Gujarat Election 2022 : ગુજરાતમાં 51,839 પોલિંગ સ્ટેશનમાં થશે મતદાન, કુલ 4,91,35,400 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આગામી તા. 1 અને તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન માટે 51,839 પોલિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે.

Gujarat Election 2022 : ગુજરાતમાં 51,839 પોલિંગ સ્ટેશનમાં થશે મતદાન, કુલ 4,91,35,400 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
Gujarat Poling Booth
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 19, 2022 | 5:05 PM

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આગામી તા. 1 અને તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન અંગેની માહિતી આપતા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યની 182 બેઠકો પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 18થી 29 વર્ષની વયજૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે.

બંને તબક્કામાં મતદારો ઘરથી નજીકના સ્થળે સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યમાં 29,357 પોલીંગ સ્ટેશન લોકેશન(PSL) પર 51,839 પોલીંગ સ્ટેશન(PS) ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 5610, સુરતમાં 4637, બનાસકાંઠામાં 2613, વડોદરામાં 2590 અને રાજકોટમાં 2264 પોલીંગ સ્ટેશન આવેલા છે. સૌથી ઓછા પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં ડાંગમાં 335, પોરબંદરમાં 494,તાપીમાં 605, બોટાદમાં 614 અને નર્મદામાં 624નો સમાવેશ થાય છે.

કુલ 4,91,35,400 મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 4,91,35,400 મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો, 2,53,59,863 પુરૂષ મતદારો તથા 1391 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કુલ 1391 પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર વડોદરા જિલ્લામાં નોંધાયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સૌથી વધુ મહિલા મતદાર ધરાવતાં પાંચ જિલ્લામાં અનુક્રમે અમદાવાદમાં 28,81,224, સુરતમાં 21,94,915, વડોદરામાં 12,72,996, બનાસકાંઠામાં 11,97,814 અને રાજકોટમાં 11,10,306નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ પુરૂષ મતદાર ધરાવતાં પાંચ જિલ્લામાં અનુક્રમે અમદાવાદમાં 31,23,306, સુરતમાં 25,50,905, વડોદરામાં 13,33,251, બનાસકાંઠામાં 12,93,100 અને રાજકોટમાં 11,96,897નો સમાવેશ થાય છે.

પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે છે

દાહોદ જિલ્લામાં પુરૂષ મતદારોની સંખ્યા 7,85,746 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 7,99,241 છે. નવસારીમાં પુરૂષ મતદારોની સંખ્યા 5,39,018 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 5,39,500 છે. તેવી જ રીતે, તાપી જિલ્લામાં પુરૂષ મતદારોની સંખ્યા 2,46,435 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 2,59,256 છે. આમ, રાજ્યમાં ત્રણ જિલ્લાઓ દાહોદ, નવસારી અને તાપી એવા છે જ્યાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે છે.

રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં 18થી 29 વય જૂથનાં કુલ 1,15,10,015 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદાતા ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 11,97,539, સુરતમાં 10,23,867, બનાસકાંઠામાં 7,07,754, વડોદરામાં 5,19,832 અને દાહોદમાં 4,89,536નો સમાવેશ થાય છે. 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 9,87,999 છે. રાજ્યમાં 10,460 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે.

રાજ્યમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી વિધાનસભા બેઠક સુરત જિલ્લાની ચોર્યાસી છે. જેમાં 5,66,511 મતદારો છે, જ્યારે સુરત-ઉત્તરમાં 1,63,187 સૌથી ઓછા મતદારો છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">