Gujarat Election 2022 : ચૂંટણી પહેલા પક્ષાંતર ચરમસીમાએ, કોંગ્રેસના નીતિન પટેલ ભાજપમાં અને ભાજપના બાલકૃષ્ણ કોંગ્રેસમાં જોડાયા

ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે કોંગ્રેસમાં જોડાયા છે. બાલકૃષ્ણ પટેલ વર્ષ 2012થી 2017 સુધી ડભોઈના ધારાસભ્ય હતા અને તેમણે કોંગ્રેસમાં જોડાતા કહ્યું હતું કે ભાજપમાં તેમની અવગણના થઈ રહી છે અને 2017માં કોઈ કારણ વિના તેમની ટિકીટ કાપી નાખવામાં આવી હતી.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા પક્ષાંતર ચરમસીમાએ, કોંગ્રેસના નીતિન પટેલ ભાજપમાં અને ભાજપના બાલકૃષ્ણ કોંગ્રેસમાં જોડાયા
ચૂંટણી પહેલા પક્ષાંતરનું રાજકારણ ગરમાયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 3:50 PM

વિધાનસભાની  (Gujarat Assembly Election 2022) ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસના વધુ એક નેતા રાજીનામું આપીને ભાજપમાં (BJP) જોડાઇ ગયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં નારણપુરા બેઠક પરથી ચૂંટણી હારેલા નીતિન પટેલ આજે કમલમ ખાતે ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપમાં જોડાતાની સાથે જ નીતિન પટેલના સૂર બદલાઈ ગયા હતા અને તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. નીતિન પટેલે આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસ  (Congress) પાસે કોઇ પણ પ્રકારનું વિઝન નથી તથા હિન્દુઓના મુદ્દે કોંગ્રેસ કોઇ દિવસ સાથ નથી આપતી. પ્રદીપ સિંહ વાઘેલાએ નીતિન પટેલનું ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું.

પુષ્પા 2 પછી અલ્લુ અર્જુન કરશે આ પહેલું કામ !
કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos
#majaniwedding પૂજા જોશીએ લગ્નના ફોટો શેર કર્યા,જુઓ ફોટો

તો સામે પક્ષે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. બાલકૃષ્ણ પટેલ વર્ષ 2012થી 2017 સુધી ડભોઈના ધારાસભ્ય હતા અને તેમણે કોંગ્રેસમાં જોડાતા કહ્યું હતું કે ભાજપમાં તેમની અવગણના થઈ રહી છે અને 2017માં કોઈ કારણ વિના તેમની ટિકીટ કાપી નાખવામાં આવી હતી. નોંધનીય છે કે બાલકૃષ્ણ પટેલના પુત્રને ટિકીટ ન આપતા તેઓ ઘણા સમયથી નારાજ હતા. ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં પક્ષાંતરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

દરમિયાન ગુજરાતના રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ પણ ઉગ્ર બની ગયા છે હાલમાં જ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં કમા મુદ્દે કકળાટ શરૂ થયો છે. પહેલા મધ્યપ્રદેશ ભાજપના નેતાનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે અને હવે કોંગ્રેસ નેતા જીતુ પટેલે પણ કમાનું નામ લઈ કટાક્ષ કર્યો છે. તેમણે સરકારની તુલના કમા સાથે કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે.

ઇમ્પેક્ટ ફી અંગેની પ્રેસ કોન્ફરન્સમાં જીતુ પટેલે આક્ષેપ કરતા કહ્યું કે ઈમ્પેક્ટ ફીનો વટહુકમ સરકાર કરતા કમો પણ સારો બનાવી શકે છે.  ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે એક નિર્દોષ માનસિક દિવ્યાંગ વ્યક્તિ મુદ્દે કેમ ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે શા માટે કમાને વાંરવાર રાજકીય પક્ષો દ્વારા ખોટી રીતે વિવાદમાં ઢસેડવામાં આવે છે? કેમ ગુજરાતની રાજનીતિનું સ્તર નીચું ઉતરતુ જાય છે? મુદ્દાઓની રાજનીતિને બદલે આવી રાજનીતિ કરવામાં કોને રસ છે? ચૂંટણી થતા પહેલા  ગુજરાતના રાજકારણમાં આવા અનેક વિવાદો સામે આવી શકે તેમ છે.

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">