Limkheda Election Result 2022 LIVE Updates : લિમખેડા વિધાનસભા બેઠક પર ભાજપના શૈલેશ ભાભોરની જીત, કોંગ્રેસના રમેશ ગુંદીયા હાર

|

Dec 08, 2022 | 7:23 PM

Limkheda MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શૈલેષ ભાભોરે પ્રચંડ જીત નોંધાવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર મહેશ તડવીને હરાવ્યા હતા. લિમખેડા વિધાનસભા બેઠક પર ભાજપના શૈલેશ ભાભોરની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના રમેશ ગુંદીયા હાર થઈ છે.

Limkheda Election Result 2022 LIVE Updates : લિમખેડા વિધાનસભા બેઠક પર ભાજપના શૈલેશ ભાભોરની જીત, કોંગ્રેસના રમેશ ગુંદીયા હાર
Limkheda

Follow us on

ગુજરાતની લીમખેડા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result  લિમખેડા વિધાનસભા બેઠક પર ભાજપના શૈલેશ ભાભોરની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના રમેશ ગુંદીયા હાર થઈ છે. લીમખેડા બેઠક પરથી ભાજપે શૈલેષ ભાભોરને ટિકિટ આપી  ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 4731604ની જંગમ મિલકત છે. તેમને MA સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે રમેશકુમાર ગુંદિયાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 41,50,955ની જંગમ મિલકત છે. રમેશકુમારના અભ્યાસની વાત કરીએ તો તેમને SSC સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે નરેશ બારિયાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 9,34,386ની જંગમ મિલકત છે. નરેશ બારિયાએ BA કર્યુ છે.

2017માં શૈલેષ ભાભોરની શાનદાર જીત

2017માં આ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી. 2017માં શૈલેષ ભાભોરે 74,078 મત મેળવ્યા હતા જ્યારે મહેશ તડવીએ 54,764 મત મેળવ્યા હતા. 2017માં ભારતીય જનતા પાર્ટીના શૈલેષ ભાભોરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહેશ તડવીને 19,314 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. આ પહેલા 2012માં જશંવતસિંહ ભાભોર કોંગ્રેસના પુના બારિયાને 15330 મતથી હરાવીને લીમખેડાના ધારાસભ્ય બન્યા હતા. તેઓ આજે લોકસભામાં દાહોદ જિલ્લાના ભાજપના સંસદસભ્ય છે. જસવંત સિંહ ભાભોર ગુજરાતના એક લોકપ્રિય આદિવાસી નેતા છે.

લીમખેડામાં ભાજપનો દબદબો

2017માં જશવંતસિંહ ભાભોરના સગાભાઈને લીમખેડા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેઓની જીત પણ થઈ હતી. આ સિવાય ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભા લીમખેડાના મતદારો પાસેથી મત મેળવવામાં સફળ રહયું છે. જસવંત સિંહ ભાભોર રાજકારણમાં જોડાયા તે પહેલા સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. 2014માં તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. જશવંતસિંહ ભાભોરની ગણના પાયાના મૂળ કાર્યકરો સાથે સંપર્કમાં રહેતા નેતા તરીકે કરવામાં આવે છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને 2014માં કેન્દ્રીય મંત્રી મંડળમાં આદિજાતિ રાજ્ય મંત્રી બનાવાયા હતા. પરંતુ 2019માં બીજી વખત ચુંટાયા પછી તેમનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કર્યો નથી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Next Article