સ્વાર્થની રાજનીતિ ? ”હાર્દિક પટેલે અંગત સ્વાર્થ માટે સમાજને છોડી દીધો”: લાલજી પટેલ

લાલજી પટેલે જણાવ્યુ કે, સમાજ સમજી ગયો છે કે આ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જ ભાજપમાં જઇ રહ્યો છે. આવા આગેવાનને પાટીદાર આગેવાન કહેતા અમનેય શરમ આવે છે.

સ્વાર્થની રાજનીતિ ? ''હાર્દિક પટેલે અંગત સ્વાર્થ માટે સમાજને છોડી દીધો'': લાલજી પટેલ
Lalji patel (File Image)
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

May 31, 2022 | 1:06 PM

SPG નેતા લાલજી પટેલે (Lalji Patel) હાર્દિક પટેલના (Hardik Patel) ભાજપમાં જોડાયા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે, પાટીદાર સમાજ જાણી ગયો છે કે આ માણસ પોતાની અંગત સ્વાર્થ માટે સમાજને છોડી દીધો છે. લાલજી પટેલે જણાવ્યુ કે પાટીદાર આંદોલન સમયે પાટીદારો માટે લડનાર હાર્દિકે કોંગ્રેસમાં રહ્યા ત્યાં સુધી એક પણ પાટીદાર સભાને સંબોધી નથી. હવે તે ભાજપમાં (BJP) જોડાવાનો છે ત્યારે પાટીદાર સમાજ સમજી ગયો છે કે આવા અમારા નેતા ન હોય.

લાલજી પટેલે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, હાર્દિક પટેલ જ્યારે પાટીદાર આંદોલન સાથે જોડાયેલો હતો, ત્યારે તેણે નિવેદન આપ્યુ હતુ કે હું તો રાજકારણમાં ચાલુ એવો છુ જ નહીં. હું ક્યારેય કોઇ દિવસ વોટ માગવા આવીશ નહીં અને હું ક્યારેય કોઇ પાર્ટીમાં જોડાઇશ નહીં.

”કોંગ્રસમાં સાડા ત્રણ વર્ષ રહ્યા છતા એક પાટીદાર સભા ન સંબોધી”

લાલજી પટેલે જણાવ્યુ કે, હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે સમગ્ર પાટીદાર સમાજનું મોરલ તુટી ગયુ. કોંગ્રેસમાં સાડા ત્રણ વર્ષ રહ્યા છતા એક પણ સભા પાટીદારોને નથી સંબોધી અને કોંગ્રેસ છોડી હવે એવુ કહે છે કે મને કઇ મળ્યુ નથી. કોંગ્રેસ મને ગણતી નથી. હવે જ્યારે તે કેસરિયા ધારણ કરવા જાય છે ત્યારે સમાજને ખ્યાલ આવી ગયો છે કે આવા યુવાનો પાટીદાર સમાજમાં આગેવાન હોઇ જ ના શકે. જે અમારા મુદ્દા માટે લડતા હોય, પાટીદાર સમાજ માટે આગળ આવતા હોય એ જ અમારા પાટીદાર નેતા હોય.

”આવા નેતાને પાટીદાર આગેવાન કહેતા શરમ આવે છે”

લાલજી પટેલે જણાવ્યુ કે, સમાજ સમજી ગયો છે કે આ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જ ભાજપમાં જઇ રહ્યો છે. આવા આગેવાનને પાટીદાર આગેવાન કહેતા અમનેય શરમ આવે છે.

મીડિયા રિપોર્ટસ મુજબ હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ સોમનાથથી કેવડિયા સુધી યાત્રા કરવાના હોવાની માહિતી છે. ત્યારે લાલજી પટેલે કહ્યુ કે, હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર સભ્યો તેમનો સપોર્ટ કરતા હતા અને હવે તે ભાજપમાં જોડાશે ત્યારે ભાજપમાં સામેલ પાટીદારો તેમનો સપોર્ટ કરશે, પણ ખરેખર છેલ્લા 6 વર્ષથી પાટીદારો માટે લડે છે. તેવા એક પણ યુવાન કે વડીલ આ યાત્રામાં સામેલ નહીં હોય. લાલજી પટેલે કહ્યુ કે આવા લોકોને ક્યારેય સાથ સહકાર ન અપાય.

મહત્વનું છે કે હાર્દિક પટેલ 2 જૂનના રોજ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. ગાંધીનગર (Gandhinagar) કમલમમાં હાર્દિક કેસરિયા કરશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ પ્રદેશ ભાજપના નેતાઓની હાજરીમાં જ કેસરિયા કરશે. એટલુ જ નહીં હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણી પણ લડે તેવી શક્યતા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati