AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની આ હાઈપ્રોફાઈલ બેઠક ગણાય છે કોંગ્રેસનો ‘ગઢ’, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

જો અમરેલી બેઠકની વાત કરીએ તો અહીંથી કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણી સતત બે ટર્મથી જીતે છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પુરૂષોત્તમ રૂપાલા અને દીલિપ સંઘાણીએ અમરેલીથી હાર સહન કરવી પડી છે.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની આ હાઈપ્રોફાઈલ બેઠક ગણાય છે કોંગ્રેસનો 'ગઢ', જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Amreli Assembly Seat
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 1:41 PM
Share

સૌરાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસનો (Congress)  મજબૂત ગઢ છે અમરેલી જિલ્લો. પાટીદાર બહુલ અમરેલી જિલ્લાની બેઠકો પર ગત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) આંદોલનની અસર જોવા મળી. કોંગ્રેસે અમરેલી જિલ્લાના (Amreli) તમામ બેઠકો પર જીત મેળવી. જો અમરેલી બેઠકની વાત કરીએ તો અહીંથી કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani)  સતત બે ટર્મથી જીતે છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પુરૂષોત્તમ રૂપાલા અને દીલિપ સંઘાણીએ અમરેલીથી હાર સહન કરવી પડી છે. તો ગત ચૂંટણીમાં બાવકુ ઉંધાડ પણ હાર્યા હતા. પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચુક્યા છે.

ખીલશે કમળ કે ‘હાથ’ને મળશે સાથ ?

જો અહીંના મતદારોની મુખ્ય સમસ્યાઓની વાત કરીએ તો અમરેલીમાં બ્રોડગેજ રેલવે લાઈનનો અભાવ છે. તો મોટા ઉદ્યોગો ન હોવાથી રોજગારી માટે યુવાનો મોટી સંખ્યામાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. સાથે જ રોડ, શિક્ષણ અને આરોગ્ય (Education and health) સહિતની માળખાગત સુવિધાઓનો પણ જોઈએ તેટલો વિકાસ ન થયાની પ્રજાની ફરિયાદ છે. તો ખેડૂતોની ટેકાના ભાવે ખરીદીમાં વિસંગતતા અને વેપારીઓ પાલિકાના ટેક્સને લઈ પરેશાન છે.

જો સૌરાષ્ટ્રની (Saurashtra) આ હાઈ પ્રોફાઈલ બેઠકની વાત કરીએ તો 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણીને 87,032 મત મળ્યા હતા. તો ભાજપના બાવકુ ઉઘાડને 75,003 મત મળ્યા હતા. જેથી કોંગ્રેસે અહીં 12,029 મતેથી જીત મેળવી હતી. જો 2012ની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસના પરેશ ધનાણીને 86,583 મત મળ્યા, તો ભાજપના દિલીપ સંઘાણીને 56,690 મત મળ્યા હતા. તો આ વખતે પણ કોંગ્રેસે 29,893 મતેથી બેઠક પર જીત મેળવી.

જાણો આ બેઠકનો રાજકીય ઈતિહાસ

જો આ બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો 1962થી 2017 સુધી 15 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં 5 વખત કોંગ્રેસ અને 5 વખત ભાજપની જીત થઇ છે. જેમાં 1985થી 1998 સુધી ભાજપનો દબદબો રહ્યો છે. તો 1985 અને 1990માં દિલીપ સંઘવી (Dilip Sanghavi)  અને 1991થી 1998 સુધી પરસોતમ રૂપાલા ચૂંટાયા હતા. જો કે 2002માં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડુ પાડ્યુ અને કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ચૂંટણી જીત્યા. તો ફરી 2007માં ભાજપના દિલીપ સાંઘાણીએ જીત મેળવી. જે બાદ સત્તાના સમીકરણ બદલાયા 2012માં કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક આંચકી, છેલ્લી2 ટર્મથી અહીંથી કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટાયા હતા.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">