Gujarat Election 2022 : રાજ્યના મતદારો માટે હેલ્પ લાઇન નંબર કાર્યરત, તમામ માહિતી ઘરે બેઠા જાણી શકશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી છે. જેમાં ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગના મતદારો પોતાનું મતદાન યાદીમાં નામ કયા ભાગમાં, કયા ક્રમ ઉપર નોંઘાયેલ છે, તેની માહિતી પોતાના ઘરે બેઠા સરળતાથી મેળવી શકે તે માટે હેલ્પલાઇન નંબર- 1950 કાર્યરત કરવામાં આવ્યો છે

Gujarat Election 2022 : રાજ્યના મતદારો માટે હેલ્પ લાઇન નંબર કાર્યરત, તમામ માહિતી ઘરે બેઠા જાણી શકશે
Gandhinagar Collector Office
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 24, 2022 | 6:55 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી છે. જેમાં ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગના મતદારો પોતાનું મતદાન યાદીમાં નામ કયા ભાગમાં, કયા ક્રમ ઉપર નોંઘાયેલ છે, તેની માહિતી પોતાના ઘરે બેઠા સરળતાથી મેળવી શકે તે માટે હેલ્પલાઇન નંબર- 1950 કાર્યરત કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ- 13,25,604 મતદારો છે. જેમાં દહેગામમાં 2,20,687 ગાંધીનગર(દ)માં 3,71,589 ગાંધીનગર(ઉ)માં 2,53,688 માણસામાં 2,30,847 અને કલોલમાં 2,48,784 મતદારો પોતાના વિધાનસભા મતદાર વિભાગમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદારોની સુવિધા માટે હેલ્પલાઇન ટેલીફોન નંબર, વેબસાઇટ અને એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ તમામ પરથી મતદારો પોતાનું મતદારા યાદીમાં નામ કયા ભાગ નંબરમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલું છે, કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે, તે અંગેની માહિતી મતદારો સરળતાથી મેળવી શકે તેવા ઉમદા હેતુથી રાજય કક્ષાએ ગાંધીનગર ખાતે હેલ્પલાઇન ટેલિફોન નંબર- 1950 કાર્યરત છે. આ હેલ્પલાઇન પરથી મતદારો પોતાની માહિતી કામકાજના દિવસ દરમ્યાન સવારના 11.00 થી સાંજના 6.00 કલાક સુધી મેળવી શકશે.

આ ઉપરાંત મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ https:/www.nvsp.in તથા Voter Helpline એપ્લિકેશન ઉપરથી મતદારોને માહિતી મેળવી શકશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેની સાથે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જે રાઉન્ડ ધ કલોક ચાલુ રહેશે. જેનો હેલ્પલાઇન નંબર –1800-233-2345 નંબર છે. જેના પર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આચારસંહિતા ભંગને લગતી કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકાશે તેમજ પોલીસ અધિક્ષક, ગાંધીનગરની કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેનો ટોલ ફ્રી નંબર- (079) 232 10108 છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">