Jetpur Election Result 2022 LIVE Updates: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોણ પહેરશે જીતનો તાજ
Jetpur MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પ્રચંડ જીત નોંધાવી હતી. તેમણે ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીને હરાવ્યા હતા.

ગુજરાતની પાવી જેતપુર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election જેતપુરથી આ વખતની ટર્મમાં કોંગ્રેસે સુખરામસિંહ રાઠવાને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1,02,77,490ની જંગમ મિલકત છે. તેમને ધોરણ 10 (ઓલ્ડ એસ.એસ.સી) સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે જયંતિ રાઠવાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 15,90,518ની જંગમ મિલકત છે. જયંતિ રાઠવાના અભ્યાસની વાત કરીએ તો તેમને એફ.વાય.બી.એ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રાધિકા રાઠવાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 56,930ની જંગમ મિલકત છે. રાધિકા રાઠવાએ બેચલર ઓફ હોટલ ટુરિઝમ મેનેજમેન્ટ કર્યુ છે.
2017માં સુખરામ રાઠવાની શાનદાર જીત
2017માં આ બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જીતી હતી. 2017માં કોંગ્રેસ ભાજપ પર ભારે પડ્યું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સુખરામ રાઠવા વિજયી બન્યા હતા.
આ બેઠક પર આદિવાસીઓનું વર્ચસ્વ
પાવી જેતપુર બેઠક પર આદિવાસીઓનું વર્ચસ્વ છે. તેથી આ મતદારો અહીં યોજાતી દરેક ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થાય છે. આ બેઠક પર મતદારોની વાત કરીએ તો અંદાજીત કુલ 2,65,752 મતદારો નોંધાયા છે. જેમાં 1,36,720 પુરૂષ મતદારો છે અને 1,29,032 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: