Surat East Election Result 2022 LIVE Updates: આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ રાણાએ વિજય પતાકા લહેરાવ્યા

Surat East Election Result 2022 LIVE Updates: આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ રાણાએ વિજય પતાકા લહેરાવ્યા છે અને કોંગ્રેસના અસ્લામ ફીરોઝભાઈ સાયકલવાલાને હારનો સામનો કરવો પડ્યો છે.

Surat East Election Result 2022 LIVE Updates: આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ રાણાએ વિજય પતાકા લહેરાવ્યા
Surat East election result 2022Image Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 3:51 PM

ગુજરાતની સુરત પૂર્વ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ રાણાએ વિજય પતાકા લહેરાવ્યા છે.    Gujarat Election 2022 કોંગ્રેસે સુરત પૂર્વ વિધાન સભા બેઠક પર અસ્લામ ફીરોઝભાઈ સાયકલવાલાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેમને SSC સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે અરવિંદ શાન્તિલાલ રાણાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 13041754 ની જંગમ મિલકત છે. અરવિંદ શાન્તિલાલ રાણાના અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે કોઈ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા નથી

સુરત પૂર્વ સીટનો રાજકીય સમીકરણ

આમ તો સુરત બેઠક એટલે ભાજપનો ગઢ, સુરતની અન્ય 6 બેઠકોની જેમ સુરત પૂર્વ બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટી અડીખમ ઉભી રહે છે અને તેના ઉમેદવારો જીતનો બુલંદ પરચમ લહેરાવે છે. સુરત વિધાનસભા બેઠકને કોઈ ઓળખની જરૂર નથી. આ બેઠક ભાજપના દિગ્ગજ ગણાતા નેતા કાશીરામ રાણાની હોમપીચ કહી શકાય છે. સુરતની તમામ બેઠક પર તમામ પક્ષોની નજર રહેતી હોય છે તેવામાં સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તાર પણ બાકી રહેતો નથી. આ બેઠક પર સતત 15 વર્ષથી ભાજપ જીતી રહ્યું છે. વર્ષ 1990થી આ બેઠક પર ભાજપ જીતતું આવ્યું છે.

વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરીનો ઉપયોગ કરીને નવા ચહેરાને આ બેઠક પરથી ઉભો કરવાનો નિર્ણય કર્યો હતો, જે અંતર્ગત વર્તમાન ધારાસભ્ય અરવિંગ રાણાને ટિકિટ આપવામાં આવી હતી. રાણા અગાઉની સરખામણીએ વધુ મતોની લીડ સાથે જીત્યા હતા. ભાજપ માટે સુરત જીલ્લો અતિ મહત્વનો રહ્યો છે. આ બેઠકનો રાજકીય ઈતિહાસ પણ રસપ્રદ રહ્યો છે. આ સાથે જ વર્તમાન ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ સુરતના જ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

નવા સીમાંકન બાદ આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. જો કે મહારાષ્ટ્રમાંથી અલગ થયા પછી ગુજરાતની રચના બાદ 1962માં યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઈશ્વરલાલ દેસાઈ આ પ્રદેશમાંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારપછી આ સીટ સતત કોંગ્રેસના ફાળે હતી. વર્ષ 1975માં કાશીરામ ભાઈ રાણા ભારતીય જનસંઘની ટિકિટ પરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. 1980ની વિધાનસભાની ચૂંટણીમાં કાશીરામભાઈને હારનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસના જસવંત ચૌહાણનો વિજય થયો હતો. 1990ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મદનલાલ કાપડિયાએ જીત મેળવી હતી.

આ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપની આ પ્રથમ જીત હતી. વર્ષ 2002માં કોંગ્રેસના મનીષભાઈ ગિલિટવાલા ફરી આ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રણજીતભાઈ ગિલિટવાલા બે વખત અહીંથી ધારાસભ્ય બન્યા હતા. જે બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદભાઈ રાણા અહીંથી ધારાસભ્ય બન્યા હતા.

સુરત પૂર્વ સીટના જાતિગત સમીકરણ

સુરતની પૂર્વ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં સૌથી વધુ મતદારો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે, જ્યારે હિન્દુઓમાં રાણા સમાજના મતદારો સૌથી વધુ છે. સમગ્ર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં 77,365 મુસ્લિમ મતદારો છે, જ્યારે હિન્દુઓમાં 35,427 રાણા સમાજના, 14,286 ખત્રી સમાજના, 6,259 ઘાંચી સમાજના લોકો છે.

આ સાથે જ અહીં 48 પ્રકારની જ્ઞાતિના લોકો વસે છે, જેના કારણે મોટાભાગે અહીં પાતળી સરસાઈથી હારજીત થતી જોવા મળે છે. જો કે વર્ષ 2017ને બાદ કરતા અહીં લીડ વધુ જોવા મળતી હતી પણ 2017માં પાટીદાર આંદોલનની અસરના પગલે પરીણામો પર પણ તેની નજર જોવા મળી હતી.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">