Gujarat Election 2022: ‘મૂંછ હોય તો મગનભાઈ જેવી’, જાણો અઢી ફૂટ લાંબી મૂંછો વાળા ઉમેદવાર વિશે
આ ઉમેદવારોમાંથી એક અપક્ષ ઉમેદવાર ભારે ચર્ચામાં છે. આ ઉમેદવાર તેના કામ, વચન કે નિવેદનને કારણે નહીં પણ પોતાની મૂંછને કારણે ભારે ચર્ચામાં છે.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: ગુજરાતમાં આજે લોકશાહીના સૌથી મોટા પર્વની શરુઆત થઈ ગઈ છે. આજે 1 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં સવારે 8 વાગ્યાથી મતદાનની શરુઆત થઈ ગઈ છે. મતદાતાઓ ઉત્સાહથી વોટ આપવા માટે મતદાન મથક પહોંચી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારોમાંથી એક અપક્ષ ઉમેદવાર ભારે ચર્ચામાં છે. આ ઉમેદવાર તેના કામ, વચન કે નિવેદનને કારણે નહીં પણ પોતાની મૂંછને કારણે ભારે ચર્ચામાં છે.
ગુજરાતના સાબરકાંઠાની હિમ્મતનગર બેઠકના અપક્ષ ઉમેદવાર મગનભાઈ સોલંકી તેમની મૂંછને કારણે હાલમાં લાઈમલાઈટમાં છે. હિમ્મતનગર બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનારા મગનભાઈ સોલંકીની ઉંમર 57 વર્ષ છે. તેઓ પોતાના નામને કારણે નહીં પણ તેમની અઢી ફૂટ લાંબી મૂંછને કારણે ઓળખાય છે. તેઓ વર્ષ 2012માં સેનાા લેફ્ટિનેન્ટ પદ પરથી સેવાનિવૃત મગનભાઈ સોલંકીને ચૂંટણી લડવું પસંદ છે. તેઓ વર્ષ 2017થી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.
મારી મૂંછને કારણે લોકો મારા તરફ ધ્યાન આપે છે

મગનભાઈ સોલંકીની હિમ્મતનગર બેઠક પર વિધાનસભા ચૂંટણી બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે છે. તેમણે જણાવ્યુ કે, વર્ષ 2017માં તેઓ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર હતા. તે સમયે હું ચૂંટણી હારી ગયો પણ મેં હાર ન માની. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં મેં અપક્ષ તરીકે ચૂંટણી લડી. અને આ વખતે પણ હું અપક્ષ તરીકે ચૂંટણીમાં ઉતર્યો છું. તેમણે દાવો કર્યો છે કે તેમણે દેશની પૂર્વ-પશ્વિમથી લઈને ઉત્તર સુધીની તમામ સરહદો પર સેના માટે કામ કર્યુ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ જ્યા પણ ગયા ત્યા તેમની મૂંછો એ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.
ઘણા લોકો તેમની મૂંછો જોઈને હશે છે. બાળકો આવીને તેમની મૂંછો સાથે રમે છે જ્યારે યુવાનો તેમની પાસે મૂંછ વધારવાની રીત પૂછે છે. તેમણે કહ્યુ છે કે, જો તેઓ ચૂંટણી જીતશે તો તેઓ સરકાર પાસે યુવાઓની મૂંછો વધારવા પ્રોત્સાહિત કરવા માટે કાયદાની માંગ કરશે. તેઓ પૂર્વ સેનિકને લગતા મુદ્દા પણ ઉઠાવશે.
મૂંછ રાખનારોને પૈસા આપો
તેમની મૂંછો વધારવા માટે તેઓ પોતાના પિતાથી પ્રેરિત થયા હતા. તેઓ 19 વર્ષની ઉંમરે જ્યારે સેનામાં જોડાયા ત્યાર સુધી તેમની મૂંછ આવી જ મોટી થઈ ચૂકી હતી. તેમને તેમની રેજિમેન્ટમાં મૂંછવાળા તરીકે જ ઓળખવામાં આવતા હતા. તેમનું કહેવુ છે કે સરકારે આવી મૂંછ રાખનારા લોકો માટે પૈસા આપવા જોઈએ.