગળ વધો, તનમનધનથી તમને જીતાડીને આવશુ. અપક્ષ તરીકે લડો તો અપક્ષ તરીકે જે પાર્ટી પરથી લડો તે પાર્ટીથી અમે તમને જીતાડીશુ. વધુમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ કે કાર્યકર્તાઓએ નિર્ણય લીધો છે, કાલે બેસીશુ અને કેવી રીતે ચૂંટણી લડવી, અપક્ષ લડવુ કે કોઈ પાર્ટી સાથે લડવુ તે તે નિર્ણય અંગે જાહેરાત કરશે.

ઉલ્લેખનીય છે કે ભાજપે વાઘોડિયા બેઠક પરથી આ વખતે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી મનિષા વકીલને મેદાને ઉતાર્યા છે. આ પહેલા મધુ શ્રીવાસ્તવે બુધવારે જ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ હતુ કે વાઘોડિયા બેઠક પરથી તે ઉમેદવારી નહી કરે. આ અગાઉ તેમણે તેઓ નહીં પણ તેમના પત્ની ચૂંટણી લડશે તેવું જણાવ્યુ હતુ. જો કે હવે તેમણે પત્નીને ટિકિટ આપવા બાબતે ફેરવી તોળ્યુ હતુ કે- તેમણે મશ્કરીમાં કહ્યું હતું કે તેઓ પોતે નહીં તો તેમના પત્ની ચૂંટણી લડશે. પરંતુ ભાજપમાં કોઈ સગાને ટિકિટ આપવાની ના પાડેલી છે. જેથી ટિકિટનો સવાલ જ નથી ઉભો થતો. તેમણે કહ્યું કે- તેઓ ભાજપમાં છે અને ભાજપના સેવક બનીને જ રહેવાના છે.

અપક્ષમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ દાવેદારી નોંધાવી

તો આ તરફ વાઘોડીયા બેઠક પર 2017માં અપક્ષમાંથી દાવેદારી કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ દાવેદારી નોંધાવી છે. મહત્નું છે કે, 2017માં મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષમાંથી ચૂંટણી લડનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52 હજાર મત મળ્યા હતા જ્યારે મધુ શ્રીવાસ્ત્વને 63 હજાર મત મળ્યા હતા અને ગત વિધાનસભાની ચૂંટણી હાર બાદ પણ મત ક્ષેત્રમાં સક્રિય રહીને મધુ શ્રીવાસ્તવને સતત પડકાર આપી રહ્યા છે.

Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !

g clip-path="url(#clip0_868_265)">