Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022 : યુથ કોંગ્રેસની ગુરૂવારથી 27 જિલ્લાઓમાં ‘યુવા પરિવર્તન યાત્રા, અંબાજીથી કરાશે પ્રારંભ

Gujarat Assembly Election 2022 : ગુજરાત(Gujarat)યુથ કોંગ્રેસની(Youth Congress)પરિવર્તન યાત્રા(Parivartan Yatra) 22 સપ્ટેમ્બરે અંબાજી માં દર્શન સાથે યાત્રાની શરૂઆત થશે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત યુદ્ધ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા હાજર રહેશે.

Gujarat Assembly Election 2022 : યુથ કોંગ્રેસની ગુરૂવારથી 27 જિલ્લાઓમાં 'યુવા પરિવર્તન યાત્રા, અંબાજીથી કરાશે પ્રારંભ
Gujarat Congress Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 6:11 PM

Gujarat Assembly Election 2022 :ગુજરાતના યુવા મતદારોને કોંગ્રેસ(Congress)  તરફ આકર્ષવા માટે ગુજરાત યુથ કોંગ્રેસ 27 જિલ્લાઓમાં યાત્રા યોજશે. ‘યુવા પરિવર્તન યાત્રા’ (Yuva Parivartan Yatra) અંબાજીથી(Ambaji)  ઉમરગામ અને સોમનાથથી સુઈગામ એમ બે તબક્કામાં યોજાશે. 22 સપ્ટેમ્બરે અંબાજી માં દર્શન સાથે યાત્રાની શરૂઆત થશે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત યુદ્ધ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા હાજર રહેશે. સવારે 10 વાગે મા અંબાના ચરણોમાં આવી અને પરિવર્તન યાત્રાનું પ્રસ્થાન કરાવશે

યુવાઓને પ્રશ્નો અને કોંગ્રેસની સરકાર બનશે તો 10 લાખ નોકરી અને બેરોજગારી ભથ્થાની વાત લઈ યાત્રા 2100 કિલોમીટર ફરશે. જેમાં રાજ્યમાં ફિક્સ વેતન, ટાટ-ટેટ, એલ આર ડી, સહિતના અનેક આંદોલનો ચાલી રહ્યા છે કે જે સીધી રીતે યુવાઓને અસર કરે છે. સરકારની નીતિઓથી નારાજ યુવાઓને કોંગ્રેસ પક્ષ સાથે જોડવા યુથ કોંગ્રેસ રાજ્યના 27 જિલ્લાઓને સમાવતી ‘યુવા પરિવર્તન યાત્રા’ શરૂ કરશે. આગામી 22 સપ્ટેમ્બરથી અંબાજી માના દર્શન કરી અંબાજીથી ઉમરગામ યાત્રાની શરૂઆત કરાશે. જ્યારે બીજા તબક્કામાં દશેરા એ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથથી સુઈગામની યાત્રા કરાશે.2100 કિલોમીટર ની યાત્રામાં રોજ એક બાઇક રેલી, જાહેર સભા અને સાંજે મશાલ રેલીનું આયોજન કરી વધારેમાં વધારે મતદાતાઓ સુધી પહોંચવા પ્રયત્ન કરાશે.

યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે

Get Rid of Alcohol smell : મોઢામાંથી આવતી દારૂની ગંધ આ ફળ કરશે દૂર, જાણો નામ
1000GB ડેટા, કૉલિંગ અને 11 OTT, Jioના આ સસ્તા પ્લાને મચાવી ધમાલ !
IPL 2025 : 1 કરોડની સોનાની ચેન પહેરી છવાયો ખેલાડી, જુઓ ફોટો
સલમાન ખાનની 34 લાખની ઘડિયાળનું 'રામ' સાથે કનેક્શન, જુઓ ફોટો
શિખર ધવન સાથે ફરી જોવા મળી સોફી શાઈન, શેર કર્યો લગ્નનો ફોટો
Astrology of moles : શરીર પર તમારે આ જગ્યાએ તલ છે ? તો થશે મોટો લાભ

‘યુવા પરિવર્તન યાત્રા’ અંગે વાતચીત કરતા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે 27 વર્ષના ભાજપના શાસનમાં સૌથી વધુ સહન કરવાનું કોઈ ને આવ્યું હોય તો તે ગુજરાતના યુવાનો છે. ગુજરાતમાં 40 લાખથી વધુ શિક્ષિત યુવાનો માટે પૂરતા રોજગારની વ્યવસ્થા નથી, બીજી તરફ કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ દ્વારા ગુજરાતના યુવાનોનું સુનિયોજીત શોષણ કરવામાં આવી રહ્યું છે. 20થી વધુ સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર ફૂટવા, વારંવાર પરિક્ષાઓમાં ગેરરીતિ, નિમણુંકમાં વિલંબ સહિતના પ્રશ્નોથી ગુજરાતના યુવાનો ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે ત્યારે યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે.

રાહુલ ગાંધીએ ગુજરાતમાં આઠ વચનની જાહેરાત કરી છે તે પૈકી 3 વચનો યુવાઓ માટેના છે. જે ત્રણ વચનો બેરોજગાર યુવાનો ને માસિક 3000 ભથ્થુ, યુવાનો ને 10 લાખ રોજગાર, સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદીના વચન સાથે યુવાનો સાથે સંવાદ કરશે..

g clip-path="url(#clip0_868_265)">