Gujarat Election 2022: પોતાના જ મતવિસ્તારમાં મતદારોએ ગેનીબેનને ઘેર્યા, ઉગ્ર બોલાચાલી બાદ પરત તેમણે ફરવુ પડ્યુ

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મતદારોને (voters) રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે ચૂંટણી સમયે મતદારોએ પણ પોતાનો મીજાજ બતાવવાનું શરુ કરી દીધુ છે.

Gujarat Election 2022: પોતાના જ મતવિસ્તારમાં મતદારોએ ગેનીબેનને ઘેર્યા, ઉગ્ર બોલાચાલી બાદ પરત તેમણે ફરવુ પડ્યુ
ગેનીબેનનો વિરોધImage Credit source: TV9 GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 10:00 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે દરેક રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે ચૂંટણી સમયે મતદારોએ પણ પોતાનો મીજાજ બતાવવાનું શરુ કરી દીધુ છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે ફરીથી ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. ત્યારે ગેનીબેન ઠાકોરે પણ પોતાના મતવિસ્તારમાં પ્રચારની શરુઆત કરી દીધી છે. જો કે ગેનીબેનને પોતાના જ મતવિસ્તારમાં લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

બનાસકાંઠાના વાવમાં ગેનીબેન ઠાકોરને વિરોધ સામનો કરવો પડ્યો હતો. ગેનીબેન ઠાકોર પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા. ટોભા ગામમાં પ્રચાર દરમિયાન સ્થાનિકોના ટોળાએ ગેનીબેનને ઘેરીને તમે કયા વિકાસના કાર્યો કર્યા તે મુદ્દે સવાલો પૂછ્યા હતા. આ સમયે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન , કોંગ્રેસ કાર્યકરો અને ટોભા ગામના સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જે પછી ગેનીબેનને પરત ફરવુ પડ્યુ હતુ.

વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાવાવનો છે. અહીં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ચૂંટણીની ટિકિટ આપી છે. તો બીજી તરફ ભાજપે સ્વરુપજી ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ ડો. ભીમ પટેલને ઉમેદવારા બનાવ્યા છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

મહત્વનું છે કે ચૂંટણી દરમિયાન અન્ય કેટલાક સ્થળોએ પણ મતદારોએ ચૂંટણીને લઇને પોતાનો મીજાજ બતાવી દીધો છે. વડોદરાના કરજણમાં સોસાયટીમાં રોડને લઇને મહિલાઓ રણચંડી બની છે અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે…આણંદના ખંભાતમાં સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભાજપ ઉમેદવાર મયુર રાવલના વિરોધમાં બેનરો લાગ્યા છે…તો ધોરાજીમાં રોડ-રસ્તાને લઇને કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ “કામ નહીં તો મત નહીં” ના પોસ્ટરો લાગ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છઠ્ઠી આંબલી ગામની શાળા નવીન બનાવવાની વર્ષો જૂની માગ ન સંતોષાતા ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કારનું એલાન કર્યું છે… ગ્રામજનોએ ‘શાળા નહીં તો વોટ નહીં’ના બેનરો મારી મતદાનથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. તો અમરેલીના સાવરકુંડલા તાલુકાના જીરા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. મહિલા સરપંચે દાવો કર્યો છે કે, છેલ્લા 20 વર્ષથી ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે.. અનેક વખત રજૂઆત કરી હોવા છતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">