AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: AAP નેતા ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી લડશે ચૂંટણી, CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતી

ગુજરાતમાં ભાજપ હજુ પણ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવામાં લાગી છે. જો કે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે.

Gujarat Election: AAP નેતા ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી લડશે ચૂંટણી, CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતી
આપ નેતા ગોપાલ ઇટાલિયાImage Credit source: Tv9 Gfx
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 09, 2022 | 10:38 AM
Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. ત્યારે હવે ગુજરાતની ચૂંટણીના મેદાનમાં એક પછી એક ઉમેદવારો ઝંપલાવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં વિવિધ રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોને જીતાડવા સક્રિય બની ગયા છે. ગુજરાતમાં ભાજપ હજુ પણ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવામાં લાગી છે. જો કે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે.

કતારગામ વિસ્તાર બેઠક પર દાવેદારી નોંધાવી શકે

ગુજરાત વિધાનસભા ઇલેક્શનની અંદર સુરત આવનારા દિવસની અંદર એપી સેન્ટર બની રહે તો નવાઈ નહીં. કારણકે વરાછા અને કતારગામ બેઠક ઉપર પાટીદાર ગઢની અંદર રસાકસી જોવા મળી રહી છે. જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગોપાલ ઇટાલીયા પાટીદાર વિસ્તાર એટલે કે કતારગામ વિસ્તાર બેઠક પર દાવેદારી નોંધાવી છે. આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ટ્વીટ કરીને સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે. ત્યાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા કરંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે.  લાંબા સમયથી ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા ગુજરાતમાં કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ હતું, ત્યારે આ સવાલ પરથી આજે પડદો ઉચકાયો છે.

અલ્પેશ કથીરિયાની નિમણૂક થતાની સાથે જ પ્રચાર શરુ

જે રીતે માહિતી મળી રહે છે તે પ્રમાણે આવનારા દિવસોની અંદર ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી પ્રચાર કરવામાં કોઈ કચાસ નહીં રાખે અને વરાછા બેઠકની અંદર પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાની નિમણૂક થતાની સાથે જ પ્રચાર જોર શોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">