AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન

ઓગસ્ટ 2022માં પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પરત લઈને ભૂપેન્દ્ર પટેલે, જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગનો વધારાનો હવાલો સોપ્યો હતો. 2022ની ચૂંટણીમાં નિકોલ વિધાનસભા બેઠક પરથી જગદીશ પંચાલનો કોંગ્રેસના રણજીત બારડ સામે 54 હજાર કરતા વધુ મતથી ભવ્ય વિજય થયો હતો.

અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન
Jagdish Panchal, Minister with Independent Charge of State
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 5:18 PM
Share

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની બીજીવારની સરકારમાં, અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તો જગદીશ પંચાલ પૂર્વ અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી સતત ત્રીજીવાર જીત્યાં છે. જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલની ગત સરકારમાં પણ રાજ્યકક્ષાના કુટીર ઉદ્યોગ પ્રધાન તરીકે હતા. તો ભૂપેન્દ્ર પટેલની બીજીવારની સરકારમાં પણ જગદીશ પંચાલ (વિશ્વકર્મા) ને સ્થાન આપવામાં આવ્યું છે.

ઓગસ્ટ 2022માં પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પરત લઈને ભૂપેન્દ્ર પટેલે, જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગનો વધારાનો હવાલો સોપ્યો હતો. 2022ની ચૂંટણીમાં નિકોલ વિધાનસભા બેઠક પરથી જગદીશ પંચાલનો કોંગ્રેસના રણજીત બારડ સામે 54 હજાર કરતા વધુ મતથી ભવ્ય વિજય થયો હતો.

જગદીશ પંચાલ અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠક પરથી 2012, 2017 અને 2022માં ભારે મતની સરસાઈથી જીતતા આવ્યા છે. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. અમદાવાદ શહેરના પ્રમુખ પૂર્વે તેઓ ગુજરાત ભાજપમાં ઉદ્યોગ સેલના કન્વીનર તરીકે પણ સારી કામગીરી કરી ચૂક્યા છે. 1988માં ઠક્કરબાપાનગર વિસ્તારમાં બુથ પ્રભારી તરીકે ભાજપમાં રાજકીય સફર શરૂ કરી હતી.

નિકોલનુ રાજકીય ગણિત

વિધાનસભા મતવિસ્તારના નવા સિમાકનથી નિકોલ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ સતત આ બેઠક ઉપર ભાજપનો વિજય થતો આવ્યો છે. 2012ની ચૂંટણીમાં ભાજપના જગદીશ પંચાલે, કોંગ્રેસના નરસિંહ પટેલને 49,302 મતે હરાવ્યા હતા. જગદીશ પંચાલને 88,886 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નરસિંહ પટેલને 39,584 મત મળ્યા હતા. જો કે, નરસિંહ પટેલ 2017ની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. 2017ની ચૂંટણીમાં જગદીશ પંચાલે કોંગ્રેસના ઉમેદવાર અને યુવક કોંગ્રેસના પૂર્વ યુવા પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહીલને હરાવ્યા હતા. જગદીશ પંચાલને 2017ની ચૂંટણીમાં 87764 મત મળ્યાં હતા. જ્યારે ઈન્દ્રવિજયસિંહ ગોહીલને 62884 મત મળ્યાં હતા. 2012ની ચૂંટણીની સરખામણીએ 2017ની ચૂંટણીમાં ભાજપની જીતની સરસાઈ ઘટી હતી. 24880 મતે ભાજપનો વિજય થયો હતો. ભાજપની સરસાઈ ઘટવા પાછળ પાટીદાર અનામત આંદોલનની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">