JP Nadda Gujarat Visit Live: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે, નેતાઓના ક્લાસ લેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 3:12 PM

JP Nadda In Gujarat Today Live News: ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો હાજર રહેશે. કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા પણ હાજર રહેશે. કમલમ ખાતે બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ત્યાર બાદ બપોરે 12 વાગ્યે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપના મંડળ સ્તરના કાર્યકરો, પ્રદેશ, સેલ, મોરચાના હોદેદારોનું સંબોધન કરશે.

JP Nadda Gujarat Visit Live: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે, નેતાઓના ક્લાસ લેશે
JP Nadda Gujarat Visit

JP Nadda Gujarat Visit Live:  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેપી નડ્ડા (JP Nadda) અગાઉ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના હતા પણ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે તેઓ ત્રણ દિવસના બદલે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

તેઓ સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો હાજર રહેશે. કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા પણ હાજર રહેશે.

કમલમ ખાતે બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ત્યાર બાદ બપોરે 12 વાગ્યે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપના મંડળ સ્તરના કાર્યકરો, પ્રદેશ, સેલ, મોરચાના હોદેદારોનું સંબોધન કરશે. આ ઉપરાંત 29મીએ સાંજે 4.30 વાગ્યે વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Apr 2022 02:37 PM (IST)

    JP Nadda Gujarat Visit Live: જે.પી નડ્ડાએ કહ્યું કે રણનીતિના ભાગ રૂપે વિજય રૂપાણી સરકારને બદવામાં આવી હતી

    JP Nadda Gujarat Visit Live: લોકોએ કમળને મત આપ્યા છે અને કમળની જ સરકાર છે. વિજય રૂપાણી સરકારના બદલાવ પર નિવેદન આપ્યું હતું કે રણનીતિ પ્રમાણે નિર્ણય લેવાયો હતો. ગુજરાત અમારી પ્રયોગશાળા છે, આવી હિંમત કોણ કરી શકે. આ રણનીતિ અને પક્ષનો નિર્ણય હતો અને એ દેખાય છે. પક્ષ અમારે ચલાવવાનો છે અને અમે નક્કી કરીશું કે અમારું શું કરવાનું છે.

  • 29 Apr 2022 01:35 PM (IST)

    JP Nadda Gujarat Visit Live: ફાયનાન્સ મેનેજમેન્ટમાં ગુજરાત નંબર વન છે

    JP Nadda Gujarat Visit Live: ભારતે એક્સપોર્ટ ક્ષેત્રે લીડ લીધી છે. ગુજરાતની વાત કરીએ તો ગ્રોસ પ્રોડક્ટમાં લીડ વધી છે. ફાયનાન્સ મેનેજમેન્ટમાં ગુજરાત નંબર વન છે. નીતિ આયોગ ઓન ફાયનાન્સ મેનેજમેન્ટમાં નંબર વન ગુજરાતમાં સ્વીકારે છે.

     

  • 29 Apr 2022 01:35 PM (IST)

    JP Nadda Gujarat Visit Live: ભાજપે પડોશી દેશોની પણ મદદ કરી અને યુક્રેનથી તેના લોકોને પરત લાવ્યા

    JP Nadda Gujarat Visit Live: યુક્રેનથી લોકોને કયો દેશ પરત લાવ્યો છે? ભાજપે પડોશી દેશોની પણ મદદ કરીને યુક્રેનથી લોકોને પરત લાવ્યા છે. ભાજપનો કાર્યકરો ત્રણ ત્રણ વખત યુક્રેનમાં ફસાયેલા પરિવારને મળીને સાથે રહ્યો છે.

  • 29 Apr 2022 01:31 PM (IST)

    JP Nadda Gujarat Visit Live: ભાજપમાં કાર્યકરોએ મહામરીમાં યોગદાન આપ્યું છેઃ નડ્ડા

    JP Nadda Gujarat Visit Live:  વૅક્સિનેસન કાર્યક્રમ સૌથી મોટો અને વિકસિત કાર્યક્રમ આપ્યો છે. મહામારીમાં બહાર કાઢવાનું કામ મોદી સરકારે કર્યુ છે. કોઈ દેશે ઈકોનોમિક પેકેજ આપ્યું નથી. પરંતુ અમારી સરકારે અન્ન યોજના માટેનું પેકેજ આપ્યું છે. ભાજપમાં કાર્યકરોએ મહામરીમાં યોગદાન આપ્યું છે. હું ચેલેન્જ કરું છે,અન્ય પક્ષોના કાર્યકરો મહાામરીમાં કામ કર્યુ નથી. જ્યારે ભાજપે સેવા સંગઠનના નામ સાથે કર્યુ છે.

  • 29 Apr 2022 01:27 PM (IST)

    JP Nadda Gujarat Visit Live: જે.પી.નડ્ડાએ કહ્યું ભાજપે જાતિવાદ, ક્ષેત્રવાદ, પરિવારને રાજનીતિ વિકાસની ટક્કર આપી છે

    JP Nadda Gujarat Visit Live: ભાજપે જાતિવાદ, ક્ષેત્રવાદ, પરિવારને રાજનીતિ વિકાસની ટક્કર આપી છે. ભાજપે આજે દલિત વંચિત અને સોશીતો અને ગરીબો માટે કામ કર્યુ છે. પહેલા ચૂંટણી જાતિવાદના આધારે થતી હતી, પરંતુ હવે ચૂંટણી વિકાસવાદ અને જે કરીશું તે કહીશું નીતિ આધારે છે. 130 કરોડની જનતા માટે અમારી સરકારે કામ કર્યુ છે. અનેક ઉદાહરણો આપણી સામે છે.

  • 29 Apr 2022 12:44 PM (IST)

    JP Nadda Gujarat Visit Live: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મત્રી સ્મૃતિ ઇરાની આવશે ગુજરાત મુલાકાતે

    JP Nadda Gujarat Visit Live: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મત્રી સ્મૃતિ ઇરાની આવશે ગુજરાત મુલાકાતે આવશે. 1 મેંના રોજ કે.ડી. હોસ્પિટલના કાર્યક્રમ હાજરી આપશે. કે.ડી. હોસ્પિટલ દ્વારા તૈયાર કરેલા 50 મહિલા ઈનસ્પાયર્સ બુકના લોકપર્ણ પ્રસંગમાં હાજરી આપશે.

  • 29 Apr 2022 12:42 PM (IST)

    JP Nadda Gujarat Visit Live: પ્રધાનમંત્રી ની તમામ યોજનાનો લાભ ઘર ઘર સુધી પહોંચે તે જોવાની જવાબદરી પેજ સમિતિની છે – જે. પી. નડ્ડા

    JP Nadda Gujarat Visit Live:  ગુજરાતમાં અને ભારતમાં ચાલતી પ્રજા લક્ષી યોજનાનો સૌ સમાજ અને છેવાડાના લોકોને લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી ની તમામ યોજનાનો લાભ ઘર ઘર સુધી પહોંચે તે જોવાની જવાબદરી પેજ સમિતિની છે. ભારત ગરીબીની રેખાથી 12 ટકા ઉપર આવ્યા છે. આ વલ્ડ બેંકનો રિપોર્ટ છે. આ છે બદલાતું ભારત.

  • 29 Apr 2022 12:38 PM (IST)

    JP Nadda Gujarat Visit Live: બીજા દેશના નાગરિકોને પણ પોતાના બચાવ માટે ભારતનો પવિત્ર રાષ્ટ્રઘ્વજ લગાવીને યુક્રેનની બહાર નીકળવું પડ્યુંઃ નડ્ડા

    JP Nadda Gujarat Visit Live: અખિલેશ કે જે કોરોનાની રસીને ‘મોદી ટીકા’ કહેતા હતા એ જ રસી પોતે પણ ચૂપ ચાપ લગાવી આવ્યા. આ છે બદલાતું ભારત. બીજા દેશના નાગરિકોને પણ પોતાના બચાવ માટે ભારતનો પવિત્ર રાષ્ટ્રઘ્વજ લગાવીને યુક્રેનની બહાર નીકળવું પડ્યું. એ છે બદલાતું ભારત.

  • 29 Apr 2022 12:34 PM (IST)

    JP Nadda Gujarat Visit Live: નરેન્દ્ર ભાઈ એ ભારતને વિકાસ વાદનું રાજકારણ આપ્યું જેની શરૂઆત ગુજરાતમાંથી થઈઃ જે પી નડ્ડા

    JP Nadda Gujarat Visit Live: જે પી નડ્ડાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જ્ઞાતિ વાદને છોડીને નરેન્દ્ર ભાઈએ ભારતને વિકાસવાદનું રાજકારણ આપ્યું, જેની શરૂઆત ગુજરાતમાંથી થઈ છે. અન્ય વેકસીનેશનને ભરત પહોંચતા દસથી શરૂ કરી સો વરસ લાગ્યા ત્યારે આજે ભારતે વિશ્વમાં સૌ પહેલા બબ્બે વેક્સીનની શોધ કરી અને ચેના અઢીસો કરોડ જેટલા ડોઝ અપાઈ ચૂકયા છે. આ બદલાતું ભારત છે.

  • 29 Apr 2022 12:27 PM (IST)

    JP Nadda Gujarat Visit Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પક્ષમાં સામાન્ય કાર્યકરની કામગીરીની કદર થાય છે

    JP Nadda Gujarat Visit Live: કમલમ ખાતે આયોજિત ભાજપ સંગઠનની બેઠકનુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સંબોધન કર્યું હતું જેમાં તેમણે પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે સામાન્ય કાર્યકરની કામગીરીની કદર કરી પક્ષ યોગ્ય સ્થાન આપે છે.

  • 29 Apr 2022 12:25 PM (IST)

    JP Nadda Gujarat Visit Live: પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પેજ સમિતિનું મહત્વ સમજાવ્યું

    JP Nadda Gujarat Visit Live: પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જે પી નડ્ડા સહિત સૌ મહાનુભવોનું સ્વાગત કર્યું અને પેજ સમિતિનું મહત્વ અને તેને લઈ ઘર ઘર સુધી ભાજપ કંઈ રીતે પહોંચી શકે તેનું મહત્વ સમજાવ્યું. સાથે સાથે ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીથી રાષ્ટ્રીય અધ્યક્ષને અવગત કર્યા હતા.

  • 29 Apr 2022 11:22 AM (IST)

    JP Nadda Gujarat Visit Live: જે.પી.નડ્ડાની કમલમ ખાતે બેઠક શરૂ, ચૂંટણીને લઇને કરવામાં આવી રહ્યું છે મંથન

    JP Nadda Gujarat Visit Live: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની કમલમ ખાતે બેઠક શરૂ થઈ છે. ધારાસભ્યો પ્રધાનો અને પૂર્વ પ્રધાનો સાથે વિધાનસભાની ચૂંટણીને લઇને મંથન કરવામાં આવી રહ્યું છે.

     

  • 29 Apr 2022 10:25 AM (IST)

    JP Nadda Gujarat Visit Live: થોડીવારમાં જે.પી.નડ્ડા કમલમ પહોંચશે, બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના નેતાઓ કમલમ પહોંચી ચૂક્યા છે

    JP Nadda Gujarat Visit Live: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા થોડીવારમાં કમલમ પહોંચશે. ત્યાં ભાજપ સંગઠનની બેઠક મળવાની છે જેમાં ભાગ લેવા માટે ધારાસભ્યો, પ્રધાનો, પૂર્વ પ્રધાનો અને પૂર્વ ધારાસભ્યો પણ કમલમ પહોંચી ચૂક્યા છે. થોડીવારમાં કમલમ પર બેઠક શરૂ થશે. જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. આ બેઠકમાં ભુપેન્દ્ર પટેલ તથા સી.આર. પાટીલ હાજર રહેશે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, પ્રફુલ્લ પટેલ, વજુભાઇ વાળા પણ કમલમ પહોંચ્યા છે.

  • 29 Apr 2022 10:03 AM (IST)

    JP Nadda Gujarat Visit Live: જે.પી. નડ્ડા સાબરમતી આશ્રમ પહોંચ્યા, ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી

    JP Nadda Gujarat Visit Live: જે.પી. નડ્ડા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ગાંધીજીની છબીને સુરતની આંટી પહેરાવી હતી. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 29 Apr 2022 09:12 AM (IST)

    JP Nadda Gujarat Visit Live: નડ્ડાઓ કહ્યું કે કોઈને પણ ભાજપનો મુકાબલો કરવો હોય તો 50 – 60 વર્ષનું તપ કરવું પડશે

    JP Nadda Gujarat Visit Live: અમદાવાદ અરપોર્ટ ખાતે આવી પહોંચેલા જેપી નડ્ડાએ કહ્યું હતું કે આ મારું નહીં ભાજપના વિચારોનું સ્વાગત છે. આ માત્ર ભાજપમાં જ શક્ય છે. હવે કોઈને પણ ભાજપનો મુકાબલો કરવો હોય તો 50 – 60 વર્ષનું તપ કરવું પડશે. ભાજપમાં 4 પેઢી સુધી યશની અપેક્ષા વિના કામ કરવામાં આવ્યું છે. આજે ભાજપ ન માત્ર દેશમાં પણ દુનિયામાં PM મોદીના નેતૃત્વમાં જોવા મળી છે. 1952થી અત્યાર સુધી ભાજપને ક્યારેય પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર નથી પડી. તેમણે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડેલ દેશમાં નહિ વિશ્વમાં આગળ લઈ ગયા છે.

     

  • 29 Apr 2022 09:03 AM (IST)

    JP Nadda Gujarat Visit Live: એરપોર્ટ ખાતે જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

    JP Nadda Gujarat Visit Live: સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. તેમણે પુષ્પગુચ્છ આપી નડ્ડાનું સ્વાગત કર્યું હતું.

Published On - Apr 29,2022 8:55 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">