AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર બહારના દેશમાંથી આવેલા નાગરિકો કરી શકશે મતદાન

Gujarat Election 2022: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. તંત્ર તૈયારીઓમાં લાગી ગયુ છે. આ વર્ષે રાજ્યમાં 4 કરોડ કરતા વધુ મતદારો છે. અન્ય મતદારો એવા છે જેઓ બહારથી આવેલા છે અને તેમને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે. આ લોકો પણ આ વખતે મતદાન કરી શકશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર બહારના દેશમાંથી આવેલા નાગરિકો કરી શકશે મતદાન
બહારથી આવીને વસેલા લોકો કરી શકશે મતદાન
Darshal Raval
| Edited By: | Updated on: Nov 05, 2022 | 5:36 PM
Share

વિધાનસભા 2022ની ચૂંટણી રોચક રહેશે. આ ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે તંત્ર સંપૂર્ણ તૈયારીમાં લાગી ચૂક્યું છે. જે ચૂંટણીમાં પ્રથમ વખત સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ઘરેથી મતદાન કરી શકશે. આ ચૂંટણી દરમિયાન બહારના દેશમાંથી આવેલા નાગરિકો કે જેઓને ભારતીય નાગરિકત્વ આપવા આવ્યું છે તેઓ પણ મતદાન કરતા જોવા મળશે.

રાજ્યમાં કુલ 4 કરોડ કરતા વધુ મતદારો

વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા તંત્ર તૈયારીઓમાં લાગ્યું છે. આ ચૂંટણીમાં ગુજરાત રાજ્યના 4 કરોડ કરતાં વધુ મતદારો મતદાન કરશે. જેમાં અમદાવાદમાં અંદાજે 60 લાખ મતદારનો સમાવેશ થાય છે. જે મતદારોમાં 31 લાખ ઉપર પુરુષ મતદારો અને 28 લાખ ઉપર મહિલા મતદારો છે. જ્યારે અન્ય મતદારોની સંખ્યા 211 છે. મતદારોમાં યુવા મતદારની વાત કરવામાં આવે તો 93,000 ઉપર યુવા મતદારો છે, જેઓ પ્રથમ વખત મતદાન કરશે.

80 વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા 1.31 લાખ ઉપર છે. જ્યારે સેવા મતદારની સંખ્યા 3000 ઉપર આંકડો બોલી રહ્યો છે. તો દિવ્યાંગ મતદારો 30,000 જેટલા અંદાજે નોંધાયેલા છે. આ મતદારોની વચ્ચે અન્ય કેટલાક મતદારો એવા છે કે જેઓ બહારથી આવેલા છે, જેમને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે જેઓ પણ આ વખતે મતદાન કરતા જોવા મળશે.

અમદાવાદમાં બહારના દેશમાંથી આવીને વસેલા 1032 લોકો

અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા મળતી માહિતી પ્રમાણે બહારના દેશમાંથી આવેલા અને ભારતીય નાગરિકતા મેળવેલા 2017થી લઈને 2022 સુધીમાં 1032 લોકો છે. આ લોકો પાસે મતદાન કાર્ડ હશે તો તેઓ મતદાન કરી શકશે. જેમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ભારતમાં આવેલા અને ભારતીય નાગરિકતા મેળવેલા લોકોનો સમાવેશ થાય છે.

જો ભારતમાં વસતા અન્ય દેશના અને નાગરિકતા મેળવેલા લોકોના કેટલાક વર્ષોના આંકડા ઉપર નજર કરીએ તો

  • 2017 માં 187
  • 2018 માં 256
  • 2019 માં 205
  • 2020 માં 65
  • 2021 માં 212
  • 2022 માં 107

એમ કુલ મળીને 1032 જેટલા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની નાગરિકને ભારતીય નાગરિક તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા છે. જેઓ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પોતાનો મત આપશે. આ મતદારો એવા છે કે તેઓને કલેકટર તેમજ નેતાઓ દ્વારા ભારતીય નાગરિક તરીકે 2017 થી 2022 દરમિયાન સર્ટિફાઇડ કરાયા છે. જેથી તેઓના મત પણ આ ચૂંટણી દરમિયાન મહત્વના બની રહેશે.

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
g clip-path="url(#clip0_868_265)">