Gujarat Election: ચૂંટણી પૂર્વે અમિત શાહે કમલમમાં કરી મહત્વની બેઠક, CM ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ હાજર રહ્યા

|

Sep 27, 2022 | 4:19 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections) લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એક્શનમાં આવી ગયા છે. અમિત શાહ ગાંધીનગરમાં કમલમ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતુ.

Gujarat Election: ચૂંટણી પૂર્વે અમિત શાહે કમલમમાં કરી મહત્વની બેઠક, CM ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ હાજર રહ્યા

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસમાં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Elections) ભાજપને ભવ્ય વિજય મળે તે માટે કાર્યકરોમાં જોમ પૂર્યુ છે. અમિત શાહે ગાંધીનગરમાં (Gandhinagar) કમલમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સહિત મંત્રીઓ સાથે બેઠક યોજી હતા. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવી. ચૂંટણી પહેલાની અમિત શાહની આ બેઠકમાં ખૂબ જ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોય તેવુ માનવામાં આવે છે.

ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવાની રણનીતિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક્શનમાં આવી ગયા છે. અમિત શાહ ગાંધીનગરમાં કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતુ. કમલમ ખાતે અમિત શાહની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવાની રણનીતિ ચર્ચાઈ હતી. બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સામેલ થયા. સાથે જ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાની પણ વિશેષ હાજરી રહી. 2022ની ચૂંટણી પહેલા અમિત શાહની મેરેથોન બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઉલ્લેખનીય છે કે શાહના કાર્યક્રમમાં કમલમની બેઠકનો કોઇ ઉલ્લેખ નહોતો. જોકે અંતિમ ઘડીએ કાર્યક્રમની જાહેરાતથી અનેક તર્કવિતર્કો સર્જાયા છે. આ પહેલા 28 ઓગસ્ટે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કમલમમાં બેઠક કરી હતી.

બીજા દિવસના મહત્વના કાર્યક્રમો

ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રજાજનોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કમલમમાં મહત્વની બેઠક યોજી. અમિત શાહે નેતાઓ અને કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. આ પહેલા અમિત શાહે ગાંધીનગરના કલોલમાં KRIC કોલેજ દ્વારા નિર્માણાધીન 750 બેડની આધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું. જે બાદ અમિત શાહ રૂપાલ સ્થિત વરદાયિની માતાજીના મંદિરે પહોંચ્યા. અહીં અમિત શાહના હસ્તે મંદિરના નવનિર્મિત સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા. અમિત શાહે મા વરદાયિનીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા. જે બાદ અમિત શાહે ગ-4 રોડ પર સેક્ટર 15 પાસે અંડરપાસનું લોકાર્પણ કર્યું.

Next Article