AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: આચારસંહિતાના અમલ વચ્ચે જુંબુરી ચેકપોસ્ટ પરથી ઝડપાયા રોકડા 16 લાખ

આદર્શ આચાર સંહિતા અથવા ચૂંટણી આચારસંહિતા મતદાનના કાર્યક્રમની જાહેરાત થાય તે દિવસથી અમલમાં આવે છે, અને સૂચના મુજબ, ચૂંટણી ( Election) પ્રક્રિયા પૂર્ણ થાય અને ત્યારબાદ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા ચાલુ રહે છે.

Gujarat Election: આચારસંહિતાના અમલ વચ્ચે જુંબુરી ચેકપોસ્ટ પરથી ઝડપાયા રોકડા 16 લાખ
ચેક પોસ્ટ પરથી ઝડપાયા 16 લાખ રુપિયાImage Credit source: પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 10:58 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મથામણમાં લાગી પડ્યા છે. ચૂંટણીની તારીખ જાહેર થઇ જતા આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી છે. આદર્શ આચાર સંહિતાનો ભંગ કરનારા સામે દંડાત્મક પગલાં લેવાઈ શકે છે. જો કે આ વચ્ચે વિધાનસભા ચૂંટણી આચારસંહિતાના અમલ વચ્ચે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દમણ અને ગુજરાત ચેકપોસ્ટ પરથી લાખોની રોકડ ઝડપાઇ છે. જુંબુરી ચેકપોસ્ટ પરથી 16 લાખની રોકડ ઝડપાઈ છે.

રાજ્યમાં ચૂંટણીને લઇ નાણાકીય હેરફેર પર બાજ નજર રખાઈ રહી છે. ત્યારે ચૂંટણીમાં નાણાકીય હેરફેર રોકવા માટે તહેનાત કરાયેલી ટીમે હેરફેર થતી રકમને ઝડપી પાડી છે. દમણના શ્રી ફૂડ કોર્નર સુપર સ્ટોરના સંચાલક પાસેથી રૂ.16 લાખ ઝડપાયા છે. આવકવેરા વિભાગ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે.

શું છે આદર્શ આચાર સંહિતા?

આ એક એવી નિયમાવલી છે જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ અસ્તિત્વમાં આવી જાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે. આદર્શ આચાર સંહિતા અથવા ચૂંટણી આચારસંહિતા મતદાનના કાર્યક્રમની જાહેરાત થાય તે દિવસથી અમલમાં આવે છે, અને સૂચના મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય અને ત્યારબાદ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા ચાલુ રહે છે. એટલે કે, તે લગભગ 45 દિવસ અથવા કુલ 2 મહિના સુધી અમલમાં રહે છે

આચાર સંહિતાના સામાન્ય નિયમો

  • ચૂંટણીની આચાર સંહિતા લાગુ થયા પછી મુખ્યમંત્રી અથવા મંત્રી કોઈ જાહેરાત કરી શકતા નથી.
  • પાર્ટી કે પછી કોઈ વ્યક્તિ ચૂંટણી માટે ઝુંબેશ ચલાવી શકે નહિ
  • કોઈ પણ પક્ષ પ્રોગ્રામ કરે તો પ્રોગ્રામ ની કિંમત સરકારી ખર્ચ માંથી લેવામાં આવતી નથી
  • કોઈ સરકારી ખર્ચે પ્રોત્સાહન આપી શકે નહીં.
  • જાહેર માં કોઈ પણ પક્ષ તેના પ્રચાર માટે બેનરો અથવા પોસ્ટરો મૂકી શકે નહીં.
  • કોઈ પક્ષ રાજકીય સ્થળે બેઠક કરી શકે નહીં.
  • સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત ઘરેથી પ્રસ્થાન માટે થઈ શકે છે.
  • જો કોઈ વ્યક્તિ અથવા પક્ષ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે, તો તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તેમને જેલ અથવા દંડ ભરવો પડશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">