AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : આજે દિલ્લીમાં ઉમેદવારોને લઈ ભાજપનું મંથન, PM મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજો હાજર રહેશે

આ બેઠકમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપ ચૂંટણી સમિતિના તમામ સભ્યો હાજર રહેશે. આ પહેલા દિલ્લીમાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં ઉમેદવારોની યાદીને અંતિમ ઓપ અપાયો હતો.

Gujarat Election 2022 : આજે દિલ્લીમાં ઉમેદવારોને લઈ ભાજપનું મંથન, PM મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજો હાજર રહેશે
Gujarat Election 2022
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 09, 2022 | 8:59 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી ફાઈનલ કરવા ભાજપમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે સાંજે 6 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા સહિત ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના તમામ સભ્યો હાજર રહેશે. આ પહેલા દિલ્લીમાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં ઉમેદવારોની યાદીને અંતિમ ઓપ અપાયો હતો.

10 નવેમ્બરે જાહેર કરવામાં આવશે ઉમેદવારોની પહેલી યાદી

કોર કમિટીની બેઠક બાદ તમામ નેતાઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરે પહોંચ્યા હતા..જ્યાં ઉમેદવારોની યાદીને લઈ ભાજપ અધ્યક્ષને માહિતગાર કરાયા હતા. ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. માહિતી મુજબ 10 નવેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.

ભાજપે ‘આ ગુજરાત મેં બનાવ્યું’ કેમ્પેઈન લોન્ચ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તાને કાયમી રાખવા મતદારોને રીઝવવા મથામણ કરી રહી છે. ભાજપ દ્વારા એક પછી એક કાર્યક્રમ કરીને મતદારો સુધી વધુને વધુ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ ભાજપ દ્વારા “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના દ્વારા ગુજરાતની જનતાના સૂચનો લેવામાં આવી રહ્યા છે. તો આ જ રીતે આજથી ભાજપનું ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરથી આ કેમ્પેઇનની શરુઆત કરવામાં આવી.

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">