AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ચૂંટણીનો જંગ જીતવા ભાજપે કમરકસી, દિલ્લીમાં PM આવાસ ખાતે મળી મહત્વની બેઠક

દિલ્લીમાં PM આવાસ ખાતે મળેલી બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, (AMit shah) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

Gujarat Election 2022 : ચૂંટણીનો જંગ જીતવા ભાજપે કમરકસી, દિલ્લીમાં PM આવાસ ખાતે મળી મહત્વની બેઠક
Gujarat Election 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 8:03 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવતા જ દરેક રાજકીય પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે. દિવાળી બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ બધાની વચ્ચે ભાજપ (BJP)  એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે દિલ્લીમાં PM (PM Narendra modi) આવાસ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી હતી. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, (AMit shah) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સાડા ત્રણ કલાક વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

ચૂંટણી માટે ભાજપનો ‘માસ્ટર પ્લાન’

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં મિશન 182ના મિશનને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મતદારો સુધી પહોંચવા ભાજપ દ્વારા એક પછી એક આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું (Gujarat Gaurav Yatra) આયોજન કરવામાં આવ્યુ છે. આ યાત્રા 20 ઓક્ટોબર સુધી ચાલશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (J. P. Nadda) આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે,ત્યારે આ વખતે ભાજપ (Gujarat BJP) પણ સત્તા કાયમી રાખવા શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. ભાજપ 5 તબક્કાની યાત્રામાં 144 બેઠક આવરી લેવામાં આવશે. 5734 કિમીની યાત્રામાં 145 જાહેરસભા યોજાશે. જો વિગતે વાત કરીએ તો આ યાત્રાનો બહુચરાજી અને દ્વારકાથી પ્રારંભ થશે. બહુચરાજીથી માતાના મઢ સુધી આ યાત્રા જશે. તો બીજી બાજુ દ્વારકાથી પોરબંદર (Porbandar) સુધી યાત્રા યોજાશે. તમને જણાવી દઈએ કે, આ ગૌરવ યાત્રા આગામી 20 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં ભાજપે 5 કેન્દ્રીય પ્રધાનોના શીરે યાત્રાની જવાબદારી થોપી છે. પ્રથમ તબક્કાની યાત્રા 9 દિવસમાં 9 જિલ્લામાંથી પસાર થશે.

Follow Us
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
g clip-path="url(#clip0_868_265)">