Gujarat Election 2022: આચાર સંહિતાના અમલીકરણ ઉપર ચૂંટણીતંત્રની ચાંપતી નજર, મતદારો કરી શકશે થ્રી વે ફરિયાદ

cvigil એપ્લિકેશન પર હાલ સુધીમાં 502 ફરિયાદ મળી છે અને 61 ફ્લાઈંગ સકોર્ડ એક્ટિવ રાખી કરાઈ રહી છે. કામગીરી ચૂંટણી દરમિયાન શહેરમાંથી મતદારો આચાર સંહિતા ભંગ પર પણ નજર રાખતા હોય છે તેમજ તંત્રનું ધ્યાન દોરતા હોય છે. જેના માટે મુખ્ય civigil એપ્લિકેશન કાર્યરત કરાઈ છે. જે cvigil એપ્લિકેશન પર હાલ સુધી 502 ફરિયાદ મળી છે.

Gujarat Election 2022: આચાર સંહિતાના અમલીકરણ ઉપર ચૂંટણીતંત્રની ચાંપતી નજર, મતદારો કરી શકશે થ્રી વે ફરિયાદ
આચાર સંહિતાના અમલ માટે ચૂંટણીતંત્ર સજજ,  મતદારો કરી શકશે થ્રી વે ફરિયાદ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 27, 2022 | 9:05 AM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  2022ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં બીજી તરફ લોકશાહીના રાજા એટલે કે મતદારો પોતાને લગતી રજૂઆત અને ફરિયાદો પણ વહીવટી તંત્રને કરી રહ્યા છે. ત્યારે નજર કરીએ કે વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થામાં કેવા પ્રકારની ફરિયાદો અને રજૂઆતો મળી રહી છે. 1,950 હેલ્પ લાઇન પર કુલ 3,752 કોલ આવ્યા હતા .  નવા કાર્ડ માટે અને નામ. સરનામા અન્ય સુધારા માટેના કૉલ જ્યારે 1800 233 2367 હેલ્પ લાઇન પર 10 કોલ આચાર સંહિતા અંતર્ગત બેનર ઉતારવાના મળ્યા હતા.

પાણીની બોટલ પર રાજકારણીના ફોટા લગાડવામાં આવ્યા હોય તેવી પણ ફરિયાદ આદર્શ આચાર સંહિતા અંતર્ગત ચૂંટણી પંચ પાસે આવી હતી.  ચૂંટણી પંચ દ્વારા મતદાન અને મતગણતરીની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પારદર્શક કરાવવા માટે ચૂંટણી પંચ સજ્જ છે. અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે થ્રી વે સિસ્ટમ એટલે કે ત્રણ પ્રકારે મતદાર ફરિયાદકરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.

 ગુજરાત ચૂંટણી 2022:   CVigilance કરશે મદદ

જેમાં સી વિજિલન્સ એપ તેમજ 1950 હેલ્પ લાઇન પર કોલ કરી ફરિયાદ કરી શકે છે. તો 1800 233 2367 હેલ્પ લાઇન પર ફરિયાદ માટે કાર્યરત રખાઈ છે. જે હેલ્પ લાઈનમાં 1950 પર અત્યાર સુધી કુલ 3752 ફરિયાદ આવી છે. જેમાં નવા ચૂંટણી કાર્ડ, સરનામું અન્ય સુધારા તેમજ આચાર સહિતા ભંગની ફરિયાદ માટે મતદાર કોલ કરે છે. તો 1800 233 2367 પર બેનર લગતી એટલે કે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરે છે. જેમાં સૌથી મોટો કોયડા નો પ્રશ્ન તંત્ર માટે રીક્ષા પર લાગેલા વિવિધ પાર્ટીના બેનરો છે. જેનાથી નિયમ ભંગ ન થાય તે જોવું પણ જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

શહેરી વિસ્તારમાં વેજલપુરમાં સૌથી વધુ 138 ફરિયાદ જ્યારે નરોડામાં સૌથી ઓછી 5 ફરિયાદ મળી. તો ગ્રામીણ વિસ્તારમાં દસક્રોઈમાં સૌથી વધુ 75 ફરિયાદ જ્યારે ધંધુકા અને વિરમગામમાં 2 – 2 સૌથી ઓછી ફરિયાદ મળી છે. આ સિવાય તંત્ર દ્વારા અત્યાર સુધીમાં સરકારી મિલકત પરથી વિવિધ પાર્ટીઓના 60 હજાર આસપાસ બેનર ઉતારાયા છે. જ્યારે ખાનગી મિલકત પરથી પણ બેનરો ઉતારવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધીમાં આચાર સંહિતા ભંગની ગંભીર ફરિયાદ ન મળી હોવાનું સામે આવ્યું છે. જોકે હજુ પણ આ ફરિયાદોનો આંકડો વધવાની શક્યતાઓ છે. જેના પર પણ તંત્ર કામ કરી રહ્યું છે.

મુખ્ય કામગીરી માટે cvigil એપ્લિકેશન કાર્યરત

cvigil એપ્લિકેશન પર હાલ સુધીમાં 502 ફરિયાદ મળી છે અને 61 ફ્લાઈંગ સકોર્ડ એક્ટિવ રાખી કરાઈ રહી છે. કામગીરી ચૂંટણી દરમિયાન શહેરમાંથી મતદારો આચાર સંહિતા ભંગ પર પણ નજર રાખતા હોય છે તેમજ તંત્રનું ધ્યાન દોરતા હોય છે. જેના માટે મુખ્ય civigil એપ્લિકેશન કાર્યરત કરાઈ છે. જે cvigil એપ્લિકેશન પર હાલ સુધી 502 ફરિયાદ મળી છે. જે ફરિયાદ 100 મિનિટમાં પૂર્ણ કરવાની રહેતી હોય છે. જેના માટે civigil સેન્ટર 61 ફ્લાઈંગ સકોર્ડ સાથે સતત કનેક્ટ રહે છે. અને સેન્ટર પરથી ફ્લાઈંગ સકોર્ડના વેહિકલ gps થી કનેક્ટ રહેતા ટિમ પર સીધી નજર રાખી શકાય છે. તો મતદારો એપ્લિકેશન પર ફોટો. વિડિયો અને ઓડીયો કલીપ મોકલી ને પણ ફરિયાદ કરી શકે છે. જેમાં અત્યાર સુધી 502 ફરિયાદ મળી છે. અને તેમાં પણ જો વિધાન સભા બેઠક પ્રમાણે જોઈએ તો વેજલપુર વિધાન સભામાં સૌથી વધુ 138 જ્યારે ધંધુકા અને વિરમગામમાં 2 ફરિયાદ મળી હતી.

જો વિધાનસભા દીઠ civigil માં મળેલી ફરિયાદના આંકડા જોઈએ તો

  1. અમરાઈવાડી 16
  2. અસારવા 61
  3. બાપુનગર 11
  4. દાણીલીમડા 14
  5. દરિયાપુર 7
  6. દસક્રોઈ 75
  7. ધંધુકા 2
  8. ધોળકા 4
  9. એલિસબ્રિજ 29
  10. ઘાટલોડિયા 12
  11. જમાલપુર ખડીયા 40
  12. મણિનગર 27
  13. નારણપુરા 7
  14. નરોડા 5
  15. નિકોલ 20
  16. સાબરમતી 7
  17. સાણંદ 5
  18. ઠક્કરબાપા નગર 9
  19. વટવા 11
  20. વેજલપુર 138
  21. વિરમગામ 2

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">