AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: મધ્યપ્રદેશના મંત્રીએ રાહુલ ગાંધીની સરખામણી ‘કમા’ સાથે કરી, કોંગ્રેસે ભાજપ પર કર્યા આક્ષેપ

કોંગ્રેસે (Congress) ભાજપ (BJP) પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, ભાજપ રાહુલ ગાંધીની (Rahul Gandhi)ભારત જોડો યાત્રા અભિયાનથી હચમચી ગઇ છે.

Banaskantha: મધ્યપ્રદેશના મંત્રીએ રાહુલ ગાંધીની સરખામણી 'કમા' સાથે કરી, કોંગ્રેસે ભાજપ પર કર્યા આક્ષેપ
મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 12:17 PM
Share

મધ્યપ્રદેશના (Madhya Pradesh)  મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા વિશ્વાસ સારંગે શુક્રવારે કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) તુલના ગુજરાતના કમા સાથે કરી હતી. જે પછી કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, ભાજપ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અભિયાનથી હચમચી ગઇ છે. વિશ્વાસ સારંગ ગુજરાતના અમદાવાદથી 215 કિલોમીટર દૂર બનાસકાંઠા જિલ્લાના અંબાજી શહેરમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.

કમો ડાઉન સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત છે. તે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં લોકડાયરામાં કરેલા તેના નૃત્યને કારણે પ્રખ્યાત થયો છે. ત્યારે રાહુલ ગાંધીની સરખામણી કમા સાથે કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા એક વીડિયોમાં સારંગને રાહુલ ગાંધીની કમા સાથે સરખામણી કરીને તેમની મજાક ઉડાવતા સાંભળી શકાય છે. વીડિયોમાં ભાજપ નેતા કહી રહ્યા હતા, કોણ હતો તે? હા, કમો… તમે જોઈ શકો છો કે જ્યાંથી કમાએ તેની યાત્રા શરૂ કરી હતી, તે છે ભારત જોડો. તે ગરીબી હટાવોની વાત કરે છે, પરંતુ 40 હજાર રૂપિયાની ટી-શર્ટ પહેરે છે.

કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું

વીડિયોમાં નેતા વિશ્વાસ સારંગ સોનિયા ગાંધી પર નિશાન સાધતા સંભળાય છે. તે કહે છે ‘કમાની માતા ‘મૌન મોહન સિંહ’ને રિમોટથી કંટ્રોલ કરતી હતી.’ આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, કમો દિવ્યાંગ કલાકાર છે. સારંગની ટિપ્પણી પર, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં ભીડ ભેગી થવાને કારણે ભાજપના નેતાઓએ તેમનું માનસિક સંતુલન ગુમાવ્યું છે.

કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે

તમને જણાવી દઈએ કે ભાજપ અને કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન બંને પક્ષના નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં, ભાજપના ગુજરાતના પ્રમુખ સીઆર પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ રાજ્યમાંથી પસાર થઈ રહી નથી, કારણ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના હૃદયમાં ગુજરાત માટે કોઈ સ્થાન નથી.

છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
g clip-path="url(#clip0_868_265)">